IPLમાં આજે RCB vs LSG:હોમગ્રાઉન્ડ પર લખનઉને અત્યાર સુધી નથી હરાવી શક્યું બેંગલુરુ, જીતીને ટેબલ ટૉપર બનવાની તક

Sports4/15/2026, 12:54:00 AM
IPLમાં આજે RCB vs LSG:હોમગ્રાઉન્ડ પર લખનઉને અત્યાર સુધી નથી હરાવી શક્યું બેંગલુરુ, જીતીને ટેબલ ટૉપર બનવાની તક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 23મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે થશે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 7 વાગ્યે થશે. RCB પોતાના હોમગ્રાઉન્ડ પર LSGને એક પણ મેચમાં હરાવી શક્યું નથી. ટીમ આ સીઝનમાં 4માંથી 3 મેચ જીતીને ત્રીજા નંબર પર છે, આજે જીતીને ટીમ પાસે પોઇન્ટ્સ ટેબલમાં નંબર-1 પર પહોંચવાની તક છે. બીજી તરફ લખનઉને 4માંથી 2 મેચમાં જીત મળી છે. હેડ-ટુ-હેડમાં RCB આગળ બેંગલુરુ અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં 6 IPL મેચ રમાઈ છે. જેમાંથી 4માં RCB અને માત્ર 2માં LSGને જીત મળી છે. જોકે, લખનઉની બંને જીત બેંગલુરુના હોમગ્રાઉન્ડ પર જ આવી છે અને આજની મેચ પણ અહીં જ રમાશે. ગયા વર્ષે જ્યારે બંને ટીમ લખનઉમાં સામસામે આવી હતી, ત્યારે RCBએ 18.4 ઓવરમાં જ 230 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પાટીદાર પાસે ટૉપ સ્કોરર બનવાની તક RCB માટે કેપ્ટન રજત પાટીદાર, વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. પાટીદાર 2 ફિફ્ટીની મદદથી 195 રન બનાવીને ટુર્નામેન્ટનો ચોથો ટૉપ સ્કોરર છે. તે માત્ર 30 રન બનાવતાની સાથે જ નંબર-1 પર પહોંચી જશે. બોલરોમાં જેકબ ડફી 6 વિકેટ લઈને ટીમનો મુખ્ય બોલર છે. LSGના બેટર્સ ફોર્મમાં નથી લખનઉનો કોઈ પણ બેટર ટુર્નામેન્ટમાં હજુ સુધી 110 રન પણ બનાવી શક્યો નથી. ટૉપ સ્કોરર એડન માર્કરમ લીગના બાકીના બેટર્સમાં 30મા નંબરે છે. કેપ્ટન રિષભ પંત પણ માત્ર એક જ ફિફ્ટી ફટકારી શક્યો છે. આ બંને સિવાય કોઈ 100 રન પણ કરી શક્યું નથી. જોકે, બોલિંગમાં પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમીએ કમાલ કરી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ: હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ બેંગલુરુનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ રનનો વરસાદ કરવા માટે જાણીતું છે. આ સીઝનમાં અહીં 2 મેચ રમાઈ છે, જેની ચારેય ઇનિંગ્સમાં 200થી વધુ રન બન્યા છે. પહેલી મેચમાં SRHએ 201 રન બનાવ્યા હતા, જે ટાર્ગેટ RCBએ માત્ર 15.4 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. બીજી મેચમાં RCBએ 250 રન બનાવ્યા હતા, જેના જવાબમાં CSK 207 રન જ કરી શકી હતી. હવામાનની સ્થિતિ બેંગલુરુમાં આજે વરસાદની કોઈ સંભાવના નથી. હવાની ગતિ 13 કિમી પ્રતિ કલાક રહેશે. તાપમાન 22 થી 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જોકે મેચ દરમિયાન તે 28 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. અહીં ઝાકળ આવતી હોવાથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 RCB: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ/મંગેશ યાદવ, જેકબ ડફી, સુયશ શર્મા. LSG: એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, દિગ્વેશ રાઠી, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, આવેશ ખાન, જ્યોર્જ લિન્ડે.
Read Original Article →