ધોમધખતા તાપમાં સ્માર્ટફોન પર ખતરો!:ઓવરહીટિંગથી બેટરી, ડિસ્પ્લે અને પ્રોસેસર બગડવાનું જોખમ, ફોનનું આયુષ્ય વધારવા આ ટિપ્સ અપનાવો

Utility6/1/2026, 8:11:45 AM
ધોમધખતા તાપમાં સ્માર્ટફોન પર ખતરો!:ઓવરહીટિંગથી બેટરી, ડિસ્પ્લે અને પ્રોસેસર બગડવાનું જોખમ, ફોનનું આયુષ્ય વધારવા આ ટિપ્સ અપનાવો
દેશના ઘણા શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તેવામાં સ્માર્ટફોન્સ પણ જરૂરિયાત કરતાં વધુ ગરમ થઈ રહ્યા છે, અધવચ્ચે ચાર્જિંગ અટકી રહ્યું છે, કેમેરા બંધ થઈ રહ્યો છે અને બેટરી ઝડપથી ઊતરી રહી છે. સતત ઓવરહિટિંગ માત્ર બેટરીને જ નહીં, પરંતુ પ્રોસેસર, કેમેરા સેન્સર, ડિસ્પ્લે અને આખા ફોનના પરફોર્મન્સને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી કંપનીઓ ચેતવણી આપે છે કે, 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં સ્માર્ટફોન પર કાયમી અસર પણ પડી શકે છે. આવા સમયે, ચાલો જાણીએ કે ફોનને ઓવરહિટિંગથી કેવી રીતે બચાવવો? થર્મલ થ્રોટલિંગ: ગરમીમાં ફોન પોતાને આ રીતે સુરક્ષિત કરે છે જો ફોન સતત ગરમ રહે, તો બેટરી હેલ્થ ઝડપથી ઘટે છે, ચાર્જિંગ ધીમું થઈ જાય છે, પ્રોસેસર સ્પીડ ઘટાડી દે છે અને ફોન ધીમો લાગવા માંડે છે. આને ‘થર્મલ થ્રોટલિંગ’ કહેવાય છે. એટલે કે, ફોન પોતાને બચાવવા માટે પરફોર્મન્સ ઓછું કરી દે છે. ગરમ ફોનને તરત ચાર્જ કરવો એ મોટી ભૂલ ઘણા લોકો તડકામાંથી આવ્યા પછી તરત જ ફોનને ચાર્જિંગ પર મૂકી દે છે. આ ખોટું છે. જો ફોન પહેલેથી જ ગરમ હોય અને તે જ સમયે ચાર્જમાં મૂકવામાં આવે, તો બેટરી પર વધારાનું થર્મલ દબાણ આવે છે કારણ કે, ચાર્જિંગ પોતે પણ ગરમી ઉત્પન્ન કરે છે. આનાથી ફોન વધુ ગરમ થઈ શકે છે, ચાર્જિંગ આપમેળે બંધ થઈ શકે છે. ગરમ કારમાં ફોન છોડવાનું ટાળો, તેનાથી પણ જોખમ કારની અંદરનું તાપમાન બહારની સરખામણીમાં ઘણા ડિગ્રી વધારે હોઈ શકે છે. જો ફોનને કારમાં છોડી દેવામાં આવે, તો બેટરી અને ડિસ્પ્લે બંનેને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં બેટરી ફૂલી શકે છે, સ્ક્રીન પર ડાઘ અથવા લાઈનો આવી શકે છે, કેમેરા સેન્સર પ્રભાવિત થઈ શકે છે અને ફોન અચાનક બંધ થઈ શકે છે. ફોન ગરમ થાય તો શું કરવું? આ સેટિંગ્સ પણ ઉપયોગી ફક્ત બેટરી જ નહીં, આખો ફોન પ્રભાવિત થાય છે ફોનમાં સતત ઓવરહિટિંગથી પ્રોસેસરની ક્ષમતા ઘટી શકે છે. ડિસ્પ્લેને નુકસાન પહોંચાડી શકે છે. કેમેરા સેન્સર ખરાબ કરી શકે છે અને લાંબા ગાળે ફોનની લાઇફસ્પાન ઘટાડી શકે છે.
Read Original Article →