હવે નેટફ્લિક્સ પર પણ રીલ્સ જોઈ શકાશે!:યુઝર્સને આકર્ષવા OTT પ્લેટફોર્મનો નવો પ્રયોગ, સ્ક્રોલ કરીને કન્ટેન્ટ શોધી શકાશે; ડિઝની પ્લસે પણ ફીચર શરૂ કર્યું
નેટફ્લિક્સ તેના પ્લેટફોર્મને ઝડપથી બદલી રહ્યુ છે. હવે કંપની માત્ર શો અને ફિલ્મો બતાવવા પૂરતી મર્યાદિત રહેવા માંગતી નથી, પરંતુ યુઝરના જોવાની આખી રીત બદલવાની તૈયારીમાં છે. આ અંતર્ગત, કંપની ટૂંક સમયમાં મોબાઇલ એપ્લિકેશનમાં ટિકટોક-રીલ્સ જેવું વર્ટિકલ વીડિઓ ફીડ ઉમેરવા જઈ રહી છે, જે આ મહિનાના અંત સુધીમાં રોલઆઉટ થઈ શકે છે. ટેકક્રંચ અનુસાર, આ પહેલા અમેરિકામાં રોલઆઉટ થશે. પછીથી તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે. વર્ટિકલ વીડિયો, જેથી નવા શો શોધવા સરળ બને નેટફ્લિક્સનું માનવું છે કે, આજના યુઝર્સ મોબાઇલ પર નાના વીડિયો જોઈને જ નવું કન્ટેન્ટ શોધે છે. નેટફ્લિક્સના પ્રોડક્ટ ચીફ યુનિસ કિમના મતે, 'લોકો પહેલા ટ્રેલર અને ક્લિપ્સ જોઈને નક્કી કરે છે કે તેમને આગળ શું જોવું છે.' રીલ્સ જેવું ફીડ- સ્ક્રોલ કરીને શોધો આગલો શો નેટફ્લિક્સનું નવું ફીડ કન્ટેન્ટ શોધવાને સરળ અને મનોરંજક બનાવવા માટે લાવવામાં આવી રહ્યુ છે. આ નવું વર્ટિકલ ફીડ યુઝર્સને નાના-નાના વીડિયો ક્લિપ્સ, ટ્રેલર અને વીડિયો પોડકાસ્ટ બતાવશે, જેનાથી યુઝર ફક્ત સ્ક્રોલ કરીને કન્ટેન્ટ જોઈ શકશે. દરેક ક્લિપ એક સેમ્પલની જેમ કામ કરશે, પસંદ આવવા પર સીધા તે જ શો કે ફિલ્મ પર જઈ શકશે. આ ફીચર ફક્ત મોબાઇલ એપ પર ઉપલબ્ધ હશે. ડિઝનીમાં પણ વર્ટિકલ વીડિયો ફીડ શરૂ કરવામાં આવી ડિઝની પ્લસે મોબાઇલ એપમાં Verts નામની વર્ટિકલ વીડિયો ફીડ શરૂ કરી છે, જેનાથી યુઝર્સ નાની-નાની વીડિયો ક્લિપ્સને સ્વાઇપ કરીને નવું કન્ટેન્ટ શોધી શકે છે. આ માર્ચ 2026માં લોન્ચ થયું છે અને તેને હાલમાં અમેરિકામાં શરૂ કરવામાં આવ્યું છે.
Read Original Article →