ફરારીની પ્રથમ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર 'લુસ' લોન્ચ:ફુલ ચાર્જ પર 530km ચાલશે, ટોપ સ્પીડ 310kmph; કિંમત ₹6.10 કરોડ

Utility5/27/2026, 12:30:00 AM
ફરારીની પ્રથમ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર 'લુસ' લોન્ચ:ફુલ ચાર્જ પર 530km ચાલશે, ટોપ સ્પીડ 310kmph; કિંમત ₹6.10 કરોડ
લક્ઝરી સ્પોર્ટ્સ કાર બનાવતી ઇટાલીની કંપની ફરારીએ આજે 26 મેના રોજ તેની પ્રથમ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર લોન્ચ કરી છે. આ એક 4-ડોર, 5-સીટર ઇલેક્ટ્રિક GT કાર છે, જેને ઝડપની સાથે લક્ઝરી પણ ઇચ્છતા લોકો માટે બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે લુસ ફરારીની પ્રથમ EV ઉપરાંત પ્રથમ 5 સીટર કાર પણ છે. તેને એપલના પૂર્વ ડિઝાઇન ચીફ જોની ઇવની કંપની 'LoveFrom' દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે કાર ફુલ ચાર્જ પર 530km ચાલશે અને તેની ટોપ સ્પીડ 310kmph છે. ફરારી લુસની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 5.50 લાખ યુરો (6.10 કરોડ રૂપિયા) છે. કારનું બુકિંગ વિશ્વભરમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતીય બજારમાં તેના લોન્ચિંગ અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે તેને આગામી સમયમાં ઇમ્પોર્ટ રૂટ દ્વારા ભારતમાં લાવી શકાય છે. એક્સટીરિયર: ફરારીની અત્યાર સુધીની સૌથી અલગ ડિઝાઇન લુસની ડિઝાઇન ફરારીની અન્ય કારો જેવી નથી. તેને 'ક્લીન શીટ' એટલે કે સંપૂર્ણપણે નવા સિરેથી ડિઝાઇન કરવામાં આવી છે. ઇન્ટિરિયર: એપલની ઝલક અને રેટ્રો થીમનું કોમ્બિનેશન કારની અંદર જોની ઇવની 'એપલ એસ્થેટિક્સ' સ્પષ્ટપણે દેખાય છે. તેમાં એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ અને કોર્નિંગ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્ફોર્મન્સ: 1050hpની પાવર અને ક્વાડ મોટર સેટઅપ આ કાર એક પર્ફોર્મન્સ બીસ્ટ છે. તેમાં ચાર ઇલેક્ટ્રિક મોટર્સ આપવામાં આવી છે. બેટરી અને રેન્જ: સિંગલ ચાર્જ પર 530km ચાલશે ફેરારીએ આ કારની બેટરીને મારાનેલોમાં જ ડિઝાઇન અને તૈયાર કરી છે. સેફ્ટી ફીચર્સ: એડવાન્સ્ડ સસ્પેન્શન અને ટોર્ક વેક્ટરિંગ લુસને માત્ર ઝડપી જ નહીં, પરંતુ આરામદાયક અને સુરક્ષિત પણ બનાવવામાં આવી છે.
Read Original Article →