બજાજ 'ડોમિનર 400'નું નવું મોડેલ લોન્ચ:એન્જિન 349ccનું થતાં કિંમતમાં ₹37,000નો તોતિંગ ઘટાડો, જાણો પર્ફોર્મન્સ પર શું અસર થશે
બજાજ ઓટોએ તેની લોકપ્રિય ટુરર બાઇક 'ડોમિનર 400'નું નવું વર્ઝન ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. આ નવા મોડેલની સૌથી મોટી વિશેષતા તેની કિંમત અને એન્જિનમાં થયેલો ફેરફાર છે. કંપનીએ ‘ડોમિનર 400’ની કિંમતમાં 37,000 રૂપિયાનો મોટો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 2.04 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ પહેલા આ બાઇકની કિંમત 2.40 લાખ રૂપિયા હતી. કિંમત ઘટાડવા પાછળનું મુખ્ય કારણ એન્જિનના કદ (ડિસ્પ્લેસમેન્ટ)ને ઘટાડવાનું છે, જેના કારણે બાઇક હવે ઓછા ટેક્સ સ્લેબના દાયરામાં આવી ગઈ છે. 18% ટેક્સ બ્રેકેટમાં આવી બાઇક, તેથી ભાવ ઘટ્યા ખરેખરમાં, ભારતમાં 350ccથી વધુ એન્જિન ક્ષમતાવાળી મોટરસાયકલ પર 40% ટેક્સ (GST + સેસ) લાગે છે. જ્યારે 350ccથી ઓછી ક્ષમતાવાળી બાઇક પર ફક્ત 18% ટેક્સ લાગે છે. બજાજે 'ડોમિનર'ના જૂના 373cc એન્જિનને ડાઉનસાઇઝ કરીને હવે 349cc કરી દીધું છે. એન્જિનના આ નાના ફેરફારને કારણે બાઇક સીધી રીતે ઓછા ટેક્સવાળા બ્રેકેટમાં આવી ગઈ, જેનો ફાયદો કંપનીએ કિંમત ઘટાડીને ગ્રાહકોને આપ્યો છે. તાજેતરમાં બજાજે 'ટ્રાયમ્ફ' રેન્જ સાથે પણ આ જ પ્રયોગ કર્યો હતો. એન્જિનમાં શું બદલાયું: સ્ટ્રોક ઘટાડ્યો, પાવર જાળવી રાખ્યો ટેકનિકલ રીતે જોઈએ તો, બજાજે 349ccનું આ નવું એન્જિન જૂના એન્જિનના બોરને જાળવી રાખીને તેના સ્ટ્રોકને નાનો કરીને તૈયાર કર્યું છે. 'ડોમિનર 250' કરતાં હવે માત્ર 26 હજાર રૂપિયા મોંઘી કિંમતમાં ભારે ઘટાડા પછી 'ડોમિનર 400' હવે 'ડોમિનર 250'ની ઘણી નજીક પહોંચી ગઈ છે. 'ડોમિનર 250'ની કિંમત કરતાં આ નવું મોડેલ હવે માત્ર 26,000 રૂપિયા મોંઘું છે. આવી સ્થિતિમાં, જે ગ્રાહકો પહેલા બજેટને કારણે 250cc મોડેલ પસંદ કરી રહ્યા હતા, તેમના માટે હવે 400cc (બ્રાન્ડિંગ મુજબ) સેગમેન્ટમાં જવું સરળ બની ગયું છે. વજન 3 કિલો ઘટ્યું, લુકમાં કોઈ ફેરફાર નથી એન્જિનમાં ફેરફારની સાથે જ બાઇકના વજનમાં પણ થોડો ઘટાડો થયો છે. નવી 'ડોમિનર 400' હવે 190 કિલોની છે, જે જૂના મોડેલ કરતાં 3 કિલો ઓછી છે. વજન ઘટવાથી બાઇકનો પાવર-ટુ-વેઇટ રેશિયો સુધરવાની અપેક્ષા છે. ડિઝાઇનની વાત કરીએ તો, બાઇકમાં કોઈ કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યો નથી. તે હજુ પણ ગ્રીન અને બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ફીચર્સ, LED હેડલાઇટ, ડિજિટલ કન્સોલ અને ટૂરિંગ એક્સેસરીઝ પહેલા જેવા જ રહેશે. NS400Zમાં પણ આ જ એન્જિન મળવાની શક્યતા ઓટો નિષ્ણાતોનું માનવું છે કે, બજાજ તેની તાજેતરમાં લોન્ચ થયેલી ‘પલ્સર NS400Z’માં પણ ટૂંક સમયમાં આ 349cc વાળું એન્જિન આપી શકે છે. જો આવું થાય છે, તો ‘NS400Z’ની કિંમતોમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી તે તેના સેગમેન્ટની સૌથી સસ્તી અને વેલ્યુ-ફોર-મની બાઇક બની જશે. શા માટે ટેક્સ ઓછો થયો? ભારતમાં ટુ-વ્હીલર પર લાગતો GST સ્ટ્રક્ચર એન્જિનની ક્ષમતા પર આધાર રાખે છે… આ જ કારણ છે કે કંપનીઓ હવે 349cc અથવા 348cc ના એન્જિન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેથી તેઓ 12% વધારાના સેસથી બચી શકે. જૂની 'ડોમિનર 400' VS નવી 'ડોમિનર 400'
Read Original Article →