IPLમાં આજે બીજી મેચ RCB vs CSK:ચેન્નઈ સીઝનની પોતાની બંને મેચ હારી, જોકે હેડ ટુ હેડમાં બેંગલુરુ સામે રેકોર્ડ જોરદાર
IPLમાં આજે સતત બીજા દિવસે ડબલ હેડર રમાશે. દિવસનો બીજો અને સીઝનનો 11મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે થશે. મેચ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટૉસ 7:00 વાગ્યે થશે. આ સીઝનમાં બેંગલુરુએ હૈદરાબાદને હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી. બીજી તરફ, ચેન્નઈની ટીમ બંને મેચ હારી ચૂકી છે. પોઇન્ટ્સ ટેબલમાં RCB ત્રીજા સ્થાને છે, જ્યારે CSK 10મા નંબર પર છે. દિવસની પહેલી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે હૈદરાબાદમાં બપોરે 3:30 વાગ્યે રમાશે. બીજી મેચનો પ્રિવ્યૂ… CSKએ RCB સામે 61% મેચ જીતી બેંગલુરુ અને ચેન્નઈ વચ્ચે અત્યાર સુધી કુલ 36 મેચ રમાય છે. આમાં ચેન્નઈએ 22 મેચ જીતી છે, જ્યારે બેંગલુરુને 13 મેચમાં જીત મળી છે. બંને ટીમ વચ્ચે એક મેચ અનિર્ણિત પણ રહી છે. આ રીતે CSKએ RCB સામે 61% મેચ જીતી છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમનો 12 વાર સામનો થયો છે. જેમાં બેંગલુરુને 6 અને ચેન્નઈને 5 મેચમાં જીત મળી. એક મેચનું પરિણામ નીકળી શક્યું નહોતું. બંને ટીમ વચ્ચે ગત સીઝનમાં બે મુકાબલા થયા હતા, જે બંને બેંગલુરુએ પોતાના નામે કર્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સની બોલિંગ નબળી ચેન્નઈના બેટર્સે ગત પંજાબ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આયુષ મ્હાત્રેએ પંજાબ સામે ફિફ્ટી ફટકારતા 43 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડએ 28 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે સરફરાઝ ખાને માત્ર 12 બોલમાં ઝડપી 32 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ અણનમ રહેતા 27 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. જોકે, ટીમના બોલરો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહોતા અને 210 રનનો મોટો ટાર્ગેટ પણ ડિફેન્ડ કરી શક્યા નહોતા. કોહલીની પહેલી મેચમાં ફિફ્ટી RCB માટે વિરાટ કોહલીએ સીઝનની પહેલી જ મેચમાં ફિફ્ટી ફટકારી દીધી હતી. હૈદરાબાદ સામે રમતા કોહલીએ 69 રનની ઇનિંગ રમી હતી. તેની ફિફ્ટીની મદદથી ટીમે 201 રનનો ટાર્ગેટ 15.4 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જેકબ ડફીએ 3 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો હતો. RCBએ 202 રનનો ટાર્ગેટ 16મી ઓવરમાં ચેઝ કર્યો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટર્સ માટે અનુકૂળ માનવામાં આવે છે. સીઝનની પહેલી મેચમાં બેંગલુરુ અને હૈદરાબાદ સામસામે હતા, જ્યાં હૈદરાબાદે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગલુરુએ આ ટાર્ગેટ માત્ર 16મી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને સરળતાથી ચેઝ કરી લીધો હતો. આ મેદાન પર અત્યાર સુધી કુલ 101 IPL મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી પહેલા બેટિંગ કરનાર ટીમે 43 અને પહેલા બોલિંગ કરનાર ટીમે 54 મેચ જીતી છે, જ્યારે 4 મેચ અનિર્ણિત રહી છે. આ ગ્રાઉન્ડનો સૌથી મોટો ટીમ સ્કોર 287/3 છે, જે સનરાઈઝર્સ હૈદરાબાદે ગયા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે બનાવ્યો હતો. બેંગલુરુમાં 25% વરસાદની શક્યતા રવિવારે યોજાનારી મેચમાં વરસાદની શક્યતા છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદના 25% સંભાવના છે. સવારના સમયે તડકા સાથે વાદળો છવાયેલા રહેશે. આજે બેંગલુરુનું તાપમાન 21 થી 33 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની આશા છે. સાથે જ, હવાની ઝડપ આશરે 13 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. બન્ને ટીમની પોસિબલ પ્લઇંગ-12 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી, સુયશ શર્મા, દેવદત્ત પડિકલ. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, શિવમ દુબે, કાર્તિક શર્મા, પ્રશાંત વીર, નૂર અહેમદ, અંશુલ કંબોજ, મેટ હેનરી અને ખલીલ અહેમદ, જેમી ઓવરટન. મેચ ક્યાં જોઈ શકાશે? IPL મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. તેમજ, જિયો હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર તેની લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ હશે. આ સિવાય, મેચના સ્કોર અને તમામ અપડેટ્સ દિવ્ય ભાસ્કર એપ પર પણ જોઈ શકાય છે.
Read Original Article →