એશિયા-આફ્રિકામાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી:ભારતમાં ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં 25%નો ઉછાળો, ચીનમાં દર 10માંથી 1 કાર ઈવી
ઈરાન યુદ્ધ પછી પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારાને કારણે ઘણા દેશોમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની માંગ ઝડપથી વધી છે. એશિયાના મોટાભાગના દેશો, લેટિન અમેરિકા અને આફ્રિકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે માર્ચમાં EVના વેચાણમાં 79 ટકાનો ઉછાળો આવ્યો છે. આ દેશોમાં 2025માં ઇલેક્ટ્રિક કારનું વેચાણ 48 ટકા વધ્યું હતું. લેટિન અમેરિકન દેશ કોસ્ટા રિકા ઇલેક્ટ્રિક વાહનોના વ્યવસાયની ઝડપી ગતિનું એક મુખ્ય ઉદાહરણ છે. કોસ્ટા રિકામાં વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં તમામ નવી કારના વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 18 ટકા હતો. આ અમેરિકા કરતાં ત્રણ ગણું વધારે છે, જ્યાં ટેસ્લાએ 14 વર્ષ પહેલાં તેના મોડેલ-એસથી આધુનિક ઇલેક્ટ્રિક કાર ક્રાંતિની શરૂઆત કરી હતી. ઇથોપિયા, ઉરુગ્વે સહિતના ઘણા અન્ય દેશો તેમની અર્થવ્યવસ્થાઓ અને વિદેશી મુદ્રા ભંડાર માટે ભારે પડી રહેલા આયાતી વિદેશી તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી અનુસાર, એશિયામાં ઇલેક્ટ્રિક વાહનોનું સૌથી વધુ વેચાણ ચીનમાં થઈ રહ્યુ છે. 2024માં એક કરોડ દસ લાખ EV વેચાયા. આ કુલ વાહનોના લગભગ અડધા છે. ચીનમાં એપ્રિલ 2026માં રસ્તા પર દસમાંથી એક વાહન ઇલેક્ટ્રિક હતું. એશિયાના આર્થિક રીતે ઉભરતા દેશોમાં 2024માં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 60 ટકાનો ઉછાળો નોંધાયો છે. વિયેતનામમાં 40 ટકા અને થાઈલેન્ડમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે. ઇન્ડોનેશિયામાં પણ વૃદ્ધિ થઈ રહી છે. EV પર સરકારી સબસિડી અને ચીનના સસ્તા વાહનોએ વેપાર વધાર્યો છે. ભારતમાં ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર EVના વેચાણમાં 15 થી 25 ટકાનો વધારો થયો છે. કોસ્ટા રિકાના સાંસદ કાટિયા કેમ્બ્રોનેરોએ સંસદમાં ચાર્જિંગ સ્ટેશનોના નિર્માણની ગતિ તેજ કરવા માટે એક બિલ રજૂ કર્યું છે. કોસ્ટા રિકાના રાષ્ટ્રપતિ રોડ્રિગો શાવેઝ દ્વારા આ બિલને મંજૂરી મળવાની સંભાવના છે. જોકે, રાષ્ટ્રપતિ રોડ્રિગો અને કેમ્બ્રોનેરો કટ્ટર રાજકીય હરીફો છે. કોસ્ટા રિકા તેલનું ઉત્પાદન કરતું નથી અને તેની મોટાભાગની વીજળી જળવિદ્યુત (હાઈડ્રોપાવર) દ્વારા ઉત્પન્ન થાય છે. ચીનની સસ્તી ઇલેક્ટ્રિક કારોએ બજારમાં પોતાની પકડ જમાવી કોસ્ટા રિકાએ 2018માં ટેક્સ અને શુલ્કમાં છૂટ આપીને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપ્યું છે. ત્યાં ઇકો ટુરિઝમ મુખ્ય ઉદ્યોગ છે. તેલના ભાવ વધવાથી આ નીતિ યોગ્ય લાગે છે. 2023માં સસ્તા ચાઇનીઝ મોડલ આવ્યા પછી EV કારનું વેચાણ વધ્યું છે. પરંતુ અન્ય ગરીબ દેશોની સ્થિતિ નબળી છે. મોટાભાગના મોટા ટ્રક ડીઝલ અને કાર પેટ્રોલ પર ચાલે છે. કોસ્ટા રિકાની EV એસોસિએશન અસોમોવ મુજબ, ત્રણ ચાઇનીઝ ઇલેક્ટ્રિક મોડલની કિંમત 18-19 લાખ રૂપિયાથી ઓછી છે. અહીં માથાદીઠ આવક અમેરિકાની એક ચતુર્થાંશ છે. એક સર્વેમાં 70 ટકા સભ્યોએ જણાવ્યું કે, તેમણે પર્યાવરણ કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ નહીં પરંતુ પૈસા બચાવવા માટે EV અપનાવી છે. ઘણા દેશોમાં પ્રચાર અભિયાન ઇવી એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શિલ્વા રોજાસ ઇલેક્ટ્રિક વાહનોની વિશેષતાઓનો પ્રચાર કરે છે. તેઓ મેક્સિકો, કોલંબિયા, બ્રાઝિલ અને કેન્યા જેવા દેશોમાં ઇવીના પક્ષમાં વાતાવરણ બનાવવા માટે વર્કશોપ કરે છે. કોસ્ટા રિકામાં પહેલા ટોયોટા સૌથી લોકપ્રિય બ્રાન્ડ હતી. હવે ચીની ઇલેક્ટ્રિક કારોનો અહીંના ઇવી બજાર પર કબજો છે. ટ્રાન્સપોર્ટમાં પણ વધુ ભાર ગ્રોસરી ચેઇન ઓટો મર્કેડોના ફેલિપો અલોન્ઝો જણાવે છે કે, 'અમે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી ડિલિવરી ખર્ચ 5-10% ઘટાડ્યો છે. પ્રાઇવેટ બસ કંપની બિયુસાએ 60 બસોના પોતાના સમગ્ર કાફલાને બેટરી સંચાલિત બસોથી બદલી દીધો છે. ડીઝલ બસોની સરખામણીમાં ઇલેક્ટ્રિક મોડેલ 50 હજાર ડોલર વધુ મોંઘા છે. પરંતુ કંપની ફ્યુઅલ અને મેન્ટેનન્સ પર ખર્ચ ઘટાડીને તેની ભરપાઈ જલ્દી કરી લેશે.' ઇવી બ્રાન્ડ્સમાં સ્પર્ધા કોસ્ટા રિકાના કોઈ રાજનેતા EV માલિકોને દૂર કરવા માંગતા નથી. BYD, ગીલી, MG અને અન્ય ડઝનબંધ ચાઈનીઝ બ્રાન્ડ્સે ઝડપથી અહીંના બજાર પર કબજો જમાવી લીધો છે. પહેલાં આ બજાર પર જાપાની, અમેરિકન અને યુરોપિયન બ્રાન્ડ્સનું પ્રભુત્વ હતું. તેમાં ટોયોટા મુખ્ય હતી. હવે અહીં ટેસ્લા સહિત પશ્ચિમી દેશોની કંપનીઓના ઇલેક્ટ્રિક વાહનોના મોડેલ બહુ ઓછા જોવા મળે છે.
Read Original Article →