2025-26 સીઝનમાં અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડેમીના ખેલાડીઓનું સર્વોચ્ચ પ્રદર્શન:રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે એક જ સીઝનમાં 98 મેડલ જીત્યા

Sports4/5/2026, 11:56:35 AM
2025-26 સીઝનમાં અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડેમીના ખેલાડીઓનું સર્વોચ્ચ પ્રદર્શન:રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે એક જ સીઝનમાં 98 મેડલ જીત્યા
અમદાવાદની અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડેમીના ખેલાડીઓએ વર્ષ 2025-26ની સીઝનમાં રમતગમત ક્ષેત્રે નવો ઈતિહાસ રચ્યો છે. એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં એકેડેમીના ખેલાડીઓએ કુલ 98 મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં 33 ગોલ્ડ, 32 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ ભવ્ય સફળતામાં સૌથી મોટું યોગદાન સ્પીડ સ્કેટિંગનું રહ્યું છે, જેમાં ખેલાડીઓએ સૌથી વધુ 23 ગોલ્ડ મેડલ જીત્યા છે. ખાસ કરીને ભક્તિ ખંધારે નેશનલ ઇનલાઇન સ્કેટિંગમાં ત્રણ વાર ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું અને 'ખેલ મહાકુંભ'માં પણ પાંચ મેડલ મેળવ્યા. બીજી તરફ, ટેનિસ સ્ટાર હર્ષા દેશપાંડેએ અમદાવાદ અને જયપુરમાં યોજાયેલી ઓલ-ઈન્ડિયા ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીતીને એકેડેમીનું ગૌરવ વધાર્યું છે. સ્કેટબોર્ડિંગમાં રેયાંશ માશેટ્ટીએ વડોદરામાં બે ગોલ્ડ મેડલ જીત્યા, જ્યારે બાસ્કેટબોલમાં પણ એકેડેમીના ચાર ખેલાડીઓ- સરથ્યા પટેલ, તક્ષ પટેલ, જલ પટેલ અને ગૌરવ અગ્રવાલની પસંદગી અંડર-19 ગુજરાત ટીમમાં કરવામાં આવી છે. ભાનવી જેસલપુરાએ પણ દેહરાદૂનમાં યોજાયેલ સબ-જુનિયર નેશનલમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
Read Original Article →