ટાટા અલ્ટ્રોઝ iCNG AMT લોન્ચ:CNG સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી ભારતની પહેલી પ્રીમિયમ હેચબેક; કિંમત ₹8.70 લાખથી શરૂ

Utility5/13/2026, 12:45:27 PM
ટાટા અલ્ટ્રોઝ iCNG AMT લોન્ચ:CNG સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી ભારતની પહેલી પ્રીમિયમ હેચબેક; કિંમત ₹8.70 લાખથી શરૂ
ટાટા મોટર્સે 12 મેના રોજ તેની પ્રીમિયમ હેચબેક 'અલ્ટ્રોઝ'ના CNG મોડેલને AMT (ઓટોમેટિક ટ્રાન્સમિશન) ગિયરબોક્સ સાથે ભારતમાં લોન્ચ કર્યું છે. આ સાથે, 'ટાટા અલ્ટ્રોઝ iCNG' ભારતમાં CNG સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી પ્રથમ પ્રીમિયમ હેચબેક બની ગઈ છે. ટાટાએ તેને 5 વેરિઅન્ટ્સ- પ્યોર, પ્યોર S, ક્રિએટિવ, ક્રિએટિવ S અને અકમ્પ્લિશ્ડ S માં રજૂ કર્યું છે. તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 8.70 લાખ રૂપિયા છે, જે ટોપ મોડેલમાં ₹10.77 લાખ સુધી જાય છે. વેરિઅન્ટના આધારે AMT મોડેલ્સ મેન્યુઅલથી ₹55,000 થી ₹60,000 સુધી મોંઘા છે. 'મારુતિ બલેનો' અને 'ટોયોટા ગ્લાન્ઝા' સાથે મુકાબલો 'અલ્ટ્રોઝ'નો સીધો મુકાબલો 'મારુતિ બલેનો', 'ટોયોટા ગ્લાન્ઝા' અને 'હ્યુન્ડાઈ i20' સાથે છે. 'બલેનો' અને 'ગ્લાન્ઝા'માં પણ CNGનો વિકલ્પ મળે છે, પરંતુ તેમાં ફક્ત મેન્યુઅલ ગિયરબોક્સ જ આવે છે. આવી સ્થિતિમાં, અલ્ટ્રોઝ એવા ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરશે, જેઓ લક્ઝરી સાથે ઓટોમેટિક CNG કાર શોધી રહ્યા છે. અલ્ટ્રોઝ ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ સાથે આવે છે. એક્સટીરિયર: ટ્વીન પોડ પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ અને ફ્લશ ડોર હેન્ડલ્સ અલ્ટ્રોઝની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપનીએ તેના તે જ આઇકોનિક 'એરો-ડાયનેમિક' લુકને જાળવી રાખ્યો છે ઇન્ટિરિયર: બેજ કલર થીમ સાથે 10.25-ઇંચના બે ડિસ્પ્લે ટાટા અલ્ટ્રોઝ 2026માં ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ અને બેજ કલરની નવી પ્રીમિયમ અપહોલ્સ્ટરી આપવામાં આવી છે. કેબિનમાં હવે નેક્સોન જેવું 'ટુ-સ્પોક ઇલ્યુમિનેટેડ સ્ટીયરિંગ વ્હીલ' અને ટચ-બેઝ્ડ AC કંટ્રોલ પેનલ મળે છે. ઓટોમેટિક વેરિઅન્ટમાં અપડેટેડ ગિયર લિવર અને ડેશબોર્ડ પર ગ્લોસ બ્લેક ફિનિશ સાથે એમ્બિયન્ટ લાઇટિંગ આપવામાં આવી છે. કારમાં સેગમેન્ટ ફર્સ્ટ 10.25-ઇંચનું ફુલ્લી ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેમાં મેપ્સ અને કસ્ટમાઇઝેશનના વિકલ્પો મળે છે. સેન્ટરમાં પણ 10.25-ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હાજર છે. આ ઉપરાંત વોઇસ કમાન્ડ સનરૂફ, ઓટો AC, ક્રુઝ કંટ્રોલ, એર પ્યુરિફાયર, 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને કનેક્ટેડ કાર ટેકનોલોજી જેવા ફીચર્સ પણ સામેલ છે. પર્ફોર્મન્સ: પેટ્રોલ એન્જિન સાથે CNGનો પણ વિકલ્પ મળશે અપડેટેડ મોડેલમાં મિકેનિકલી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટાટા અલ્ટ્રોઝ આ સેગમેન્ટની પહેલાની જેમ એકમાત્ર હેચબેક છે, જે 3 એન્જિન વિકલ્પો- પેટ્રોલ, ટર્બો પેટ્રોલ અને ડીઝલ ઓફર કરે છે. આ ઉપરાંત, પેટ્રોલ એન્જિન સાથે CNG નો વિકલ્પ પણ મળે છે. 