સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 2026 મોડેલ લોન્ચ:ખિસ્સામાં ચાવી રાખીને સ્કૂટર ચલાવી શકાશે, હાઈ-ટેક ફીચર્સથી સજ્જ ટુવ્હીલરની કિંમત ₹1.02 લાખથી શરૂ

Utility4/4/2026, 10:03:12 AM
સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 2026 મોડેલ લોન્ચ:ખિસ્સામાં ચાવી રાખીને સ્કૂટર ચલાવી શકાશે, હાઈ-ટેક ફીચર્સથી સજ્જ ટુવ્હીલરની કિંમત ₹1.02 લાખથી શરૂ
સુઝુકીએ તેના લોકપ્રિય મેક્સી-સ્કૂટર 'બર્ગમેન સ્ટ્રીટ'નું 2026 મોડેલ લોન્ચ કર્યું છે. કંપનીએ તેને નવા પ્લેટફોર્મ, એડવાન્સ ફીચર્સ અને ડિઝાઇનમાં ફેરફાર સાથે રજૂ કર્યું છે. TFT વેરિઅન્ટમાં ડ્યુઅલ-ટોન કલર્સ મળશે, જ્યારે LCD વેરિઅન્ટ સિંગલ-ટોન કલરમાં આવશે. દિલ્હીમાં તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 1.02 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જે ટોપ-સ્પેક વેરિઅન્ટ માટે 1.13 લાખ રૂપિયા સુધી જાય છે. નવા મોડેલમાં કંપનીએ 'એક્સેસ 125' વાળા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે, જેનાથી તે પહેલા કરતાં વધુ મજબૂત અને હલકું બન્યું છે. બર્ગમેન સ્ટ્રીટ 2026ઃ વેરિઅન્ટ વાઇસ કિંમત LED હેડલાઇટ અને એક્ઝોસ્ટમાં ફેરફાર કંપનીએ LED હેડલાઇટ અને ટેલ-લેમ્પ સેટઅપને રિવાઇઝ કર્યું છે. આનાથી તેને એક નવો અને સ્પોર્ટી લુક મળ્યો છે. આ ઉપરાંત, હવે તેમાં પહેલાં કરતાં વધુ એંગ્યુલર અને બોક્સી એક્ઝોસ્ટ મફલર આપવામાં આવ્યું છે. સુવિધા માટે કંપનીએ પેટ્રોલ ભરાવવાની જગ્યાને હવે ટેલ-લેમ્પની નીચે શિફ્ટ કરી દીધી છે, જેનાથી રાઇડરને વારંવાર સીટ ખોલવાની જરૂર નહીં પડે. કી-લેસ ઇગ્નિશન અને ડિજિટલ ડિસ્પ્લે નવા 'બર્ગમેન'માં હવે કી-લેસ ઇગ્નિશનની સુવિધા મળશે. તેમાં એક મલ્ટિફંક્શન કી-ફોબ આપવામાં આવ્યું છે, જેનાથી સીટ, ફ્યુઅલ કેપ અને હેન્ડલ લોકને ઓપરેટ કરી શકાય છે. સ્કૂટરમાં સ્મોક્ડ વિન્ડસ્ક્રીન અને મેટાલિક ફિનિશવાળા એમ્બ્લેમ્સ આપવામાં આવ્યા છે, જે તેને રસ્તા પર અલગ ઓળખ આપે છે. તેના ટર્ન ઇન્ડિકેટર્સને પણ હવે પહેલા કરતાં કોમ્પેક્ટ બનાવવામાં આવ્યા છે. 124cc એન્જિન અને વધુ સારું પિકઅપ સ્કૂટરમાં 124ccનું એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8.4hpની પાવર અને 10.2Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેને CVT ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, નવા સ્ટાર્ટર ક્લચને કારણે હવે તે સ્ટાર્ટ થતી વખતે ઓછો અવાજ કરશે. સાથે જ, તેની 30-60 કિમી પ્રતિ કલાકની ઝડપ (એક્સિલરેશન)ને પહેલાં કરતાં વધુ સારી બનાવવામાં આવી છે. તેમાં ઇલેક્ટ્રિક અને કિક સ્ટાર્ટ બંનેનો વિકલ્પ મળતો રહેશે. પહેલાં કરતાં 500 ગ્રામ હળવી થઇ ફ્રેમ નવી 'બર્ગમેન સ્ટ્રીટ' હવે 'સુઝુકી એક્સેસ 125' સાથે તેનું પ્લેટફોર્મ શેર કરે છે. નવી ફ્રેમ જૂની ફ્રેમ કરતાં 500 ગ્રામ હળવી છે, પરંતુ તેની મજબૂતી 25% સુધી વધી ગઈ છે. ડિકીની ક્ષમતા 24.6 લિટર થઈ વ્યવહારિકતાના મામલે પણ 'બર્ગમેન' હવે વધુ સારું બન્યું છે. તેનું અંડર-સીટ સ્ટોરેજ 21.5 લિટરથી વધારીને 24.6 લિટર કરવામાં આવી છે. નોલેજ પાર્ટ: કી-ફોબ અને TFT ડિસ્પ્લે શું હોય છે?
Read Original Article →