જેમિની ગણતરીની મિનિટમાં તમારો 'હમશકલ' બનાવી દેશે!:ગૂગલનું 'ડિજિટલ અવતાર' ફીચર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આશીર્વાદ, કેમેરા સામે આવ્યા વિના વીડિયો બનાવશે

Utility5/31/2026, 4:36:13 AM
જેમિની ગણતરીની મિનિટમાં તમારો 'હમશકલ' બનાવી દેશે!:ગૂગલનું 'ડિજિટલ અવતાર' ફીચર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આશીર્વાદ, કેમેરા સામે આવ્યા વિના વીડિયો બનાવશે
ગૂગલ જેમિનીએ હવે એક નવું 'ડિજિટલ અવતાર' ફીચર રજૂ કર્યું છે, જેનાથી યુઝર્સ પોતાનો એક ડિજિટલ ક્લોન તૈયાર કરી શકે છે. આ ક્લોન જેમિની દ્વારા તૈયાર કરાયેલા કોઈપણ વીડિયોમાં મુખ્ય પાત્રની ભૂમિકા ભજવી શકે છે. આ નવું ફીચર ગૂગલના 'જેમિની ઓમ્ની' મોડેલ પર આધારિત છે. આ નવું ફીચર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મદદરૂપ થઈ શકે છે, કારણ કે તેઓ તેનાથી પોતાના નવા-નવા વીડિયો બનાવી શકશે. આ વૈશ્વિક સ્તરે તમામ જેમિની પ્રો યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જાણો તેને બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા. ટ્યુટોરિયલ- જેમિનીમાં ડિજિટલ અવતાર બનાવવાની પ્રક્રિયા ઉપયોગ - યુઝર્સ આ રીતે બનાવો પોતાના ડિજિટલ ક્લોન ઓફર્સની મદદથી આ રીતે મળશે ફ્રી એક્સેસ આ ફીચર સંપૂર્ણપણે મફત નથી. તે ફક્ત ગૂગલના ‘AI પ્રો’ અથવા ‘અલ્ટ્રા’ ટિયરના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે, જેની ભારતમાં માસિક ફી લગભગ 1,950 રૂપિયા છે. જોકે, ભારતમાં ટેલિકોમ ઓપરેટર્સની મદદથી ફ્રી એક્સેસ મળી શકે છે. વીડિયો વ્લોગ બનાવી શકશે યુઝર્સ આવનારા સમયમાં વીડિયો કોલ્સમાં પણ આપણી જગ્યાએ આપણા ડિજિટલ અવતાર દેખાઈ શકે છે, જેમ કે એપલ તેના વિઝન પ્રોમાં પહેલાથી જ બતાવી ચૂક્યું છે. લોકો AI વ્લોગ પણ બનાવી શકશે.
Read Original Article →