હવે AI ચશ્મા રીઅલ ટાઇમ ટ્રાન્સલેશન કરશે!:કોરિયન થિયેટરમાં ટેકનોલોજીનો નવતર પ્રયોગ; ચાલુ પરફોર્મન્સમાં સ્માર્ટ ગ્લાસીસ ડાયલોગનો અનુવાદ કરી દેશે
કોરિયન પૉપ કલ્ચરની લોકપ્રિયતા હવે માત્ર સંગીત અને ફિલ્મો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ કોરિયન થિયેટર પણ ઝડપથી વૈશ્વિક પ્રેક્ષકોને આકર્ષી રહ્યું છે. તાઇવાનના 22 વર્ષીય યુરોય વાંગ કોરિયન થિયેટરના પ્રશંસક છે, પરંતુ તેમને કોરિયન ભાષા આવડતી નથી. પરંતુ AI-સંચાલિત સ્માર્ટ ચશ્માને કારણે હવે વાંગ કોઈપણ મુશ્કેલી વિના નાટકનો આનંદ માણી શકે છે. આ AI-સંચાલિત સ્માર્ટ ચશ્મા થિયેટરમાં ચાલી રહેલા લાઇવ પ્રદર્શન દરમિયાન રીઅલ-ટાઇમમાં સંવાદોનો અનુવાદ કરી દે છે. આ ચશ્મા એક સ્માર્ટફોન એપ સાથે જોડાયેલા હોય છે, જેમાં દર્શકો પોતાની પસંદગીની ભાષા પસંદ કરી શકે છે. જેવો કલાકાર મંચ પર સંવાદ બોલે છે, AI સિસ્ટમ તેમને તરત જ અનુવાદિત કરીને ચશ્માના લેન્સ પર દર્શાવે છે. સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે સાઉથ કોરિયામાં સરકાર પર્યટન મંત્રાલયની મદદથી આવા પ્રયોગોને પ્રોત્સાહન આપી રહી છે. કોરિયા ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનના ‘સ્માર્ટ થિયેટર’ કાર્યક્રમ હેઠળ ઘણા શોમાં આ ચશ્માનો ઉપયોગ થઈ રહ્યો છે. ટેકનોલોજી પરફેક્ટ નથી જોકે, ટેકનોલોજી હજુ સંપૂર્ણપણે પરફેક્ટ નથી. ક્યારેક ક્યારેક અનુવાદમાં વિલંબ અથવા ભૂલો પણ જોવા મળે છે, તેમ છતાં તેને થિયેટર ઇન્ડસ્ટ્રી માટે ગેમચેન્જર માનવામાં આવી રહ્યું છે. કંપનીઓ હવે હળવા અને વધુ સચોટ મોડેલ પર કામ કરી રહી છે.
Read Original Article →