સટ્ટાબાજીનું દબાણ ખેલાડીઓને તોડી રહ્યું છે!:ટાર્ગેટ પૂરા કરવા એથ્લેટ્સને પરિવારજનોની હત્યાની ધમકી આપે છે, NCAAના રિસર્ચમાં ખુલાસો

Sports4/7/2026, 9:01:34 AM
સટ્ટાબાજીનું દબાણ ખેલાડીઓને તોડી રહ્યું છે!:ટાર્ગેટ પૂરા કરવા એથ્લેટ્સને પરિવારજનોની હત્યાની ધમકી આપે છે, NCAAના રિસર્ચમાં ખુલાસો
એક કોલેજ બાસ્કેટબોલ ખેલાડી મેચ શરૂ થતા પહેલા પોતાનો મોબાઈલ ખોલે છે. સ્ક્રીન પર અજાણ્યાનો મેસેજ દેખાય છે, 'સાંભળો, આ મજાક નથી. જો તમે આજે 22 પોઈન્ટ્સ અને 12 રીબાઉન્ડ્સ નહીં કરો, તો તમારા બધા નજીકના લોકોને મારી નાખવામાં આવશે.' આ ડરામણો મેસેજ કોઈ ફિલ્મનું સ્ક્રીનપ્લે નથી, પરંતુ 2024ના NCAA (નેશનલ કોલેજિયેટ એથ્લેટિક એસોસિએશન)ના અભ્યાસનો એક ભાગ છે. તે ખેલાડીએ હજુ કોર્ટ પર પગ પણ મૂક્યો ન હતો, કે ન તો કોઈ શોટ ચૂક્યો હતો. તેનો વાંક માત્ર એટલો જ હતો કે સટ્ટાબાજીની દુનિયામાં તેની ક્ષમતા પર 'દાવ' લાગ્યો હતો. જોકે તે મેદાનમાં ઉતર્યો અને સ્વાભાવિક રીતે રમવાનો પ્રયાસ પણ કર્યો. નિષ્ણાતો કહે છે કે, આપણે આ સમયે 'માર્ચ મેડનેસ'ની વચ્ચે છીએ - જે અમેરિકન રમતોમાં સૌથી વધુ સટ્ટાબાજીવાળી ઇવેન્ટ છે. એવો અંદાજ છે કે આ વર્ષની ટુર્નામેન્ટ પર જ 25 હજાર કરોડ રૂપિયાનો દાવ લાગ્યો છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર અને મનોવૈજ્ઞાનિક એમી કડી કહે છે, ‘આજના એથ્લેટ્સ માત્ર શારીરિક થાકથી જ નહીં, પરંતુ એક નવા મનોવૈજ્ઞાનિક ખતરાનો સામનો કરી રહ્યા છે, જેને ‘સોશિયલ-ઇવેલ્યુએટિવ થ્રેટ’ કહેવાય છે. આ એ તણાવ છે જે અન્ય લોકો દ્વારા નકારાત્મક નિર્ણય લેવા અથવા અપમાનિત થવાના ડરથી પેદા થાય છે. 1995માં એક ખેલાડીને માત્ર સ્ટેડિયમમાં હાજર દર્શકોની હૂટિંગ સંભળાતી હતી. પરંતુ આજે, એક ખેલાડી નાસ્તા પહેલા જ સોશિયલ મીડિયા પર સેંકડો નફરતભર્યા સંદેશા વાંચી ચૂક્યો હોય છે. 2025ના અભ્યાસ મુજબ, 51% બાસ્કેટબોલ ખેલાડીઓને પ્રદર્શનના આધારે અને 46%ને સીધા સટોડિયાઓ તરફથી ધમકીભર્યા મેસેજ મળે છે. જાણીતા મનોવૈજ્ઞાનિક એમી કહે છે, ‘ખેલ જગત અત્યાર સુધી ઊંઘ, પોષણ અને રિકવરી પર ધ્યાન આપતું આવ્યું છે, પરંતુ હવે તેને ‘જજમેન્ટ રિકવરી’ની જરૂર છે. આને ‘લોડ મેનેજમેન્ટ’ની જેમ જોવું પડશે. જેમ ખેલાડીઓ મેચ પછી સ્નાયુઓને આરામ આપે છે, તેવી જ ‘રિકવરી’ તેમને સોશિયલ મીડિયા અને બાહ્ય ટીકાઓથી પણ કરવી જરૂરી છે.’ તણાવ એટલો બધો કે જીવનું જોખમ પણ થઈ શકે છે મનોવૈજ્ઞાનિક સેલી ડિકરસન કહે છે, ‘આ ખતરો શરીરમાં કોર્ટિસોલનું સ્તર એટલું વધારી દે છે કે શરીર તેને ‘જીવના જોખમ’ની જેમ લેવા લાગે છે. સામાન્ય તણાવ સમય જતાં ઓછો થઈ જાય છે, પરંતુ ‘બીજાના જજમેન્ટ’નો ડર દર વખતે શરીર પર એવી અસર કરે છે, જાણે પહેલી વાર મળ્યો હોય. ટેનિસ સ્ટાર ઈગા સ્વિયેતેક અને જેસિકા પેગુલા જેવા ખેલાડીઓ તેને ‘માનસિક સ્વાસ્થ્ય’ની નહીં, પરંતુ ‘પ્રદર્શન’ની સમસ્યા માની રહ્યા છે. જ્યારે અરમાન્ડો બેકોટ જેવા ખેલાડીઓ જીત અપાવીને પાછા ફરે છે, ત્યારે પણ તેમના ઇનબોક્સમાં અપશબ્દો હોય છે કારણ કે તેમણે સટ્ટાબાજોનું અંગત લક્ષ્ય પૂરું કર્યું હોતું નથી.
Read Original Article →