મે મહિનામાં મારુતિએ વેચાણના તમામ રેકોર્ડ તોડ્યા:દેશમાં 2 લાખથી વધુ વાહનોનું વેચાણ; કિયા, મહિન્દ્રા અને ટોયોટાના વેચાણમાં પણ બમ્પર ઉછાળો

Utility6/1/2026, 2:02:17 PM
મે મહિનામાં મારુતિએ વેચાણના તમામ રેકોર્ડ તોડ્યા:દેશમાં 2 લાખથી વધુ વાહનોનું વેચાણ; કિયા, મહિન્દ્રા અને ટોયોટાના વેચાણમાં પણ બમ્પર ઉછાળો
ઓટોમોબાઈલ કંપનીઓએ આજે ​​(1 જૂન) માસિક વેચાણ રિપોર્ટ (મંથલી સેલ્સ રિપોર્ટ) જાહેર કર્યા છે. મે મહિનામાં મારુતિ સુઝુકીએ કુલ 2,42,688 લાખ વાહનો વેચ્યા, જે મે-2025માં વેચાયેલા 1,80,077 યુનિટ્સ કરતાં 34% વધુ છે. આ ભારતમાં કોઈપણ કંપની દ્વારા એક મહિનામાં સૌથી વધુ વાહનો વેચવાનો નવો રેકોર્ડ છે. કંપનીની વૃદ્ધિમાં ભારતીય બજાર (ઘરેલું વેચાણ) તેમજ વિદેશમાં થતી નિકાસનો પણ મોટો ફાળો રહ્યો છે. જ્યારે, હ્યુન્ડાઈએ મે મહિનામાં સમગ્ર ભારતમાં 9% વૃદ્ધિ સાથે 47,837 અને મહિન્દ્રાએ 11% વૃદ્ધિ સાથે 58,021 કાર વધુ વેચી. ચાલો જાણીએ કે ગયા મહિને દેશભરમાં કઈ કંપનીના કેટલા વાહનો વેચાયા… મારુતિએ બે મહિનામાં 4.82 લાખથી વધુ વાહનો વેચ્યા મારુતિ સુઝુકીના રેકોર્ડ વેચાણનું મુખ્ય કારણ ભારતમાં 'બ્રેઝા', 'અર્ટિગા' અને 'ગ્રાન્ડ વિટારા' જેવી SUV કારની માંગમાં 44%નો ઉછાળો અને વિદેશમાં થતી નિકાસમાં ભારે તેજી છે. આ ઉપરાંત, 'બલેનો', 'સ્વિફ્ટ' અને 'ડિઝાયર' જેવી નાની કારની પણ માંગ રહી, જેના કારણે કંપનીએ નવા નાણાકીય વર્ષના શરૂઆતના બે મહિનામાં જ 4.82 લાખથી વધુ વાહનો વેચ્યા છે. મારુતિ સુઝુકી સેલ્સ રિપોર્ટ - મે 2026 ટોયોટાએ 33,128 વાહનો વેચ્યા, ગયા વર્ષ કરતાં 7% વધુ ટોયોટા કિર્લોસ્કર મોટરે મે 2026માં કુલ 33,128 વાહનો વેચ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 7% વધુ છે. આ મહિને કંપનીની સૌથી મોટી સફળતા એ રહી કે ભારતમાં તેની હાઇબ્રિડ (વીજળી અને પેટ્રોલ બંનેથી ચાલતી) કારોના કુલ વેચાણનો આંકડો 3 લાખને પાર પહોંચી ગયો. આ ઉપરાંત, વિદેશ મોકલવામાં આવતી નિકાસમાં પણ 61%નો ઉછાળો આવ્યો છે. શરૂઆતના 5 મહિના (જાન્યુઆરીથી મે)ની વાત કરીએ તો, ટોયોટાએ કુલ 1.70 લાખથી વધુ વાહનો વેચીને તેના વેચાણમાં 17%ની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે. ટોયોટા સેલ્સ રિપોર્ટ - મે 2026 હ્યુન્ડાઈ મોટરનું ઘરેલું વેચાણ 9.1% વધ્યું, કુલ વેચાણ 61 હજારને પાર હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડે મે 2026માં તેના ઘરેલુ વેચાણમાં વાર્ષિક ધોરણે (YoY) 9.1 ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક માર્કેટમાં 47,837 યુનિટ્સ વેચ્યા. આ ઉપરાંત, હ્યુન્ડાઈએ આ મહિને 13,300 યુનિટ્સની નિકાસ પણ કરી. કંપનીના દસ્તાવેજ મુજબ, ડોમેસ્ટિક અને નિકાસ બંને બજારો મળીને હ્યુન્ડાઈનું કુલ માસિક વેચાણ 61,137 યુનિટ્સ રહ્યું, જે વાર્ષિક ધોરણે 4.1 ટકાનો વધારો દર્શાવે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના કુલ ઓટો વેચાણમાં 20%ની વૃદ્ધિ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે જાણકારી આપી છે કે, નિકાસ મળીને મે 2026માં તેનું કુલ ઓટો વેચાણ 99,636 વાહનો સુધી પહોંચી ગયું છે, જે 20%ની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની ઘરેલુ કોમર્શિયલ વ્હીકલ સેલ્સ 24,079 યુનિટ્સ રહી, જેમાં 19 ટકાનો વધારો નોંધાયો. યુટિલિટી વ્હીકલ સેગમેન્ટની વાત કરીએ તો, કંપનીએ ડોમેસ્ટિક માર્કેટમાં 58,021 વાહનો વેચ્યા, જે 11%નો વધારો છે. નિકાસ સહિત વૈશ્વિક સ્તરે આ આંકડો 59,573 વાહનોનો રહ્યો. મહિન્દ્રાના ટ્રેક્ટર બિઝનેસમાં 23%નો મજબૂત વધારો કૃષિ ક્ષેત્ર (એગ્રીકલ્ચરલ સેગમેન્ટ)માં મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ બિઝનેસે વાર્ષિક ધોરણે 23 ટકાનો મજબૂત ગ્રોથ નોંધાવ્યો છે. કંપનીએ મે 2025ના 38,914 ટ્રેક્ટરની સરખામણીમાં મે 2026માં ઘરેલુ બજારમાં 47,845 ટ્રેક્ટર વેચ્યા. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ ટ્રેક્ટર વેચાણ (ઘરેલુ અને નિકાસ સહિત) 49,695 યુનિટ્સ રહ્યું, જેમાંથી 1,850 ટ્રેક્ટરની નિકાસ કરવામાં આવી. કિયાએ 23.6% વધુ વાહનો વેચ્યા કિયા ઇન્ડિયાએ મે 2026માં 27,586 વાહનો વેચીને ભારતમાં તેની શરૂઆતથી અત્યાર સુધીના સૌથી મોટા માસિક વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં કંપનીના વેચાણમાં 23.6%નો વધારો થયો છે. કંપનીની આ રેકોર્ડબ્રેક સફળતામાં નવી 'સેલ્ટોસ' અને 'સોનેટ'નો સૌથી મોટો ફાળો રહ્યો છે, જેમાં 'સેલ્ટોસ' દર મહિને 10,000 યુનિટ્સથી વધુ વેચાઈ રહી છે. આ વર્ષના શરૂઆતના 5 મહિનામાં (જાન્યુઆરીથી મે) કિયા ઇન્ડિયા કુલ 1.39 લાખથી વધુ વાહનો વેચી ચૂકી છે.
Read Original Article →