'એપોલો-13'એ ભૂલથી બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ!:ચંદ્ર પર જતી વખતે ઓક્સિજન ટેન્ક ફાટી ગઈ હતી, સ્પેસમાં 'જુગાડ'થી બચ્યો હતો 3 અવકાશયાત્રીઓનો જીવ
11 એપ્રિલ 1970 ચંદ્ર પર ઉતરવાના હેતુથી અમેરિકાએ 'એપોલો-13' મિશન લોન્ચ કર્યું. ત્રણ અવકાશયાત્રીઓ ચંદ્ર તરફ ઝડપથી આગળ વધી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું કે, ત્રણેય અવકાશયાત્રીઓને બચાવવા માટે ગ્રાઉન્ડ કંટ્રોલ ટીમને અત્યંત જટિલ બચાવ મિશન ચલાવવું પડ્યું. અવકાશયાન પૃથ્વીથી 4,00,171 કિમી દૂર પહોંચી ગયું હતું, જે એક વર્લ્ડ રેકોર્ડ હતો. 6 એપ્રિલે રાત્રે 11:26 વાગ્યે 'આર્ટેમિસ II' મિશનના 4 અવકાશયાત્રીઓએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સ્ટોરીમાં 'એપોલો-13' મિશનની સંપૂર્ણ વાર્તા. આખરે કેવી રીતે એક બચાવ મિશનથી વર્લ્ડ રેકોર્ડ બન્યો… 'એપોલો-13'ની વાર્તા સમજવા માટે એકવાર આ માહિતીમાંથી પસાર થઈ જાઓ… 'એપોલો 13 સ્પેસક્રાફ્ટ' મુખ્યત્વે ત્રણ મોડ્યુલથી બનેલું હતું: અચાનક ઓક્સિજન ટેન્ક નંબર 2 ફાટી ગયું! 13 એપ્રિલ 1970 'એપોલો 13' મિશનને લોન્ચ થયાને 56 કલાક વીતી ચૂક્યા હતા. કમાન્ડર જેમ્સ એ. લવલ જુનિયર, લુનર મોડ્યુલ પાયલટ ફ્રેડ ડબલ્યુ અને કમાન્ડ મોડ્યુલ પાયલટ જોન એલ. સ્વિગર્ટ તેમાં સવાર હતા. સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી 3.20 લાખ કિલોમીટર દૂર પહોંચી ચૂક્યું હતું. ક્રૂ આ યાનના લેન્ડિંગ મોડ્યુલ 'એક્વેરિયસ'ની તપાસ કરી રહ્યા હતા. બીજા દિવસે 'એપોલો 13'ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરવાનો હતો. લવલ અને હાઈસ ચંદ્ર પર ચાલનારા પાંચમા અને છઠ્ઠા માણસ બનવાના હતા. ત્યારે અચાનક સર્વિસ મોડ્યુલનો ઓક્સિજન ટેન્ક 2 ફાટી ગયો. ક્રૂને લુનર મોડ્યુલમાં જવાનો નિર્દેશ મળ્યો ઓક્સિજન, વીજળી અને પાણીનો પુરવઠો બંધ થઈ ગયો. લવલે મિશન કંટ્રોલને રિપોર્ટ કર્યો. તેમણે કહ્યું- 'હ્યુસ્ટન અહીં એક સમસ્યા થઈ ગઈ છે. કમાન્ડ મોડ્યુલમાંથી ઓક્સિજન લીક થઈ રહ્યું હતું અને ફ્યુઅલ સેલ્સ ઝડપથી ખતમ થઈ રહ્યા હતા. ચંદ્ર પર ઉતરવાનું મિશન રદ થઈ ગયું.' ધમાકાના એક કલાક પછી, મિશન કંટ્રોલે ક્રૂને લુનર મોડ્યુલમાં જવાનો નિર્દેશ આપ્યો. તેમાં કામ ચલાવી શકાય તેટલો ઓક્સિજન હતો. આ મોડ્યુલ ફક્ત અવકાશયાત્રીઓને કક્ષામાં ફરી રહેલા કમાન્ડ મોડ્યુલથી ચંદ્રની સપાટી સુધી લઈ જવા અને પાછા લાવવા માટે બનાવવામાં આવ્યું હતું. પાણીનો કોટા ઘટાડીને પાંચમો ભાગ કરી દીધો તેનો પાવર સપ્લાય માત્ર બે લોકો માટે 45 કલાક સુધી ચાલે તેવો હતો. જો ‘એપોલો 13’ના ક્રૂને જીવતા પૃથ્વી પર પાછા ફરવાનું હતું, તો આ લેન્ડિંગ મોડ્યુલને ત્રણ લોકોનો ભાર ઓછામાં ઓછા 90 કલાક સુધી ઉઠાવવાનો હતો. અવકાશમાં 3 લાખ કિમીથી વધુનો રસ્તો પાર કરવાનો હતો. ઊર્જા બચાવવા માટે