'AI ફેસ'ની ભયાનક ભ્રમજાળ!:ચેટબોટની સલાહ માનીને અવાસ્તવિક ચહેરો મેળવવા લોકો કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર; સર્જનોએ તેને જીવલેણ ગણાવ્યું

Utility6/3/2026, 12:30:00 AM
'AI ફેસ'ની ભયાનક ભ્રમજાળ!:ચેટબોટની સલાહ માનીને અવાસ્તવિક ચહેરો મેળવવા લોકો કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર; સર્જનોએ તેને જીવલેણ ગણાવ્યું
બ્રિટનના જાણીતા લેખક અને પત્રકાર ઇસાક ટોમ્પકિન્સે પોતાના ફોનના કેમેરાથી એક સામાન્ય સેલ્ફી લીધી અને તેને એક AI ચેટબોટને સોંપી દીધી. કહ્યું- 'મને થોડો વધુ સુંદર બનાવી દો.' થોડી જ સેકન્ડમાં સ્ક્રીન પર એવો ચહેરો દેખાયો, જે તેનો જ હતો, પરંતુ તેમાં જાદુઈ આકર્ષણ હતું. તેનું નાક બિલકુલ સીધું હતું અને પાંપણો થોડી ઊંચી હતી. ‘AI ફેસ’થી પ્લાસ્ટિક સર્જનો પરેશાન ઇસાક આ તસવીર લઈને લંડનના પ્રખ્યાત કોસ્મેટિક સર્જન ડો. એલેક્સ કારિડિસ પાસે પહોંચ્યા, તો ડોક્ટરે હસતા કહ્યું, 'બદલાવ તો સામાન્ય છે, પરંતુ તેને હકીકતમાં બદલવાનો ખર્ચ લગભગ 25 લાખ રૂપિયા આવશે.' ઇસાકનો આ પ્રયોગ તે કડવી વાસ્તવિકતા દર્શાવે છે, જેની સાથે દુનિયાભરના પ્લાસ્ટિક સર્જનો સંઘર્ષ કરી રહ્યા છે. આ નવા પ્રચલનને 'AI ફેસ' નામ આપવામાં આવ્યું છે. કુદરતે સર્જેલા માનવની કૃત્રિમ ઇચ્છાઓ બ્રિટિશ એસોસિએશન ઑફ એસ્થેટિક પ્લાસ્ટિક સર્જન્સના પ્રમુખ નોરા નુજેન્ટ જણાવે છે કે, તેમના ક્લિનિકમાં રોજ એવા દર્દીઓ આવે છે, જેઓ ચેટબોટ્સ દ્વારા બનાવેલી અવાસ્તવિક તસવીર લઈને જીદ કરે છે કે તેમને તેવા જ દેખાવું છે. તેમની માંગ હોય છે... કાચ જેવી ચમકતી અને સાફ ત્વચા, આકર્ષક અને ઘાટીલા ગાલ (ચીકબોન્સ) અને ચહેરા પર એવી સમરૂપતા, જે માનવ શરીરમાં કુદરતી રીતે શક્ય જ નથી. ઇસાક અહીં જ ન અટક્યા. તેમણે ચેટબોટને ઇન્ટરનેટનો સૌથી હેન્ડસમ અને મર્દાના લુક આપવા કહ્યું. AI એ જે તસવીર બનાવી, તેને જોઈને ડૉ. કારિડિસ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સર્જરીનો ખર્ચ 1 કરોડ રૂપિયા ચેટબોટે જડબાની ભારે સર્જરી (જૉ સર્જરી), ગાલની ચરબી હટાવવા (બક્કલ ફેટ રિમૂવલ) અને અનેક ઇમ્પ્લાન્ટ્સ કરાવવાની સલાહ આપી. ડોક્ટરે ગંભીર થઈને કહ્યું, 'આ વાહિયાત અને ડરામણું છે. આ કાલ્પનિક ચહેરા માટે 1 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડશે, છતાં ગેરંટી નથી કે તમે આવા જ દેખાશો. ઊલટું, ઉંમર વધવાની સાથે અસલી ચહેરો પણ બગડી જશે.' AIની ભ્રમજાળ કાયમી ઘા આપી જશે ડૉ. જુલિયન કહે છે, 'તાજેતરમાં એક વીડિયોમાં ડૉક્ટર દાવો કરતા જોવા મળ્યા કે, સર્જરીથી દર્દી 30 વર્ષ નાનો દેખાશે. પરંતુ ધ્યાનથી જોતા ખબર પડે છે કે દર્દીના હાથમાં છ આંગળીઓ હતી. સ્પષ્ટ હતું કે આ AI દ્વારા બનાવવામાં આવ્યું હતું. ડૉ. જુલિયન કહે છે, 'સુંદર દેખાવું એ દરેકની ઈચ્છા હોય છે, પરંતુ માનવ શરીર પિક્સેલ નથી; AI ના ભ્રમજાળથી કાયમી ઘા થઈ શકે છે. જેને કોઈ સર્જન સુધારી શકતો નથી.' સ્ક્રીન પર પિક્સેલ બદલવું સરળ, સર્જરીમાં આ સ્તરે કામ મુશ્કેલ ડૉ. કારિડિસનું કહેવું છે કે AI કમ્પ્યુટર સ્ક્રીન પર એક-એક પિક્સેલને મરજી મુજબ બદલી શકે છે, પરંતુ સર્જરી આ સૂક્ષ્મ સ્તરે કામ કરતી નથી. જ્યારે, ડૉ. જુલિયન ડી સિલ્વા તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવે છે કે જો કોઈ વ્યક્તિની એક આંખ બીજી આંખથી થોડા મિલીમીટર ઉપર-નીચે હોય, તો AI તેને એક સેકન્ડમાં ઠીક કરી દેશે. પરંતુ હકીકતમાં આંખો ખોપરીના હાડકાના ખાંચામાં ટકેલી હોય છે, જેની બરાબર પાછળ મગજ હોય ​​છે. સર્જરીથી તે હાડકાંને ખસેડવું જીવલેણ હોઈ શકે છે.
Read Original Article →