IPLમાં આજે PBKS vs RCB:ધર્મશાલામાં બેંગલુરુને 15 વર્ષથી હરાવી શક્યું નથી પંજાબ; કોહલીએ ગત મેચમાં સદી ફટકારી હતી

Sports5/17/2026, 12:54:48 AM
IPLમાં આજે PBKS vs RCB:ધર્મશાલામાં બેંગલુરુને 15 વર્ષથી હરાવી શક્યું નથી પંજાબ; કોહલીએ ગત મેચમાં સદી ફટકારી હતી
IPLમાં રવિવારે ગત સીઝનની ફાઇનલિસ્ટ પંજાબ કિંગ્સ (PBKS) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે મેચ રમાશે. આ મેચ બપોરે 3:30 વાગ્યાથી ધર્મશાલાના HPCA મેદાન પર રમાશે. પંજાબની ટીમ આ મેદાનમાં બેંગલુરુને છેલ્લા 15 વર્ષથી હરાવી શકી નથી. પંજાબને છેલ્લી જીત 2011માં મળી હતી. 2024ના મેચમાં ટીમ 60 રનથી હારી હતી. આને ફોર્મ વિરુદ્ધ પ્રેશરની મેચ પણ કહેવામાં આવી રહી છે. કારણ કે, બેંગલુરુ સતત 2 મેચ જીતીને પ્લેઓફની નજીક પહોંચી ગયું છે, જ્યારે પંજાબ સતત 5 હાર બાદ દબાણમાં છે. બેંગલુરુએ તેને ગત સીઝનમાં 3 વખત હરાવ્યું હતું. પંજાબ પાસે હિસાબ બરાબર કરવાની તક આ મેચમાં પંજાબ પાસે હોમ કંડિશનમાં બેંગલુરુ સામે હિસાબ બરાબર કરવાની તક છે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં પણ બેંગલુરુ આગળ છે. બંને વચ્ચે 37 મેચ રમાઈ છે. તેમાંથી 19 બેંગલુરુ અને 18 પંજાબે જીતી છે. પ્રભસિમરને પંજાબ તરફથી સૌથી વધુ રન બનાવ્યા ઓપનર પ્રભસિમરન સિંહ આ સીઝનમાં પંજાબનો ટૉપ સ્કોરર છે. તે 12 મેચમાં 5 ફિફ્ટી સાથે 439 રન બનાવી ચૂક્યો છે. તેણે ગત મેચમાં મુંબઈ સામે અડધી સદી ફટકારી હતી. અર્શદીપ સિંહ 13 વિકેટ સાથે ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. તે આ સીઝનમાં 9.69ની ઇકોનોમીથી રન આપી રહ્યો છે. પેસર્સમાં માર્કો યાન્સેન 7 અને વિજયકુમાર વૈશાખ 9 વિકેટ ઝડપી ચૂક્યા છે. કોહલી બેંગલુરુનો ટૉપ સ્કોરર ઓપનર વિરાટ કોહલી બેંગલુરુનો ટૉપ સ્કોરર છે. તેણે 12 મેચમાં 165.75ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. તે આજે 500 રન પૂરા કરી શકે છે. વિરાટે ગત મેચમાં કોલકાતા સામે 60 બોલમાં અણનમ 105 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર 22 વિકેટ સાથે ટૉપ વિકેટ ટેકર્સની યાદીમાં નંબર-1 પર છે. બન્ને ટીમની વીકનેસ એન્ડ સ્ટ્રેન્થ બેંગલુરુ તમામ ડિપાર્ટમેન્ટમાં મજબૂત બેંગલુરુની ટીમ તમામ વિભાગોમાં મજબૂત દેખાઈ રહી છે. ટૉપ ઓર્ડરમાં કોહલી, બેથેલ, પડિકલ અને પાટીદાર સતત રન બનાવી રહ્યા છે. કૃણાલ પંડ્યા પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે. જોકે, જીતેશ, બેથેલ અને શેફર્ડનું ફોર્મ સારું નથી. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ સતત વિકેટો લઈ રહ્યા છે. પંજાબની નબળાઈ ડેથ ઓવર્સની બોલિંગ પંજાબની સૌથી મોટી સમસ્યા બોલિંગ રહી છે. આ મેદાન પર બંને મેચમાં ટીમ 210 અને 200 રનનો ડિફેન્ડ કરી શકી ન હતી, કારણ કે છેલ્લી 5 ઓવરોમાં બોલરોએ ખૂબ રન આપ્યા હતા. IPL ઈતિહાસમાં 200થી વધુ રન બનાવ્યા બાદ સૌથી વધુ 10 મેચ હારવાનો રેકોર્ડ પણ પંજાબના નામે છે. ટીમની બેટિંગે સીઝનની શરૂઆતમાં દમદાર પ્રદર્શન કર્યું છે. એટલું જ નહીં, 25 એપ્રિલે દિલ્હી સામે ટુર્નામેન્ટના સૌથી મોટા ટાર્ગેટ 264 રનનો ચેઝ કર્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર અને પ્રભસિમરન સિંહ 5-5 ફિફ્ટી ફટકારી ચૂક્યા છે. પીચ એન્ડ વેધર રિપોર્ટ ધર્મશાલામાં હાઈસ્કોર મેચની આશા HPCA મેદાન પર આ વર્ષે ખૂબ રન બન્યા છે. અહીં અત્યાર સુધી 2 મેચ રમાઈ છે અને બંનેમાં 200 કે તેથી વધુનો સ્કોર બન્યો છે. બંને મેચમાં ટૉસ જીતનારી ટીમે પહેલા બોલિંગ કરીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. રવિવારે ધર્મશાલામાં વરસાદની કોઈ શક્યતા નથી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 પંજાબ કિંગ્સ (PBKS): પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, વિજયકુમાર વૈશાખ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર: વિષ્ણુ વિનોદ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, વેંકટેશ અય્યર, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને જેકબ ડફી. ઇમ્પેક્ટ પ્લેયર: રાસિખ સલામ.
Read Original Article →