ટેકનોલોજી અને AI રાખશે ખુશ-સ્વસ્થ:વડીલોને નવી ટેકનોલોજી શીખવામાં જાગૃતિ અને સ્ક્રીન ટાઈમનું ધ્યાન રાખવું જરૂરી
વધતી ઉંમરમાં નવી ટેકનોલોજી શીખવી વૃદ્ધોના માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. શરત એ છે કે તેમાં સ્ક્રીન ટાઈમનું ધ્યાન રાખવાની સાથે તેનો ઉપયોગ સંપૂર્ણ જાગૃતિથી કરવામાં આવે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસનો એક અભ્યાસ કહે છે કે ડિજિટલ કૌશલ્ય શીખવાથી વરિષ્ઠ નાગરિકોની યાદશક્તિ 30 ટકા સુધી વધી શકે છે. મગજની શીખવાની ક્ષમતા વધારે છે નવી ટેકનોલોજી ટેક્સાસ યુનિવર્સિટીનું સંશોધન કહે છે કે જ્યારે તમે નવી ટેકનોલોજી શીખો છો ત્યારે યાદશક્તિ મજબૂત થાય છે. સંશોધનમાં જાણવા મળ્યું કે જે વૃદ્ધો નવી એપ્સ જાતે શીખે છે, વીડિયો ટ્યુટોરિયલ જોઈને પ્રેક્ટિસ કરે છે, અથવા ગ્રુપ ક્લાસિસ જોઈન કરે છે, તેમના માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર જોવા મળી. મગજની કાર્યક્ષમતા વધે છે. AI ટ્યુટર્સનો ઉપયોગ કરો, આત્મવિશ્વાસ વધશે જ્યારે તમે AI ટ્યુટર્સ પાસેથી નવી ભાષા, સંગીત અથવા કૌશલ્ય શીખો છો ત્યારે મગજ વ્યસ્ત અને સક્રિય રહે છે. નવું શીખવાની અને સમસ્યાઓ ઉકેલવાની આ પ્રક્રિયામાં મગજમાં 'ડોપામાઇન' રિલીઝ થાય છે, જેનાથી તમારા જીવનમાં ખુશીનું સ્તર અને આત્મવિશ્વાસ વધે છે. ટેકનોલોજી પર્સનલ બ્રેઈન કોચની જેમ કામ કરે છે AI આધારિત એપ્સ વૃદ્ધોની માનસિક ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. અને પછી તેમની યાદશક્તિના સ્તર મુજબ કોયડાઓ અને પડકારો ડિઝાઇન કરીને તેમની સમક્ષ રજૂ કરે છે. આનાથી સતત શીખવાની પ્રક્રિયા (ન્યુરોપ્લાસ્ટિસિટી) ને પ્રોત્સાહન મળે છે. આનાથી અલ્ઝાઈમર જેવા રોગોનું જોખમ ઓછું થાય છે. ગેજેટ્સ, હેલ્થ ડિવાઇસ બીમારીનો સમયસર સંકેત આપે છે ટેકનોલોજી ઉપયોગી સાબિત થઈ રહી છે, કારણ કે ઘણી સ્માર્ટવોચ અને હેલ્થ ડિવાઇસનો ડેટા સીધો AI આધારિત એલ્ગોરિધમ સુધી પહોંચે છે. આ હૃદયના ધબકારા, શ્વાસની ગતિ અથવા ઊંઘની પેટર્નમાં આવેલા નાના ફેરફારોને પણ ઓળખી લે છે, જે બીમારીના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે. ટેકનોલોજીનો ઉપયોગ મેમરીને આ રીતે મજબૂત બનાવે છે એકલતામાં ઘટાડો થાય છે સંશોધનમાં જાણવા મળ્યું કે ઓનલાઈન ગ્રુપ, વિડિયો કૉલ, મેઈલ કે વોટ્સએપ પર સંબંધીઓ-મિત્રો સાથે જોડાયેલા રહેતા વૃદ્ધોમાં એકલતા અને તણાવ ઓછો થાય છે, કારણ કે ટેકનોલોજીની મદદથી તેમનામાં સંબંધોનો ડિજિટલ બ્રિજ બની જાય છે. વસ્તુઓ શીખવા માટે પ્રેરિત થાય છે જ્યારે વૃદ્ધો નવી ટેકનોલોજી જેવી કે-ઓનલાઈન બેંકિંગ, યુટ્યુબ પર વીડિયો વગેરે જાતે બનાવે છે ત્યારે તેમના મગજના ન્યુરલ નેટવર્ક સક્રિય રહે છે, જેનાથી ડિમેન્શિયા જેવા રોગોનું જોખમ ઘટે છે. વિચારવાની-સમજવાની ક્ષમતા વધે છે યુરોપ-અમેરિકામાં 60-80 વર્ષ સુધીના લોકો પર થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે જે વૃદ્ધો સ્માર્ટફોન, ઇન્ટરનેટ વગેરે જાતે ચલાવે છે તેમની સમસ્યાઓ હલ કરવાની અને વિચારવાની-સમજવાની ક્ષમતા અન્ય કરતા સારી હોય છે. (નિષ્ણાત પેનલ: ડો. મંજરી ત્રિપાઠી, HOD, ન્યુરોલોજી વિભાગ, એઈમ્સ નવી દિલ્હી, ડો. અર્ચના વર્મા, સિનિયર ન્યુરો ફિઝિશિયન અને∙ડો. રાહુલ માથુર, સાયકિયાટ્રિસ્ટ, MGM મેડિકલ કોલેજ ઇન્દોર)
Read Original Article →