'બજાજ પલ્સર NS400Z' હવે 350cc એન્જિન સાથે લોન્ચ:નવા GST નિયમોને લઈ એન્જિનમાં ફેરફાર કરાયો, કિંમત ₹1.93 લાખ
બજાજ ઓટોએ નવી ‘પલ્સર NS400Z’ને 349cc એન્જિન સાથે લોન્ચ કરી છે. સરકારના નવા GST 2.0 નિયમોનો લાભ લેવા માટે કંપનીએ એન્જિનની ક્ષમતા ઘટાડી છે. આનાથી બાઇકની કુલ કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ‘2026 બજાજ પલ્સર NS400Z’માં સૌથી મોટો અપડેટ તેના પાવરટ્રેનમાં કરવામાં આવ્યો છે. પહેલા તેમાં 373cc નું એન્જિન મળતું હતું, પરંતુ હવે તેને ઘટાડીને 349cc કરી દેવામાં આવ્યું છે. બજાજે બોર સાઈઝ 89mm જ રાખી છે, પરંતુ સ્ટ્રોક લેન્થમાં ફેરફાર કર્યો છે. આ નવું 349cc સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન 40.6 PS પાવર અને 33.2 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે, પાવરમાં નજીવા ઘટાડા છતાં, નવું સેટઅપ વધુ સારી રિફાઇનમેન્ટ અને વધુ માઇલેજ આપશે. GST 2.0 થી કિંમતો ઘટી ગઈ એન્જિનને 350ccથી નીચે રાખવાનું મુખ્ય કારણ ટેક્સમાં બચત કરવાનું છે. નવા નિયમો હેઠળ, 350ccથી ઓછી બાઇક પર હવે 40% ને બદલે ફક્ત 18% GST લાગશે. આ જ કારણોસર, નવી પલ્સર NS400Zની કિંમત હવે ₹1.93 લાખ (એક્સ-શોરૂમ) થઈ ગઈ છે, જે તેને તેના સેગમેન્ટની સૌથી વેલ્યુ-ફોર-મની બાઇક બનાવે છે. હાર્ડવેર અને બનાવટ પહેલા જેવી એડવાન્સ ફીચર્સ અને ટેકનોલોજી ફીચર્સના મામલે આ બાઇક ઘણી એડવાન્સ છે. તેમાં ગ્રાહકોને આ ખાસ ફીચર્સ મળશે… ડાયમેન્શન અને કલર ઓપ્શન બાઇકની સીટ હાઇટ 807 mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 168 mm છે. તેનું કુલ વજન (કર્બ વેટ) 174 કિલોગ્રામ છે અને તેમાં 12 લિટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે. ટાયરની વાત કરીએ તો, ફ્રન્ટમાં 110-સેક્શન અને રિયરમાં 150-સેક્શન ટાયર મળે છે. આ બાઇક ચાર કલર- ગ્લોસી રેસિંગ રેડ, બ્રુકલિન બ્લેક, પ્યુટર ગ્રે અને પર્લ મેટાલિક વ્હાઇટમાં ઉપલબ્ધ થશે. શું છે GST 2.0 નો નિયમ? ભારતમાં 350ccથી વધુ એન્જિન ક્ષમતાવાળી મોટરસાયકલોને લક્ઝરીની કેટેગરીમાં ગણવામાં આવે છે, જેના પર વધુ ટેક્સ (સેસ સહિત લગભગ 40%) લાગે છે. 350ccથી નીચે આવવા પર ટેક્સ સ્લેબ ઓછો થઈ જાય છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને ઓછી કિંમતના રૂપમાં મળે છે.
Read Original Article →