1.2-લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 88hp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. ગિયરબોક્સ માટે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6-સ્પીડ DCA (ઓટોમેટિક) નો વિકલ્પ મળે છે. આ એન્જિન રોજિંદા ડ્રાઇવિંગ માટે સારું છે, પરંતુ ટર્બોની સરખામણીમાં ઓછું પાવરફુલ છે. આની સાથે કાર 19.05-19.33 kmplની માઇલેજ (ARAI સર્ટિફાઇડ) આપે છે. DCA ગિયરબોક્સ, સામાન્ય રીતે પ્રીમિયમ કારોમાં જોવા મળે છે, આ સેગમેન્ટમાં AMT અથવા CVT ની સરખામણીમાં વધુ રિફાઇન્ડ અનુભવ ઓફર કરે છે. 1.2-લિટરનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન CNGમાં 73.5hp પાવર અને 103Nm ટોર્ક જનરેટ કરે છે. ગિયરબોક્સ માટે તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે હવે ઓટોમેટિક ગિયરબોક્સ પણ મળશે. આ સાથે કાર 26.2 km/kgની માઇલેજ (ARAI સર્ટિફાઇડ) આપે છે. CNG વેરિઅન્ટ સસ્તી રનિંગ કોસ્ટ માટે છે, પરંતુ પાવર થોડો ઓછો થઈ જાય છે. અલ્ટ્રોઝમાં 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ મળે છે, જે 110hp પાવર અને 170Nm ટોર્ક જનરેટ કરે છે. ગિયરબોક્સ માટે તેમાં ફક્ત 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. આ સાથે કાર 18.5kmplની માઇલેજ (ARAI સર્ટિફાઇડ) આપે છે. આ સ્પોર્ટી ડ્રાઇવિંગ માટે વધુ સારું છે, ખાસ કરીને હાઇવે પર સારી પાવર આપે છે. અલ્ટ્રોઝમાં ચોથો અને છેલ્લો પાવરટ્રેન વિકલ્પ 1.5-લિટર ડીઝલ એન્જિનનો મળે છે, જે 90hp પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. ગિયરબોક્સ માટે તેમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. આની સાથે કાર 23.64 - 25.11kmplની માઇલેજ (ARAI સર્ટિફાઇડ) આપે છે. ડીઝલ એન્જિન ઓછા rpm પર હાઈ ટોર્ક આપે છે, જે લાંબા અંતરની ડ્રાઇવિંગ અને માઇલેજ માટે સારો વિકલ્પ છે. સેફ્ટી ફીચર્સ: 6 એરબેગ્સ સાથે 360-ડિગ્રી કેમેરા ટાટા અલ્ટ્રોઝ ભારતની સૌથી સુરક્ષિત હેચબેક છે, જેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. આ આ સેગમેન્ટમાં એકમાત્ર હેચબેક છે, જે આ રેટિંગ હાંસલ કરવામાં સફળ રહી છે. તેની મજબૂત બિલ્ડ ક્વોલિટી અને સેફ્ટી ફીચર્સ તેને અલગ બનાવે છે. સેફ્ટી ફીચર્સમાં સામેલ છે: CNG વેરિઅન્ટમાં ટાંકીની સુરક્ષા માટે વધારાના ફીચર્સ પણ મળે છે, જે આ સેગમેન્ટમાં દુર્લભ છે. ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક (DCA) ગિયરબોક્સમાં પણ સેફ્ટી ફીચર્સ સામેલ છે, જેમ કે ડ્રાઇવ મોડમાં ભૂલથી દરવાજો ખોલવા પર ગાડીનું આગળ ન વધવું, જે નવા ડ્રાઇવર્સ માટે ખાસ કરીને ઉપયોગી છે.
Read Original Article →