ક્રૂએ પાણીનો કોટા ઘટાડીને પાંચમો ભાગ કરી દીધો. કેબિનનું તાપમાન જમાવી દે તેવી ઠંડીથી બસ થોડા જ ડિગ્રી ઉપર રાખ્યું. કમાન્ડ મોડ્યુલના ચોરસ લિથિયમ હાઇડ્રોક્સાઇડ કેનિસ્ટર, લુનર મોડ્યુલની સિસ્ટમના ગોળ છિદ્રમાં ફિટ બેસતા ન હતા. એનો અર્થ એ હતો કે. કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવું એક મોટી સમસ્યા હતી. મિશન કંટ્રોલે યાનમાં હાજર વસ્તુઓની મદદથી એક કામચલાઉ એડેપ્ટર તૈયાર કર્યું. એપોલોના ક્રૂએ તેમના મોડેલની નકલ કરી લીધી. એમાં લાગેલી નેવિગેશન સિસ્ટમ પણ ખૂબ જ સાધારણ હતી. 15 એપ્રિલે ‘એપોલો 13’એ પૃથ્વીથી અંતરનો રેકોર્ડ બનાવ્યો 14 એપ્રિલે 'એપોલો 13' એ ચંદ્રનો ચક્કર લગાવ્યો. સ્વિગર્ટ અને હાઈસે તસવીરો લીધી અને લવલે સૌથી મુશ્કેલ મેન્યુઅર વિશે મિશન કંટ્રોલ સાથે વાત કરી. આ પાંચ મિનિટનું એન્જિન બર્ન હતું, જેનાથી LM ને એટલી ઝડપ મળી શકે કે તે ઊર્જા ખતમ થાય તે પહેલાં ઘરે પાછું ફરે. ચંદ્રના પાછળના ભાગનો ચક્કર લગાવ્યાના બે કલાક પછી, ક્રૂએ લેન્ડિંગ મોડ્યુલના નાના ડિસેન્ટ એન્જિનને ચાલુ કર્યું. 'એપોલો 13' ઘર વાપસીના માર્ગ પર હતું. 15 એપ્રિલ 1970ના રોજ 'એપોલો 13' ચંદ્રના પાછળના ભાગમાં તેની સપાટીથી 254 કિમી અને પૃથ્વીની સપાટીથી 4,00,171 કિમી દૂર હતું. મિશન કંટ્રોલને યાનની હીટ શીલ્ડ ખરાબ થવાનો ડર હતો 17 એપ્રિલે કમાન્ડ મોડ્યુલ ચાલુ કરવામાં આવ્યું. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતા એક કલાક પહેલા લેન્ડિંગ મોડ્યુલને કમાન્ડ મોડ્યુલથી અલગ કરવામાં આવ્યું. બપોરે લગભગ 1 વાગ્યે યાને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કર્યો. મિશન કંટ્રોલને યાનની હીટ શીલ્ડ ખરાબ થવાનો ડર હતો. તેમણે ક્રૂ સાથે કોઈ રેડિયો સંપર્ક વિના ચાર મિનિટ રાહ જોઈ. પછી, 'એપોલો 13'ના પેરાશૂટ દેખાયા. ત્રણેય અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પ્રશાંત મહાસાગરમાં ઉતર્યા. આ રીતે ભૂલથી આ મિશનમાં વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો અને ત્રણેય અવકાશયાત્રીઓ પૃથ્વી પર પણ પાછા ફર્યા.
આ સમાચાર પણ વાંચો… પૃથ્વીથી 4.06 લાખ Kmથી દૂર પહોંચ્યાં 4 અવકાશયાત્રીઓ: નાસાના 'આર્ટેમિસ 2' મિશને 'એપોલો-13'નો 56 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો અમેરિકન સ્પેસ એજન્સી નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના 'આર્ટેમિસ II' મિશને પૃથ્વીથી સૌથી વધુ અંતરની યાત્રા કરીને કોઈપણ માનવીય અવકાશ મિશનનો રેકોર્ડ તોડ્યો છે. આ રેકોર્ડ 1970માં 'એપોલો 13 મિશન'માં બન્યો હતો. 'એપોલો-13'નો રેકોર્ડ પૃથ્વીથી 4,00,171 કિમીના અંતરનો હતો. ‘આર્ટેમિસ II’ના 4 અવકાશયાત્રીઓએ 6 એપ્રિલે ભારતીય સમય અનુસાર રાત્રે 11:26 વાગ્યે આ રેકોર્ડ તોડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →