‘રોહિત-કોહલીને કાઢવા સહેલાં નથી':મુનાફ પટેલે કહ્યું- ગૌતમને હટાવવામાં આવશે તો ગંભીર પરિણામો આવી શકે, ખેલાડીઓને સંભાળવા મુશ્કેલ બનશે

Sports4/15/2026, 12:29:30 PM
‘રોહિત-કોહલીને કાઢવા સહેલાં નથી':મુનાફ પટેલે કહ્યું- ગૌતમને હટાવવામાં આવશે તો ગંભીર પરિણામો આવી શકે, ખેલાડીઓને સંભાળવા મુશ્કેલ બનશે
પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે BCCIને ચેતવણી આપી કે જો ગંભીરને હટાવવામાં આવશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. ગૌતમ ગંભીરે 2024 T-20 વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાના હેડ કોચનો પદભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળમાં ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી, એશિયા કપ અને T-20 વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ જીતી છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં ટીમનું પ્રદર્શન નબળું રહ્યું છે, જેના કારણે તેમને હટાવવાની માંગ ઉઠી રહી છે. મુનાફ પટેલે કહ્યું- ગંભીર જેવા કોચને હટાવવાથી ખેલાડીઓને સંભાળવા મુશ્કેલ થઈ જશે. તે સત્ય બોલે છે અને જરૂર પડ્યે મોટા ખેલાડીઓને બહાર કરવાનો સાહસ રાખે છે. ‘રોહિત-કોહલીને ના કહેવું સહેલું નથી’ મુનાફે કહ્યું- ગંભીર હંમેશા સાચું બોલે છે, પરંતુ આ વાત ઘણા લોકોને પસંદ નથી આવતી. તેણે એમ પણ કહ્યું- ગંભીરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓને પણ 'ના' કહેવાની અને જરૂર પડ્યે બહાર કરવાની હિંમત છે. DCના બોલિંગ કોચ છે મુનાફ પટેલ મુનાફ પટેલ IPLમાં દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યા છે. ટીમે આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચમાં 2 જીત નોંધાવી છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.
Read Original Article →