સ્માર્ટફોનમાં મોટી બેટરીનો ટ્રેન્ડ:ફોનનું કદ વધાર્યા વિના મળશે 9,000mAh સુધીની સુપર પાવરફુલ સિલિકોન-કાર્બન બેટરી

Utility4/17/2026, 12:30:00 AM
સ્માર્ટફોનમાં મોટી બેટરીનો ટ્રેન્ડ:ફોનનું કદ વધાર્યા વિના મળશે 9,000mAh સુધીની સુપર પાવરફુલ સિલિકોન-કાર્બન બેટરી
સ્માર્ટફોન યુઝર્સ માટે બેટરી હંમેશા સૌથી મોટી ચિંતા રહી છે. રોજ ચાર્જ કરવું એક ટેવ બની ગઈ છે. પરંતુ હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. કંપનીઓ એક નવી બેટરી ટેકનોલોજી પર કામ કરી રહી છે, જે ફોનનું કદ વધાર્યા વિના વધુ બેટરી આપવાનું વચન આપે છે. આ ટેકનોલોજીને સિલિકોન-કાર્બન બેટરી કહેવામાં આવે છે. આ નવા સ્માર્ટફોન્સમાં આવી રહી છે. તાજેતરમાં 'વનપ્લસ નોર્ડ-6'માં પહેલીવાર 9 હજાર mAH બેટરી આપવામાં આવી છે. સેમસંગે પણ પુષ્ટિ કરી છે કે, તેના આવનારા સ્માર્ટફોનમાં સિલિકોન બેટરી લાવવાની યોજના છે. કેવી રીતે અલગ છે આ બેટરી? લિથિયમ-આયન બેટરીમાં ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે, જ્યાં લિથિયમ આયન ફરે છે અને વીજળી ઉત્પન્ન થાય છે. સિલિકોન-કાર્બન બેટરીમાં ગ્રેફાઇટની જગ્યાએ સિલિકોનનો ઉપયોગ થાય છે. સિલિકોન ગ્રેફાઇટની સરખામણીમાં અનેક ગણા વધુ લિથિયમ આયન સ્ટોર કરી શકે છે. તેને સરળ ભાષામાં સમજીએ તો, જેમ એક રૂમમાં વધુ લોકોને જગ્યા મળી જાય, તેમ જ આ બેટરીમાં વધુ ઊર્જા સ્ટોર થઈ શકે છે. યુઝર્સને આ ત્રણ ફાયદા - આ ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે, ફોનનું કદ વધાર્યા વિના બેટરી ક્ષમતા વધારી શકાય છે. એટલે કે, જ્યાં પહેલાં 5,000mAhની બેટરી મળતી હતી, હવે તે જ કદમાં 6,500mAh કે તેથી વધુ બેટરી આપવામાં આવી રહી છે. - નવી ટેકનિકથી કંપનીઓ પાસે વિકલ્પ છે. તેઓ બે રીત અપનાવી શકે છે: કાં તો વધુ બેટરી આપીને ફોનનો બેકઅપ વધારવો અથવા તે જ બેટરી રાખીને ફોનને વધુ પાતળો અને હલકો બનાવવો. - આ બેટરીઓ અલગ-અલગ હવામાનમાં પણ વધુ સારું કામ કરે છે. ઠંડી કે વધુ ગરમીમાં પણ તેમની પરફોર્મન્સ વધુ સ્થિર રહે છે. ફોન ગરમ થવા પર ચાર્જિંગ સ્પીડ પર ઓછી અસર પડે છે. વનપ્લસ-ઓપોએ અપનાવ્યું એપલ-ગૂગલમાં ક્યારે આવશે? કેટલાક રિપોર્ટ અનુસાર એપલ-સેમસંગ બંને આ ટેકનિક પર કામ કરી રહ્યા છે. સેમસંગે કાર્બન સિલિકોન બેટરીનું ટેસ્ટિંગ પણ કર્યું છે. જ્યારે, એપલ હજુ આ ટેકનિક પર કામ કરવાનું ટાળી રહ્યું છે.
Read Original Article →