ગૂગલ જૂનમાં એન્ડ્રોઇડ-17 રોલઆઉટ કરશે:'ગૂગલબુક' પણ લોન્ચ થશે; સ્કેમ કોલ્સ આપમેળે બ્લોક થશે, રીલ્સ સ્ક્રોલ કરવાની ટેવમાંથી મુક્તિ મળશે
ગૂગલ એ આ અઠવાડિયે આયોજિત ‘એન્ડ્રોઇડ શો 2026’ માં ઘણા મોટા ફેરફારોની જાહેરાત કરી. કંપની હવે એન્ડ્રોઇડને AI આધારિત પર્સનલ આસિસ્ટન્ટ પ્લેટફોર્મમાં બદલવા માંગે છે. નવા અપડેટ્સમાં જેમિની AI, ગૂગલ ક્રોમમાં ઓટોમેશન અને AI કીબોર્ડ જેવી નવી સુવિધાઓ આવશે. આ સાથે, ક્રોમબુક લેપટોપ પછી હવે કંપની નવું ગૂગલબુક પણ રજૂ કરશે. કંપનીના મતે જૂન 2026 સુધીમાં એન્ડ્રોઇડ-17 રોલઆઉટ થશે, પરંતુ અન્ય AI ફીચર્સ આખા વર્ષ દરમિયાન અલગ-અલગ સમયે આવશે. ગૂગલ આ મોરચે કામ કરી રહ્યું છે… ફ્રોડ - નકલી કોલને જાતે ઓળખીને કાપી નાખશે સ્કેમર્સ અવારનવાર બેંક કર્મચારી બનીને કોલ કરે છે અને લોકો પાસેથી OTP અથવા એકાઉન્ટ ડિટેલ માંગીને છેતરે છે. હવે એન્ડ્રોઇડનું નવું ‘વેરિફાઇડ ફાઇનાન્શિયલ કોલ’ ફીચર આવી રહ્યું છે. જો ફોનમાં બેંકની સત્તાવાર એપ હોય અને કોઈ ફેક કોલ આવે, તો સિસ્ટમ પોતે તપાસ કરશે કે બેંક ખરેખર કોલ કરી રહી છે કે નહીં. જો બેંક દ્વારા કોલ કરવામાં આવ્યો ન હોય, તો AIની મદદથી તમારો ફોન કોલ કટ કરી દેશે. સ્ક્રોલિંગ - રીલ્સની લત ઘટાડશે નવું ફીચર રીલ્સની લત લાગી હોય, તો ‘પોઝ પોઈન્ટ’ ફીચર પણ આવી રહ્યું છે. આમાં ધ્યાન ભટકાવતી એપ્સ પસંદ કરી શકાશે. આ એપ્સ તરત ખુલશે નહીં, તેમાં 10 સેકન્ડનો ‘પોઝ’ રહેશે. આ 10 સેકન્ડમાં યુઝર તે એપના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરી શકશે, જેમ કે- માત્ર 5 મિનિટ ચલાવવાનો વિકલ્પ પસંદ કરી શકશે. ગૂગલબુક- એન્ડ્રોઇડવાળું નવું લેપટોપ લાવશે ગૂગલ હવે ક્રોમબુક પછી ગૂગલબુક નામની નવી સિરીઝ પર કામ કરી રહ્યું છે. આ એન્ડ્રોઇડ આધારિત લેપટોપ હશે, વિન્ડોઝ જેવું ઇન્ટરફેસ ચોક્કસ આપશે, પરંતુ એન્ડ્રોઇડ એપ્સ વિન્ડો મોડમાં ચાલશે. તેમાં જેમિની AI, મલ્ટીકલર LED સ્ટ્રીપ, હળવી ડિઝાઇન… અને લાંબી બેટરી લાઇફ જેવી સુવિધાઓ હશે. AI - જેમિની બનશે પર્સનલ આસિસ્ટન્ટ જેમિની ફોન પર તમારા ઘણા કામ જાતે કરી શકશે. જો તમે ભોજન ઓર્ડર કરવા માંગો છો, તો તે તમારી પસંદ, લોકેશન અને બજેટ મુજબ રેસ્ટોરન્ટ શોધી શકશે, ભોજન પસંદ કરી શકશે અને ઓર્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરશે. જોકે, સુરક્ષા માટે ચુકવણીનો અંતિમ તબક્કો યુઝરને જ પૂર્ણ કરવો પડશે. ટાઈપિંગ - હવે બોલીને લખવું સરળ બનશે ગૂગલ તેના કી-બોર્ડ ‘ગૂગલ બોર્ડ’માં રેમ્બલર નામનું નવું AI વોઇસ ટાઈપિંગ ફીચર લાવી રહ્યું છે. આ ફીચર વેરવિખેર વાતોને વ્યવસ્થિત ટેક્સ્ટમાં બદલશે. તમારી વાત સમજશે અને તેના હિસાબે ટાઈપ કરશે. આ લગભગ દરેક એન્ડ્રોઇડ એપમાં કામ કરશે જ્યાં ટાઈપિંગની સુવિધા છે.
Read Original Article →