ઓટો સેક્ટરમાં મોટો પલટો થશે!:10 વર્ષમાં બાઇક કરતાં સ્કૂટરનું વેચાણ વધવાની શક્યતા; વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધવાની અસર

Utility4/15/2026, 12:30:00 AM
ઓટો સેક્ટરમાં મોટો પલટો થશે!:10 વર્ષમાં બાઇક કરતાં સ્કૂટરનું વેચાણ વધવાની શક્યતા; વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારી વધવાની અસર
દેશના ઓટોમોબાઈલ સેક્ટરમાં ઐતિહાસિક બદલાવ આવવાનો છે. વર્તમાન વલણો સંકેત આપી રહ્યા છે કે, આગામી 10 વર્ષમાં સ્કૂટરોનું વેચાણ મોટરસાયકલ કરતાં વધુ થવા લાગશે. ઝડપી શહેરીકરણ, કાર્યબળમાં મહિલાઓની વધતી ભાગીદારી અને ટુ-વ્હીલર વાહનોનું ઝડપી ઇલેક્ટ્રિફિકેશન તેના મુખ્ય કારણો હશે. ઇક્વિરસ સિક્યોરિટીઝના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2025 થી 2030 ની વચ્ચે સ્કૂટરોના વેચાણમાં દર વર્ષે સરેરાશ 9% વૃદ્ધિ થવાનો અંદાજ છે. તેનાથી વિપરીત, મોટરસાયકલના વેચાણમાં વાર્ષિક સરેરાશ વૃદ્ધિ માત્ર 4% રહેવાની સંભાવના છે. આ તફાવતનું સૌથી મોટું કારણ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (EV) નો ઝડપી વિસ્તરણ છે, જ્યાં સ્કૂટરોએ મજબૂત પકડ જમાવી લીધી છે. EV - 4 વર્ષમાં સ્કૂટરની પહોંચ 38% સુધી થશે - ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો બજાર હિસ્સો હાલમાં 10%થી ઓછો છે, 2030 સુધીમાં તે 19% અને 2040 સુધીમાં 50%થી વધુ થવાની અપેક્ષા છે. - ટુ-વ્હીલર સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સૌથી આગળ રહેશે. અંદાજ છે કે 2030 સુધીમાં તેમની પહોંચ 38% અને 2040 સુધીમાં 80% થઈ જશે. - રેન્જની ચિંતા અને વધુ કિંમતોને કારણે ઇલેક્ટ્રિક મોટરસાઇકલની પહોંચ 2030 સુધીમાં માત્ર 5% સુધી જ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જૂની ગાડીના બદલે નવી ખરીદવાનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે, માંગ વધી રિપોર્ટ અનુસાર, આગામી વર્ષોમાં ભારતમાં જૂની ગાડીના બદલે નવી ખરીદવાનો ટ્રેન્ડ વધશે. ટીવીએસ મોટરના સીએમડી સુદર્શન વેણુએ જણાવ્યું છે કે, સ્કૂટરોએ બે વર્ષ અસાધારણ તેજી દર્શાવી. આ ટ્રેન્ડ ચાલુ રહેશે. હાલમાં ગ્રામીણ વિસ્તારો અને એન્ટ્રી-લેવલ સેગમેન્ટમાં મોટરસાઇકલોનું પ્રભુત્વ છે, પરંતુ શહેરી ભારતની પ્રાથમિકતાઓ સ્કૂટરો તરફ બદલાઈ રહી છે.
Read Original Article →