વોટ્સએપ પર કંપનીઓના મેસેજથી પરેશાન છો?:મેટા લાવી રહ્યું છે નવું ફીચર, હવે પર્સનલ અને બિઝનેસ ચેટ અલગ થઈ જશે

Utility4/20/2026, 5:42:40 AM
વોટ્સએપ પર કંપનીઓના મેસેજથી પરેશાન છો?:મેટા લાવી રહ્યું છે નવું ફીચર, હવે પર્સનલ અને બિઝનેસ ચેટ અલગ થઈ જશે
વોટ્સએપમાં આમ તો જાહેરાતો આવતી નથી, પરંતુ ઘણીવાર કંપનીઓની ઑફર્સ અને મેસેજ પરેશાન કરે છે. હવે આ સમસ્યાને ઓછી કરવા માટે મેટા એક નવું ફીચર લાવવાની તૈયારીમાં છે, જે વોટ્સએપ પર બિઝનેસ મેસેજને ઓટોમેટિક અલગ સેક્શનમાં કરી દેશે. રિપોર્ટ અનુસાર, વોટ્સએપ એક એવી સિસ્ટમ બનાવી રહ્યું છે, જે બિઝનેસ એકાઉન્ટ્સના મેસેજને ઓળખી લેશે અને તેમને મેઈન ચેટમાંથી હટાવીને અલગ સેક્શનમાં મૂકી દેશે, એટલે કે તમારું પર્સનલ ચેટ ઇનબોક્સ સ્વચ્છ રહેશે. ઓટોમેટેડ મેસેજ પર લાગુ પડશે આ ફીચર કોઈ બિઝનેસ મેસેજ આવ્યા પછી લગભગ 24 કલાકમાં તે આપમેળે અલગ લિસ્ટમાં શિફ્ટ થઈ શકે છે. આ ફીચર ખાસ કરીને તે મેસેજ પર લાગુ પડશે, જે ઓટોમેટેડ હોય છે, જેમ કે ઑફર, પ્રમોશન અથવા અપડેટ. મિત્રો અને ફેમિલીના મેસેજ અલગ અને માર્કેટિંગ મેસેજ અલગ હશે. વોટ્સએપ પર ત્રણ નવા અપડેટ્સ પણ આવી રહ્યા છે વોટ્સએપ હાલમાં ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. જેમ કે- ફીચર ક્યારે આવશે? ફીચર હાલ ડેવલપમેન્ટમાં છે. બીટા ટેસ્ટિંગમાં પણ ઉપલબ્ધ નથી. વોટ્સએપના આવનારા અપડેટમાં તેને રોલઆઉટ કરી શકાય છે.
Read Original Article →