સ્માર્ટફોન કંપનીઓમાં હવે કેમેરાની નવી રેસ:ઓપ્પો, વીવો, શાઓમી લાવ્યા DSLR જેવા એક્સટર્નલ લેન્સ; સેમસંગ-એપલનું AI પર ફોકસ
સ્માર્ટફોન કેમેરા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો સુધર્યો છે. આજે આઇફોન, ગૂગલ પિક્સેલ કે સેમસંગ ગેલેક્સી… બધા ફોન સામાન્ય યુઝર માટે શાનદાર ફોટો ક્વોલિટી આપે છે. ખાસ વાત એ છે કે, આ સુધારો હવે મિડ-રેન્જ ડિવાઇસ સુધી પહોંચી ગયો છે. આ જ કારણ છે કે, સ્માર્ટફોન કંપનીઓ હવે નવા પ્રયોગો કરી રહી છે. આ રેસમાં વીવો, શાઓમી અને ઓપ્પો એક નવો રસ્તો અપનાવી રહી છે, તેઓ હવે પ્રીમિયમ સ્માર્ટફોનમાં એક્સટર્નલ લેન્સ જોડી રહી છે. શાઓમી- ફોનની અંદર મૂવિંગ કેમેરા શાઓમીના '17 અલ્ટ્રા'માં એવી કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે, જે અંદર જ મૂવ કરે છે, એટલે કે ફોટો લેતી વખતે વધુ કંટ્રોલ મળે છે. તેમાં 67mm માઉન્ટ છે, એટલે કે કન્વર્ટર લગાવીને અલગ કેમેરા લેન્સનો ઉપયોગ કરી શકાય છે. ફોનની કિંમત ભારતમાં 1.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ફોટોગ્રાફી કિટની કિંમત 20 હજાર રૂપિયા છે. ઓપ્પો- કેમેરા જેવો કંટ્રોલ ઓપ્પોના 'ફાઇન્ડ X9 પ્રો'માં 200 મેગાપિક્સલ ટેલિફોટો કેમેરા મળે છે, જ્યારે 'ફાઇન્ડ X9 અલ્ટ્રા'માં બે 200 MP કેમેરા આપવામાં આવ્યા છે. એક્સટર્નલ લેન્સ લગાવવા પર ઝૂમ અને ફોકસ માટે અલગ રિંગ મળે છે. ઓપ્પોએ કેમેરા બ્રાન્ડ હેસલબ્લેડ સાથે પાર્ટનરશિપ કરી છે, જેનાથી ક્વોલિટી વધુ સારી મળે છે. કિંમત 1.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. વીવો- ફોનમાં 105x સુધીનું ડિજિટલ ઝૂમ 'વીવો X300' અલ્ટ્રામાં બે 200MP કેમેરા છે. એક પ્રાઇમરી અને બીજો ટેલિફોટો (ઝૂમ) કેમેરા, જેમાં 105x સુધીનું ડિજિટલ ઝૂમ છે. તેમાં એક્સટર્નલ લેન્સ પણ લગાવી શકાય છે, જેનાથી ઝૂમ ક્ષમતા 20x વધુ વધી જાય છે. આ લેન્સ જર્મન કંપની ZEISS સાથે મળીને બનાવવામાં આવ્યો છે. એક્સટર્નલ લેન્સ કેવી રીતે કામ કરે છે? આ એક્સટર્નલ લેન્સ સીધા ફોનના ટેલિફોટો કેમેરા ઉપર લગાવવામાં આવે છે અને ટેલિસ્કોપ જેવું કામ કરે છે. ફોનનું જે બેઝ ઝૂમ હોય છે, તેને આ અનેક ગણું વધારી દે છે. સામાન્ય રીતે તેનાથી ઓપ્ટિકલ ઝૂમ 10x થી 20x સુધી પહોંચી શકે છે. કિટમાં આપેલા બટનથી યુઝર ફોટો ક્લિક કરી શકે છે, ઝૂમ કંટ્રોલ કરી શકે છે, મેન્યુઅલ ફોકસ જેવી સેટિંગ્સ પણ એડજસ્ટ કરી શકે છે. એપલ-સેમસંગ અને ગૂગલ AI પર ભાર આપી રહ્યા છે સેમસંગ- 'S23 અલ્ટ્રા' પછી મોટું હાર્ડવેર અપડેટ આપ્યું નથી. આઇફોન- 'આઇફોન 14 પ્રો' પછી કેમેરામાં મોટો બદલાવ થયો નથી. '15 પ્રો' અને '16 પ્રો'માં પણ મુખ્ય સેન્સર 48MP જ છે. પિક્સેલ- આજે પણ પોતાના ફોનમાં 50MPનો સેન્સર આપી રહ્યુ છે, જે 'પિક્સેલ 6'માં પણ આપવામાં આવ્યું હતું. ગૂગલ સોફ્ટવેર અને કેમેરાના AI ફીચર્સમાં અપડેટ આપી રહ્યુ છે.
Read Original Article →