એમેઝોને નવું AI ઓડિયો ફીચર લોન્ચ કર્યું:પ્રશ્નો પૂછીને ખરીદી કરી શકાશે, રિવ્યૂ-પ્રોડક્ટ ડિટેલ મુજબ જવાબ આપશે

Utility5/3/2026, 12:30:00 AM
એમેઝોને નવું AI ઓડિયો ફીચર લોન્ચ કર્યું:પ્રશ્નો પૂછીને ખરીદી કરી શકાશે, રિવ્યૂ-પ્રોડક્ટ ડિટેલ મુજબ જવાબ આપશે
ઇ-કોમર્સ પ્લેટફોર્મ 'એમેઝોન'એ નવું ફીચર લોન્ચ કર્યું છે, જેમાં યુઝર પ્રોડક્ટ વિશે પ્રશ્નો પૂછીને વાતચીત પણ કરી શકે છે. કંપનીએ તેના ફીચર Hear the Highlightsમાં નવો Join the Chat વિકલ્પ ઉમેર્યો છે. આની મદદથી, યુઝર કોઈ પ્રોડક્ટની ઓડિયો સમરી સાંભળતી વખતે ટેક્સ્ટ અથવા અવાજમાં પ્રશ્નો પૂછી શકે છે. ઉદાહરણ તરીકે, યુઝર પૂછી શકે છે કે, શું આ કોફી મશીન બાળકો માટે યોગ્ય છે? AI પ્રોડક્ટની વિગતો, ગ્રાહક સમીક્ષાઓ (કસ્ટમર રિવ્યૂ) અને ઉપલબ્ધ માહિતીમાંથી જવાબ આપે છે. ઓડિયો હોસ્ટની જેમ જવાબ આપશે આ ફીચર કેવી રીતે કામ કરે છે આ ફીચર ક્યાં ઉપલબ્ધ છે? - iOS અને Android બંને પર ઉપયોગ કરી શકશે. - યુઝરને ફક્ત પ્રોડક્ટ પેજ પર જઈને Hear the Highlights બટન દબાવવું પડશે. એમેઝોનમાં AI પાવર્ડ શોપિંગ આસિસ્ટન્ટ પણ એમેઝોનમાં પહેલાથી જ Rufus નામનું આસિસ્ટન્ટ પણ છે. તેનું AI-પાવર્ડ શોપિંગ આસિસ્ટન્ટ ખરીદીને વધુ વાતચીત જેવું બનાવે છે. તે પ્રોડક્ટ કેટલોગ, રિવ્યુ અને વેબ ડેટાના આધારે યુઝર્સને સલાહ આપે છે. યુઝર્સ તેનો પણ ઉપયોગ કરી શકે છે.
Read Original Article →