ઇન્સ્ટાગ્રામ માટે પૈસા ચૂકવવા પડશે!:'પ્લસ' વર્ઝનમાં છૂપાઈને બીજાની સ્ટોરી જોઈ શકાશે; જાણો તમામ ફીચર્સ અને સંભવિત કિંમત

Utility4/5/2026, 12:30:00 AM
ઇન્સ્ટાગ્રામ માટે પૈસા ચૂકવવા પડશે!:'પ્લસ' વર્ઝનમાં છૂપાઈને બીજાની સ્ટોરી જોઈ શકાશે; જાણો તમામ ફીચર્સ અને સંભવિત કિંમત
મેટા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નવું સબ્સ્ક્રિપ્શન મોડેલ ટેસ્ટ કરી રહી છે. તેનું નામ ‘ઇન્સ્ટાગ્રામ પ્લસ’ છે. આ મેટાની એક પેઇડ સર્વિસ હશે, જેમાં યુઝર્સને કેટલાક નવા અને એક્સક્લુઝિવ ફીચર્સ મળશે, ખાસ કરીને આ ફીચર્સ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સાથે જોડાયેલા હશે. હાલમાં આ નવી સુવિધાનું ટેસ્ટિંગ મેક્સિકો, જાપાન અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં થઈ રહ્યું છે. તેના રોલઆઉટ થવાની જલ્દી સંભાવના છે. નામ દેખાયા વગર સ્ટોરી જુઓ હવે કોઈની સ્ટોરી જોતાં સમયે તમારું નામ સામેવાળાને દેખાશે નહીં. વધુ ક્લોઝ ફ્રેન્ડ્સ લિસ્ટ અત્યાર સુધી માત્ર એક ક્લોઝ ફ્રેન્ડ્સ લિસ્ટ બનતી હતી. હવે અલગ અલગ ગ્રુપ બનાવીને અલગ ઓડિયન્સને સ્ટોરી બતાવી શકાશે. સ્ટોરી કેટલી વાર જોવામાં આવી, તે પણ દેખાશે માત્ર વ્યુ નહીં, પરંતુ કેટલી વાર કોઈએ તમારી સ્ટોરી ફરીથી જોઈ, તેનો ડેટા પણ ઇન્સ્ટાગ્રામ તમને આપશે. સ્ટોરી 24 કલાકથી વધુ ચાલશે હાલમાં સ્ટોરીનો સમય 24 કલાકનો છે. હવે સ્ટોરીની વિઝિબિલિટી વધારવાનો વિકલ્પ મળશે, જેથી તે 24 કલાકથી વધુ સમય સુધી સક્રિય રહી શકશે. સુપરલાઈક્સ અને સર્ચ ફીચર યુઝર્સ આ નવા અપડેટથી સ્ટોરી પર એનિમેટેડ સુપરલાઈક્સ મોકલી શકશે. વ્યુઅર લિસ્ટમાં લોકોને સર્ચ કરવાનો વિકલ્પ પણ મળશે. કેટલી હોઈ શકે છે કિંમત? આ ફીચર મોટાભાગે સ્નેપચેટના સ્નેપચેટ પ્લસ જેવું હોઈ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે તેની સંપૂર્ણ માહિતી કે ગ્લોબલ લોન્ચ ડેટ શેર કરી નથી. આ ફીચરની કિંમત કંઈક આ પ્રકારે હોઈ શકે છે. - મેક્સિકો- આશરે 200 રૂપિયા પ્રતિ માસ - જાપાન- આશરે 188 રૂપિયા પ્રતિ માસ - ફિલિપાઇન્સ - આશરે 100 રૂપિયા પ્રતિ માસ - ભારતમાં જ્યારે લોન્ચ થશે ત્યારે સબ્સ્ક્રિપ્શન આ જ શ્રેણીમાં રહેવાની સંભાવના છે.
Read Original Article →