ચીનનું ડ્રોન નિયંત્રણ:વિશ્વભરના 80% ડ્રોન બનાવનાર ચીનમાં મે મહિનાથી રિયલ-નેમ રજિસ્ટ્રેશન અને મોબાઇલ લિંકિંગ ફરજિયાત
વિશ્વના લગભગ 80% કોમર્શિયલ ડ્રોન બનાવનાર ચીન હવે તેના આકાશમાં સખત રીતે 'ડ્રોન કંટ્રોલ' લાગુ કરી રહ્યું છે. 2025 સુધીમાં દેશમાં 30 લાખથી વધુ ડ્રોન રજિસ્ટર થઈ ચૂક્યા છે, જે એક વર્ષમાં 50%નો વધારો છે, પરંતુ આ જ ઝડપ સાથે સરકારે નિયંત્રણો પણ કડક કર્યા છે. પરવાનગી વિના ડ્રોન ઉડાડવા પર સજા અને જેલ સુધીની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. મે મહિનાથી દરેક ડ્રોનનું રિયલ-નેમ રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે અને ઉડાનનો ડેટા રીઅલ ટાઇમમાં સરકાર સુધી પહોંચશે. ડ્રોનનો રીઅલ ટાઇમ ડેટા સરકારને આપવો પડશે - એક સરનામા પર વધુમાં વધુ 3 ડ્રોન રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
- પરવાનગી વિના ઉડાન ભરવા પર દંડ, જપ્તી અને જેલની જોગવાઈ.
- ડ્રોન બજાર પર પણ તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં માંગ ઘટવાને કારણે ડીલરોનું વેચાણ ઝડપથી ઘટ્યું છે, ઘણા લોકો ડ્રોન ફોટોગ્રાફી જેવા નવા બિઝનેસ છોડવા મજબૂર બન્યા છે.
Read Original Article →