ચંદ્ર પર કૂદ્યા વિના ચાલી શકાશે!:નાસાના નવા સુપર સ્પેસ સૂટમાં 8 કલાકનું 'ટોયલેટ' બેકઅપ; 'આર્ટેમિસ 3' મિશન માટે લક્ઝરી બ્રાન્ડ પ્રાડા પણ જોડાઈ

Utility5/14/2026, 8:29:28 AM
ચંદ્ર પર કૂદ્યા વિના ચાલી શકાશે!:નાસાના નવા સુપર સ્પેસ સૂટમાં 8 કલાકનું 'ટોયલેટ' બેકઅપ; 'આર્ટેમિસ 3' મિશન માટે લક્ઝરી બ્રાન્ડ પ્રાડા પણ જોડાઈ
અમેરિકન સ્પેસ એજન્સી નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના 2028 સુધીમાં ફરીથી મનુષ્યોને ચંદ્ર પર મોકલવાના મિશનને આંચકો લાગી શકે છે. અમેરિકી ઓડિટ રિપોર્ટ અનુસાર, ‘એક્સિઓમ સ્પેસ’ના નવા સ્પેસ સૂટ તૈયાર થવામાં 2031 સુધીનો વિલંબ થઈ શકે છે. જોકે, નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ ઇસાકમેને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, 2028 સુધીમાં અવકાશયાત્રીઓ આ જ સૂટ્સમાં ચંદ્ર પર ઉતરશે. જાણો સ્પેસ સૂટની વિશેષતાઓ. - ઇટાલીની ફેશન કંપની ‘પ્રાડા’ પણ નાસાના નવા સ્પેસ સૂટ બનાવવાની પરિયોજનામાં જોડાઈ છે. તેણે સૂટના ફેબ્રિક અને ડિઝાઇન પર કામ કર્યું છે. નાસાના નવા XEMUની 7 ખાસ વાતો ‘આર્ટેમિસ-3’ મિશન માટે સૂટ બનાવવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? નવો સ્પેસ સૂટ એવો બનાવવાનો છે, જે ચંદ્રની સપાટી અને અવકાશની ભારહીન સ્થિતિમાં કામ કરી શકે. 2022માં નાસાએ ‘એક્સિઓમ સ્પેસ’ અને ‘કોલિન્સ એરોસ્પેસ’ને આ પ્રોજેક્ટ આપ્યો હતો, પરંતુ બાદમાં કોલિન્સ તેમાંથી અલગ થઈ ગઈ. હવે ‘એક્સિઓમ સ્પેસ’ કંપની પર આખા પ્રોજેક્ટનો ભાર છે, જેના કારણે ટેસ્ટિંગ અને ડેવલપમેન્ટમાં વિલંબ થઈ રહ્યો છે. શું છે ‘આર્ટેમિસ-3’ મિશન? 'આર્ટેમિસ 3' મિશનમાં અવકાશયાત્રીઓને પહેલીવાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવશે. ઉદ્દેશ્ય ત્યાં કાયમી બેઝ બનાવવાનો છે.
Read Original Article →