એશિયન પેરા ગેમ્સ 2026 પર નજર:ભારતીય પેરા ટેબલ ટેનિસ સ્ટાર નૂરજહાંનું મિશન યુરોપ-એશિયા શરૂ

Sports5/5/2026, 2:49:52 PM
એશિયન પેરા ગેમ્સ 2026 પર નજર:ભારતીય પેરા ટેબલ ટેનિસ સ્ટાર નૂરજહાંનું મિશન યુરોપ-એશિયા શરૂ
ભારતની નંબર 1 રેન્કિંગ ધરાવતી પેરા ટેબલ ટેનિસ ખેલાડી નૂરજહાં નૂરઅલી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કરવા જઈ રહી છે. જેમાં યુરોપ અને એશિયાના ચાર ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે, જે ઓક્ટોબરમાં જાપાનના આઈચી પ્રીફેક્ચર અને નાગોયામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સ 2026 માટે તેના ક્વોલિફિકેશન અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના (ITTF) વર્લ્ડ પેરા ટેબલ ટેનિસ રેન્કિંગ હેઠળ ક્લાસ 7માં વિશ્વ ક્રમાંક 27માં રહેલ નૂરજહાં સ્પષ્ટ લક્ષ્ય સાથે આ તબક્કામાં પ્રવેશ કરી રહી છે. તેનું અભિયાન 29 એપ્રિલથી 2 મે દરમિયાન મોન્ટેનેગ્રોમાં યોજાયેલા ITTF વર્લ્ડ પેરા ચેલેન્જર પોડગોરિકાથી શરૂ થયું હતું. અને હવે તે 5 થી 9 મે દરમિયાન સ્લોવેનિયાના લાસ્કોમાં ઓયાજીત ITTF વર્લ્ડ પેરા ચેલેન્જરમાં ભાગ લઈ રહી છે. ત્યારબાદ તે 11 થી 15 મે દરમિયાન ITTF વર્લ્ડ પેરા એલિટ લાસ્કોમાં ભાગ લેશે, અને અંતે 17 થી 21 મે દરમિયાન તાઇવાનનામાં આયોજીત થનાર ITTF વર્લ્ડ પેરા એલિટ તાઈપેઈ સિટી ખાતે પોતાનું અભિયાન પૂર્ણ કરશે. હાલમાં તે એશિયામાં 8માં ક્રમે છે અને હવે તે ટૉપ-6 માટે ક્વોલિફાય થવાનું લક્ષ્ય રાખે છે. આ તેની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. પાંચ વર્ષની ઉંમરે પોલિયોની ઓળખ થયા બાદ, નૂરજહાં 2022માં સ્પર્ધાત્મક ટેબલ ટેનિસમાં પરત ફરી અને ત્યારથી જ તે રમતમાં ઝડપથી આગળ વધી રહી છે. તેણે અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને આ વર્ષની શરૂઆતમાં ઇન્દોરમાં ઓયાજીત UTT પેરા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2025-26નું ટાઈટલ પોતાને નામ કર્યું; આ પરિણામથી તે ઓ કેટેગરીમાંમાં ભારતની નંબર 1 ખેલાડી બની છે. અમદાવાદમાં રહેતા નૂરજહાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)માં જુનિયર ઓફિસર તરીકે કામ કરે છે. તે તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે કંપનીએ અનુકૂળ અને કામના કલાકો અને રજાઓ સહિત સંપૂર્ણ સહાય પૂરી પાડી છે. નૂરજહાંએ કહ્યું કે, “આ તબક્કો મારી ક્વોલિફિકેશન માટે મહત્વપૂર્ણ છે. સતત સમર્થન અને યોગ્ય તાલીમના વાતાવરણ સાથે, હું એશિયાના ટૉપ- 6 ખેલાડીઓમાં સ્થાન મેળવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.”
Read Original Article →