ટાટા 'કર્વ EV'ની નવી X સિરીઝ લોન્ચ:ભારતની પહેલી કૂપે SUV ફુલ ચાર્જ પર 502km દોડશે, કિંમત ₹16.99 લાખથી શરૂ

Utility5/5/2026, 12:30:00 AM
ટાટા 'કર્વ EV'ની નવી X સિરીઝ લોન્ચ:ભારતની પહેલી કૂપે SUV ફુલ ચાર્જ પર 502km દોડશે, કિંમત ₹16.99 લાખથી શરૂ
ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક વ્હીકલ યુનિટ ટાટા.ઇવીએ દેશની પહેલી કૂપે SUV 'કર્વ EV'ની નવી સિરીઝ X લોન્ચ કરી છે. તેની શરૂઆતની કિંમત 16.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, મુંબઈ) રાખવામાં આવી છે. કાર ફુલ ચાર્જ પર 502 કિલોમીટર ચાલે છે. કર્વ EV સિરીઝ Xમાં બે મુખ્ય વેરિઅન્ટ્સ- 'અકમ્પ્લિશ્ડ X 55' અને 'એમ્પાવાર્ડ X 55' મળશે. ટાટાએ તેમાં નવો 'નાઇટ્રો ક્રિમસન' કલર પણ ઉમેર્યો છે. આ ઉપરાંત, તે આઇકોનિક ડાર્ક એડિશનમાં પણ ઉપલબ્ધ હશે. કંપની આના પર લાઇફટાઇમ હાઇ વોલ્ટેજ બેટરી વોરંટી પણ આપી રહી છે. પર્ફોર્મન્સ: એકવાર ચાર્જ કરવા પર 502km ચાલશે ટાટા કર્વ ઇવી સિરીઝ X ને 55kWh બેટરી પેક સાથે લોન્ચ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તે એકવાર ફુલ ચાર્જ થવા પર ARAI સર્ટિફાઇડ 502km ની રેન્જ આપશે. જ્યારે રિયલ વર્લ્ડ ડ્રાઇવિંગ કન્ડિશન્સ (C75) માં તેની રેન્જ લગભગ 400km રહેશે. અકમ્પ્લિશ્ડ X 55: પેનોરેમિક સનરૂફ અને 360-ડિગ્રી કેમેરા આ વેરિઅન્ટ એવા ગ્રાહકો માટે છે, જેઓ આધુનિક ટેકનોલોજી અને આરામ ઇચ્છે છે. તેમાં ખોલી શકાય તેવું પેનોરેમિક સનરૂફ, 26.03 સેમીનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. સુરક્ષા માટે, તેમાં બ્લાઇન્ડ-સ્પોટ મોનિટર સાથે 360-ડિગ્રી સરાઉન્ડ વ્યૂ કેમેરા સિસ્ટમ મળે છે. તેમાં ભારતની પ્રથમ R-Comfort® સીટો આપવામાં આવી છે, જે પેસિવ વેન્ટિલેશન અને પ્રીમિયમ લેધરેટ અપહોલ્સ્ટરી સાથે આવે છે. એમ્પાવાર્ડ X55: લેવલ-2 ADAS અને 9-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ આ આ લાઇનઅપનું સૌથી લક્ઝરી વેરિઅન્ટ છે. તેમાં અકમ્પ્લિશ્ડ X ના તમામ ફીચર્સ સાથે ઘણા પ્રીમિયમ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. તેમાં 31.24cm ની મોટી સિનેમેટિક ટચસ્ક્રીન, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટો અને 6-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ મળે છે. સુરક્ષા માટે તેમાં 20 ફીચર્સવાળું લેવલ-2 ADAS આપવામાં આવ્યું છે. અન્ય ફીચર્સમાં જેસ્ચર કંટ્રોલ્ડ પાવર્ડ ટેલગેટ, R18 એલોય વ્હીલ્સ અને V2V/V2L (વ્હીકલ ટુ વ્હીકલ/લોડ) ચાર્જિંગની સુવિધા સામેલ છે. એક્સટીરિયર: ફ્લશ-ટાઈપ ડોર હેન્ડલવાળી ટાટાની પહેલી કાર ટાટા કર્વ EVની ઓવરઓલ ડિઝાઇન કંપનીની નેક્સન EV અને પંચ EVથી ઇન્સ્પાયર્ડ છે. તેના ફ્રન્ટમાં કનેક્ટેડ LED DRL અને બમ્પર પર ઓલ LED હેડલાઇટ સેટઅપ આપવામાં આવ્યું છે. હેડલાઇટ સેટઅપની વચ્ચે એક ક્લોઝ પેનલ છે, જ્યાં ચાર્જિંગ ફ્લૅપ લાગેલો છે. બાજુમાં 18 ઇંચના એરોડાયનેમિક સ્ટાઇલ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. કર્વ ટાટાની પહેલી કાર છે, જેમાં ફ્લશ-ટાઇપ ડોર હેન્ડલ્સ મળે છે. જ્યારે, વ્હીલ આર્ચ સ્ક્વિરિશ આકારના છે અને ઉપર એક SUV-કૂપે સ્ટાઇલ સ્લોપિંગ રૂફલાઇન આપવામાં આવી છે. પાછળના ભાગમાં કનેક્ટેડ LED ટેલ લાઇટ સેટઅપ, સ્કિડ પ્લેટ સાથે જાડા બ્લેક બમ્પર, ટ્રાઇએંગ્યુલર રિફ્લેક્ટર અને રિવર્સ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 190mm અને વોટર વેડિંગ કેપેસિટી 450mm છે. તેનું બૂટ સ્પેસ 500 લિટર છે અને આગળ બોનેટમાં 11.6 લિટરનો ફ્રંક સ્પેસ પણ આપવામાં આવ્યો છે. સેફ્ટી ફીચર્સ: 6 એરબેગ્સ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટર સાથે 360 ડિગ્રી કેમેરા મુસાફરોની સુરક્ષા માટે કારમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટર, ઓલ-વ્હીલ ડિસ્ક બ્રેક, હિલ હોલ્ડ આસિસ્ટ, ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને બ્લાઇન્ડ વ્યૂ મોનિટર સાથે 360 ડિગ્રી કેમેરા જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. નેવિગેશન અને બ્લાઇન્ડ સ્પોટ મોનિટર ડ્રાઇવર સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. ટાટા કર્વ ઇલેક્ટ્રિક કારમાં લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) પણ આપવામાં આવી છે, જેના હેઠળ એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ, હાઇ બીમ આસિસ્ટ અને ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ જેવા ફંક્શન મળે છે. ભીડમાં લોકોને એલર્ટ કરવા માટે 'એકોસ્ટિક સાઉન્ડ સિસ્ટમ' ટાટા મોટરે કર્વ EVમાં ઇકોસ્ટિક સાઉન્ડ સિસ્ટમ આપી છે, જેનાથી કારની સ્પીડ 20 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી થવા પર સાઉન્ડ બહાર સંભળાશે. આ ફીચર ભીડભાડવાળા વિસ્તારમાં પગપાળા ચાલતા લોકોને એલર્ટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
Read Original Article →