AI અને રોબોટથી લાખો લોકોની નોકરી જોખમમાં:ચીનમાં ડ્રોનથી 6 હજાર કરોડ ફૂડ ડિલિવરી થઈ, રોબોટેક્સીના કારણે ટ્રાફિક જામ; ડ્રાઇવરોએ વિરોધ નોંધાવ્યો

Utility5/14/2026, 12:30:00 AM
AI અને રોબોટથી લાખો લોકોની નોકરી જોખમમાં:ચીનમાં ડ્રોનથી 6 હજાર કરોડ ફૂડ ડિલિવરી થઈ, રોબોટેક્સીના કારણે ટ્રાફિક જામ; ડ્રાઇવરોએ વિરોધ નોંધાવ્યો
ચીન AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ઓટોમેશનની આડઅસરોથી ઝઝૂમી રહ્યુ છે. મોટા પાયે નોકરીઓ ગુમાવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કિંગદાઓ જેવા શહેરો ઓટોમેશન અને માનવીય સંઘર્ષની લેબ બની ગયા છે. માત્ર એક વર્ષ પહેલાં આ શહેરમાં ઓટોનોમસ વાહનો ગણ્યા-ગાંઠ્યા હતા. આજે તે વિશ્વના સૌથી અદ્યતન શહેરોમાંનું એક છે. કિંગદાઓમાં રોબોટેક્સી અને ફૂડ ડિલિવરી ડ્રોનનો દબદબો નિયોલિક્સ કંપનીએ અહીં 1,200 માનવરહિત ડિલિવરી વાન ઉતારી છે. ડિસેમ્બર સુધીમાં તેને વધારીને 4,000 કરવાનો લક્ષ્ય છે. આ શહેર તે પરિવર્તનનું પ્રતીક છે, જ્યાં રોબોટેક્સી અને ફૂડ-ડિલિવરી ડ્રોન ઝડપથી રસ્તાઓ પર કબજો કરી રહ્યા છે. ગોલ્ડમેન સાક્સના આંકડા અનુસાર 2025ના અંત સુધીમાં ચીનના રસ્તાઓ પર 33,000 શોર્ટ-રેન્જ ડિલિવરી વાહનો હતા. 2026ના અંત સુધીમાં માનવરહિત કેબ 14,000 થવાની અપેક્ષા છે. 5 વર્ષમાં, ચીનના શહેરોમાં 7 લાખ રોબોટેક્સી હશે. આ કુલ રાઇડ-હેલિંગ સેવાઓનો 12% હશે. ચીનમાં મોટાપાયે બેરોજગારીનું જોખમ દિગ્ગજ એપ મીટુઆનનું અનુમાન છે કે તે ચીનની 10% ક્વિક ફૂડ ડિલિવરી ડ્રોન દ્વારા કરી શકે છે. ગયા વર્ષે 6 હજાર કરોડ ડિલિવરી થઈ હતી. આનાથી ડ્રાઇવરોની રોજીરોટી છિનવાઈ રહી છે. આવી સ્થિતિમાં ચીની નેતૃત્વએ વ્યૂહરચના બદલી છે. સરકારે માર્ચમાં જાહેર કરેલી પંચવર્ષીય આર્થિક યોજનામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, મોટા પાયે બેરોજગારીના જોખમને રોકવું પડશે. એપ્રિલમાં જાહેર કરાયેલા એક મુસદ્દા દસ્તાવેજમાં ડેવલપર્સને સખત સૂચના આપવામાં આવી કે તેઓ રોજગાર ખતમ કરવાના ઇરાદાથી AI નો ઉપયોગ ન કરે. રિસર્ચ ફર્મ ટોમ નનલિસ્ટ અનુસાર, ચીની AI રેગ્યુલેશનમાં રોજગાર બચાવવા માટે કરવામાં આવેલી વિનંતી દુર્લભ છે. આ પહેલાં નીતિગત સ્તરે માનવ શ્રમના સંરક્ષણનું આવું ઉદાહરણ મળતું નથી. ખરો ખતરો તે 2.2 કરોડ ડ્રાઇવરોને છે, જેઓ સવારીઓ લઈ જાય છે અથવા ગ્રાહકોને પાર્સલ પહોંચાડે છે. તણાવ ઓછો કરવા માટે મીટુઆન જેવી કંપનીઓ ડ્રાઇવરોને નવી ભૂમિકાઓ માટે તાલીમ આપી રહી છે. શાંઘાઈમાં ડ્રાઇવરોને ડ્રોન ડિલિવરી સંચાલિત કરવા, ખોરાક લોડ કરવા અને કમાન્ડ સેન્ટરથી દેખરેખ રાખવાની તાલીમ આપવામાં આવી રહી છે. વુહાનમાં ઓટોમેશન કારથી જામ વધી રહ્યો છે, ડ્રાઇવરો સંગઠિત થઈ રહ્યા છે ચીનમાં ઓટોમેશનનો માર્ગ સરળ નથી. વુહાન જેવા શહેરોમાં, જ્યાં બાયડુ લગભગ 1,000 રોબોટેક્સી ચલાવી રહ્યું છે, ત્યાં તકનીકી ખામીઓ ટ્રાફિક જામ કરી રહી છે. માર્ચમાં ડઝનેક ટેક્સીઓ અચાનક રસ્તા પર ‘ફ્રીઝ’ થઈ ગઈ, જેના કારણે ટ્રાફિક થંભી ગયો. આ પછી સરકારે રોબોટેક્સીના નવા લાઇસન્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, ડ્રાઇવરો હવે સંગઠિત થઈને વિરોધ કરી રહ્યા છે. 2024માં વુહાનમાં થયેલા પ્રદર્શનો પછી, અધિકારીઓએ બાયડુને તેના રોબોટેક્સીના આંકડા જાહેર કરવાથી રોક્યા.
Read Original Article →