હેનરિક ક્લાસને SRHને 10માંથી 6 સ્કોર આપ્યો:કહ્યું- મહત્વની ઘડીએ થયેલી ભૂલ ભારે પડી રહી છે; ક્રિકેટર ટીમનો ટોપ સ્કોરર

Sports4/8/2026, 10:56:55 AM
હેનરિક ક્લાસને SRHને 10માંથી 6 સ્કોર આપ્યો:કહ્યું- મહત્વની ઘડીએ થયેલી ભૂલ ભારે પડી રહી છે; ક્રિકેટર ટીમનો ટોપ સ્કોરર
સનરાઇઝર્સ હૈદરાબાદની IPL 2026માં શરૂઆત અત્યાર સુધી મિશ્ર રહી છે. ટીમ શરૂઆતની 3 મેચમાંથી 2 હારી છે, જ્યારે 1 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે જીત મેળવી છે. ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન હેનરિક ક્લાસેને મંગળવારે જિયોસ્ટાર પ્રેસ રૂમમાં રાઇવલી વીક પહેલા ટીમના પ્રદર્શન પર વાત કરી. 10 માંથી 6ની રેટિંગ દિવ્ય ભાસ્કરના સવાલ પર ક્લાસેને કહ્યું કે જો ટીમના પ્રદર્શનને રેટિંગ આપવામાં આવે તો તે અત્યારે 10 માંથી 6 આપશે. તેના મતે ટીમે ઘણા ક્ષેત્રોમાં સારો દેખાવ કર્યો છે, પરંતુ મહત્વપૂર્ણ પ્રસંગોએ થયેલી ભૂલો ભારે પડી રહી છે. પાવરપ્લેમાં વિકેટ પડવી મોટી સમસ્યા ક્લાસને જણાવ્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે પાવરપ્લેમાં વહેલી વિકેટ ગુમાવવાથી ટીમ મેચમાંથી બહાર થઈ ગઈ. તેણે કહ્યું કે- બેટિંગ યુનિટનો મોટો ભાગ સારી લયમાં છે અને ટીમમાં લગભગ 80% સકારાત્મક બાબતો છે, પરંતુ શરૂઆતી ઝટકા મોટી પડકાર બની રહ્યા છે. ફિલ્ડિંગમાં સુધારાની જરૂર ફિલ્ડિંગને લઈને પણ ક્લાસને ચિંતા વ્યક્ત કરી. તેણે કહ્યું કે શરૂઆતની બે મેચમાં ટીમની ફિલ્ડિંગ સ્તર મુજબની રહી ન હતી, જોકે, છેલ્લી મેચમાં સુધારો જોવા મળ્યો. ટીમ હવે વધુ સારા ફિલ્ડિંગ સ્ટાન્ડર્ડ સેટ કરવા પર કામ કરી રહી છે જેથી દબાણ બનાવી શકાય અને કેચ છોડ્યા વિના તકોનો લાભ લઈ શકાય. ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સકારાત્મક ક્લાસને સ્પષ્ટ કર્યું કે ટીમમાં કોઈ પણ પ્રકારની ગભરાહટ નથી અને ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સકારાત્મક બનેલું છે. તેમણે કહ્યું કે હવે ટીમનું ધ્યાન બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટ્સમાં એકસાથે સારું પ્રદર્શન કરીને મોમેન્ટમ હાંસલ કરવા પર છે. ક્લાસન SRH ના ટોપ સ્કોરર SRH માટે ક્લાસન આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે. સાઉથ આફ્રિકાના આ વિકેટકીપર-બેટરે શરૂઆતની 3 મેચમાં 2 અર્ધશતક સાથે કુલ 145 રન બનાવ્યા છે અને ટીમના ટોપ સ્કોરર બન્યા છે. ક્લાસને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 52 રન અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે 62 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. ટીમની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે SRH નો આગામી મુકાબલો 11 એપ્રિલે પંજાબ કિંગ્સ અને 13 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે થશે. ટીમ 18 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે, ત્યારબાદ 21 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમશે. જ્યારે, 29 એપ્રિલે ફરી એકવાર મુંબઈ ઇન્ડિયન્સ સામે ટક્કર થશે. આ ઉપરાંત ટીમને વધુ પાંચ મેચ રમવાની છે. IPL 2026 નો રોમાંચ હવે વધુ વધવાનો છે, કારણ કે 12 થી 18 એપ્રિલ સુધી રાઇવલરી વીક શરૂ થશે. આ સપ્તાહમાં હાઈ-વોલ્ટેજ મેચોનું લાઇવ અને એક્સક્લુઝિવ પ્રસારણ જિયોહોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાય છે.
Read Original Article →