હવે 9 મિનિટમાં કારની બેટરી ફૂલ ચાર્જ થઈ જશે!:ડ્રાઇવરલેસ રોબોટેક્સી, ઉડતી કાર અને હોમ એપ્લાયન્સીસ કંટ્રોલ કરતી સ્માર્ટ કાર બેઇજિંગ ઓટો શોમાં રજૂ કરાઈ
ચીનની રાજધાની બેઇજિંગમાં શરૂ થયેલા ઓટો શો 2026માં ભવિષ્યની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 3.8 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા આ મેગા ઇવેન્ટમાં 1,450થી વધુ વાહનો અને 181 ગ્લોબલ ડેબ્યૂ રજૂ કરવામાં આવી રહ્યા છે. ચીન અને ગ્લોબલ કંપનીઓએ ભવિષ્યની કાર અને EVTOL (ઉડતા વાહનો)ના એવા કોન્સેપ્ટ રજૂ કર્યા છે, જે આવનારા સમયમાં ડ્રાઇવિંગના અર્થ બદલી શકે છે. અવતાર વિઝન એક્સપેક્ટ્રા- ભવિષ્યની કાર
અવતારની આ 5.8 મીટર લાંબી ઇલેક્ટ્રિક ગ્રાન્ડ ટુરર એક ‘મોબાઇલ સ્પેસ’ જેવી ડિઝાઇન રજૂ કરે છે. ગ્લાસ રૂફ, પિલરલેસ ડોર અને પ્રિઝમેટિક કેબિન તેને કાર કરતાં વધુ એક લક્ઝરી અનુભવ બનાવે છે. તેમાં ઓટોનોમસ હાર્ડવેર અને 99% કાર્યક્ષમતાવાળી મોટર આપવામાં આવી છે. ગીલી રોબોટેક્સી - સ્ટીયરિંગ વિનાની ડ્રાઇવરલેસ કાર ગીલીએ ઓટોનોમસ રોબોટેક્સી રજૂ કરી છે. તેમાં સ્ટીયરિંગ વ્હીલ નથી. સામ-સામે સીટિંગ અને સેન્સર-આધારિત નેવિગેશન સિસ્ટમ તેને સંપૂર્ણપણે ડ્રાઇવરલેસ બનાવે છે. અત્યાધુનિક ટેકનોલોજી તેને જાતે નિર્ણય લેવા સક્ષમ બનાવે છે. કોમર્શિયલ વર્ઝન આવતા વર્ષે આવી શકે છે. બીવાયડી ડેન્ઝા - 9 મિનિટમાં ચાર્જ થશે બીવાયડીની આ હાઈ-પર્ફોર્મન્સ EV લગભગ 1100 હોર્સપાવર તાકાત આપે છે. તેની બેટરી માત્ર 9 મિનિટમાં લગભગ ફુલ ચાર્જ થઈ જાય છે. એક્સપેંગ લેન્ડ એરક્રાફ્ટ - ઉડતી કારનું નવું સ્વરૂપ એક્સપેંગનું આ મોડ્યુલર વાહન શોનું સૌથી વાયરલ આકર્ષણ રહ્યું. તેમાં એક કાર સાથે અલગ થઈ શકે તેવું ફ્લાઈંગ મોડ્યુલ છે, જે જરૂર પડ્યે હવામાં ઉડી શકે છે. આ કોન્સેપ્ટ શહેરી ટ્રાફિકથી બચવાનું ભવિષ્ય દર્શાવે છે અને AI આધારિત મોબિલિટીની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યુ છે. શાઓમી SU7 અલ્ટ્રા - કરશે રેસ્ટોરન્ટ બુક શાઓમી SU7 અલ્ટ્રા એક એવી કાર છે, જે તમારા સ્માર્ટ હોમ સાથે સંપૂર્ણપણે કનેક્ટ રહે છે. તમારા મોબાઇલ ફોનથી તમે કારના દરવાજા ખોલી શકો છો, ચાર્જિંગ સેટ કરી શકો છો, જ્યારે કારમાંથી તમે ઘરના ઉપકરણોને નિયંત્રિત કરી શકો છો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ગાડી ચલાવીને નીકળો છો, ત્યારે કાર બધી લાઇટો, ઉપકરણો બંધ કરી શકે છે અને પડદા પાડી શકે છે, સાથે જ તમારા ઘરે આવવાની જાણ થતાં એર કંડિશનિંગ ચાલુ કરી શકે છે. તેનું AI સિસ્ટમ ડ્રાઇવિંગ દરમિયાન રેસ્ટોરન્ટ બુકિંગ પણ કરી શકે છે. સિટ્રોએન ઇલો - ચાલતી-ફરતી ઓફિસ સિટ્રોએનની ઇલો કોન્સેપ્ટ એક ઇલેક્ટ્રિક MPV છે. તે વચ્ચે ડ્રાઇવર સીટ અને રોટેટિંગ ફીચર સાથે આવે છે. તેની સીટ્સ બેડમાં બદલી શકાય છે અને અંદર પ્રોજેક્શન સ્ક્રીન સાથે મિની થિયેટર જેવો અનુભવ મળે છે. આ કાર ટ્રાવેલ, કામ અને આરામ - ત્રણેયને એકસાથે જોડે છે.
Read Original Article →