ગૂગલ લાવ્યું 5 મોટા અપડેટ્સ:હવે એન્ડ્રોઇડથી આઈફોનમાં ફાઇલ શેર કરી શકાશે, મેપ્સ 3D વિઝ્યુઅલ્સ સાથે રસ્તા દેખાડશે
ગૂગલે તાજેતરમાં ઘણા મોટા અપડેટ્સની જાહેરાત કરી છે. એન્ડ્રોઇડ યુઝર્સ હોય કે ગૂગલની ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરનારા... આ ફેરફારો સીધા યુઝર્સના રોજિંદા અનુભવને સુધારી શકશે. કંપની તેની ઇકોસિસ્ટમને વધુ સ્માર્ટ અને યુઝર-ફ્રેન્ડલી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પ્રથમ વખત એન્ડ્રોઇડથી આઇફોનમાં પણ ફાઇલ સીધી ટ્રાન્સફર કરવાનો વિકલ્પ યુઝર્સને આપવામાં આવશે. 1. એપલ-એન્ડ્રોઇડ ફાઇલ શેર હવે એન્ડ્રોઇડ ફોનથી AirDrop સુવિધા દ્વારા iPhone માં સીધી ફાઇલ મોકલી શકાશે. આ પિક્સેલ પછી સેમસંગ અને અન્ય ડિવાઇસમાં આવશે. 2. એન્ડ્રોઇડ 17 - એપમાં ડાર્ક મોડ, બબલ્સ ફીચર આવશે ગૂગલનું નવું ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ-17 બીટામાં છે અને ટૂંક સમયમાં લોન્ચ થવાની અપેક્ષા છે. તે હવે પ્લેટફોર્મ સ્ટેબિલિટી સ્ટેજમાં પહોંચી ગયું છે, એટલે કે તેના ફીચર્સ લગભગ ફાઇનલ થઈ ગયા છે. 3. ગૂગલ મેપ્સ - આસ્ક મેપ્સ અને ઇમર્સિવ વ્યૂ જેવા ફીચર્સ હવે માત્ર નેવિગેશન જ નહીં, સ્માર્ટ આસિસ્ટન્ટ બની રહ્યું છે ગૂગલ મેપ્સ. તેને હવે એક ગાઇડ અને આસિસ્ટન્ટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. તેમાં ગૂગલ જેમિની સાથે ઇન્ટિગ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. 4. જીમેલમાં આઈડી બદલી શકશે યુઝર પોતાની જીમેલ આઈડી બદલી શકશે. જૂના મેલ પણ સુરક્ષિત રહેશે. નવી આઈડી બનાવ્યા પછી પણ જૂની આઈડી પર આવતા મેલ મળતા રહેશે. 5. જેમિની બનાવશે ગીત ગીતના ભાગો, જેમ કે ઇન્ટ્રો-બીટ્સ લખી શકો છો, જેમિની વોકલ્સ સાથે ગીત બનાવી દેશે. ફ્રીમાં 30 સેકન્ડ અને પેઇડ યુઝર્સ 3 મિનિટ સુધી ગીતો બનાવી શકશે.
Read Original Article →