હવે 1 જાન્યુઆરીથી 'સિમ બાઇન્ડિંગ'ના નિયમો લાગુ પડશે:સરકારે ડેડલાઇન લંબાવી; વોટ્સએપ સિમ કાર્ડ વગર નહીં ચાલે

Utility4/3/2026, 5:27:51 AM
હવે 1 જાન્યુઆરીથી 'સિમ બાઇન્ડિંગ'ના નિયમો લાગુ પડશે:સરકારે ડેડલાઇન લંબાવી; વોટ્સએપ સિમ કાર્ડ વગર નહીં ચાલે
કેન્દ્ર સરકારે 'સિમ બાઈન્ડિંગ'ના નિયમો લાગુ કરવાની ડેડલાઈન વધારીને 31 ડિસેમ્બર 2026 કરી દીધી છે. એટલે કે નવા નિયમો હવે 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે. ઉદ્યોગની માંગને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. નવા નિયમો હેઠળ મોબાઈલમાં સિમ કાર્ડ ન હોવા પર વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સ કામ નહીં કરે. કમ્પ્યુટર પર લોગિન વોટ્સએપ પણ 6 કલાકમાં લોગઆઉટ થઈ જશે. સરકારનો દાવો છે કે તેનાથી સાયબર ફ્રોડ રોકવામાં મદદ મળશે. 6 પ્રશ્નોના જવાબથી સમજો શું છે નવો નિયમ અને તમારા પર કેવી રીતે થશે અસર? પ્રશ્ન 1. શું છે સિમ બાઈન્ડિંગ? જવાબ. સિમ બાઈન્ડિંગ એક સુરક્ષાકવચ છે. એ તમારી મેસેજિંગ એપને તમારા ફિઝિકલ સિમકાર્ડ સાથે 'લોક' કરી દે છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈપણ હેકર કે ઠગ તમારા નંબરનો ઉપયોગ કોઈ બીજા ડિવાઇસ પર બેસીને નહીં કરી શકે. પ્રશ્ન 2. સિમ બાઈન્ડિંગનો નવો નિયમ ક્યારથી લાગુ થશે? જવાબ. જ્યારે તમે કોઈ એપને સિમ બાઈન્ડિંગ સાથે જોડો છો, ત્યારે તે એપ ત્યારે જ ખુલશે જ્યારે તમારું રજિસ્ટર્ડ સિમ કાર્ડ તે જ ફોનની અંદર હાજર હશે. આ નિયમ 1 જાન્યુઆરી 2027થી પ્રભાવી થશે. પ્રશ્ન 3. સરકારે ડેડલાઇન વધારવાની ના કેમ પાડી? જવાબ. કેન્દ્રીય સંચારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે હાલમાં નિયમોનું પાલન કરવાની સમય-સીમા આગળ વધારવા પર કોઈ વિચાર નથી. તેમણે કહ્યું હતું કે આ નિયમો રાષ્ટ્રીય સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લાગુ કરવામાં આવ્યા છે અને સુરક્ષાના મુદ્દાઓ પર સરકાર કોઈ સમાધાન નહીં કરે. પ્રશ્ન 4. 1 જાન્યુઆરીથી યુઝર્સને શું કરવું પડશે? જવાબ. યુઝર્સે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમનું વોટ્સએપ જે નંબર પર છે, તે સિમ તે જ ફોનમાં લાગેલું હોય. જો સિમ કાર્ડ ફોનમાંથી બહાર કાઢવામાં આવે તો મેસેજિંગ એપ કામ કરવાનું બંધ કરી શકે છે. પ્રશ્ન 5. ટેક કંપનીઓ અને સંસ્થાઓનું આ અંગે શું વલણ છે? જવાબ. ઇન્ડસ્ટ્રી એસોસિએશન (IAMAI) એ સરકારને ચેતવણી આપી છે કે દર 6 કલાકે લોગઆઉટ કરવાનો નિયમ પ્રોફેશનલ્સ માટે મુશ્કેલીભર્યો હશે. સાથે જ તે યુઝર્સને પણ મુશ્કેલી થશે જેઓ એક જ એકાઉન્ટ શેર કરે છે. પ્રશ્ન 6. કંપનીઓએ નિયમ ન માન્યો તો શું કાર્યવાહી થશે? જવાબ. કેન્દ્ર સરકારના આદેશ મુજબ કંપનીઓએ 120 દિવસની અંદર આ અંગે રિપોર્ટ આપવો પડશે. નિયમોનું પાલન ન કરવા પર ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023, ટેલિકોમ સાયબર સિક્યોરિટી રૂલ્સ અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →