મોબાઈલ કંપનીઓ પર 'ટ્રાઈ'નો સકંજો:ફ્રોડ અને સ્પામ કૉલની ફરિયાદ નહીં સાંભળે તો ₹50 લાખ સુધીનો દંડ; 24x7 ગ્રાહકોની ફરિયાદ સાંભળવી પડશે

Business5/9/2026, 6:24:01 AM
મોબાઈલ કંપનીઓ પર 'ટ્રાઈ'નો સકંજો:ફ્રોડ અને સ્પામ કૉલની ફરિયાદ નહીં સાંભળે તો ₹50 લાખ સુધીનો દંડ; 24x7 ગ્રાહકોની ફરિયાદ સાંભળવી પડશે
દૂરસંચાર નિયામક ટ્રાઈ (TRAI- ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ ટેલિકોમ કંપનીઓ પર સકંજો કસવાની તૈયારી કરી લીધી છે. સ્પામ, અનવોન્ટેડ, ફ્રોડ કોલ અને મોબાઇલ સેવાઓની ગુણવત્તા સંબંધિત ફરિયાદો હવે તેમને 24x7 સાંભળવી પડશે. ફરિયાદોનો નિકાલ કરવામાં 15 દિવસથી વધુ વિલંબ થશે, તો કંપનીઓ પર મહત્તમ 50 લાખ રૂપિયા સુધીનો દંડ લાગશે. આ બાબતો ટેલિકોમ ગ્રાહક ફરિયાદ નિવારણ (ચોથા સુધારા) વિનિયમ-2026ના ડ્રાફ્ટનો ભાગ છે. ટ્રાઈએ તેને જાહેર ચર્ચા માટે રજૂ કર્યો છે. તે મુજબ, રેકોર્ડેડ ઓટોમેટેડ રિપ્લાયથી કામ નહીં ચાલે. ગ્રાહકની માંગ મુજબ મહિલા/પુરુષ ટેલિકોલર સાથે કનેક્ટ કરવું જરૂરી રહેશે. દરેક પ્રકારના પ્રમોશનલ કોલ પર ગ્રાહકને કોલબેકની સુવિધા આપવી પડશે. ગ્રાહકો દ્વારા નોંધાયેલી ફરિયાદ પર થઈ રહેલી કાર્યવાહીના અપડેટ SMS, ઈમેલ અને એપ પર સતત આપવા પડશે. ખોટા નિકાલ પર પણ દંડ લાગશે 1. ખોટી રીતે ફરિયાદ બંધ કરવા પર કંપનીનું શું થશે? કંપનીએ પ્રતિ ફરિયાદ ₹1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 2. અપીલના ખોટા નિકાલ પર કેટલો દંડ લાદવામાં આવશે? દરેક બેદરકારી પર ₹5,000 પ્રતિ અપીલનો દંડ લાગશે. 3. એક ક્વાર્ટરમાં મહત્તમ કેટલો દંડ લાગી શકે છે? કુલ દંડની ઉપલી મર્યાદા ₹50 લાખ નક્કી કરવામાં આવી છે. 4. ત્રિમાસિક રિપોર્ટ જમા કરવામાં વિલંબ કરવા પર શું નિયમ છે? પહેલા 15 દિવસના વિલંબ પર ₹5,000 પ્રતિ દિવસ, ત્યારબાદ ₹20,000/દિવસ લાગશે. 5. રિપોર્ટિંગમાં વિલંબ પર શું? પ્રતિ કેસ મહત્તમ ₹10 લાખ વસૂલવામાં આવી શકે છે. 6. દંડ સમયસર ન ભર્યો તો? બાકી રકમ પર કંપનીને વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. 7. આ ફેરફારોથી શું સુધરશે? કંપનીઓની જવાબદારી વધશે અને તેઓ ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા માટે બંધાયેલા રહેશે. 8. વર્તમાન વ્યવસ્થામાં શું છે? કોઈ સ્પષ્ટ નિયમો નથી, ન તો દંડની મર્યાદા નક્કી છે.
Read Original Article →