જેકબ બેથેલના ગળામાંથી ચાલુ મેચમાં સોનાની ચેઇન ગાયબ!:કોહલીએ ધોની-રોહિત શર્માને પાછળ છોડ્યા, અંગકૃષનું ફિફ્ટી પછી હાર્ટ સેલિબ્રેશન; મેચ મોમેન્ટ્સ

Sports5/14/2026, 4:09:40 AM
જેકબ બેથેલના ગળામાંથી ચાલુ મેચમાં સોનાની ચેઇન ગાયબ!:કોહલીએ ધોની-રોહિત શર્માને પાછળ છોડ્યા, અંગકૃષનું ફિફ્ટી પછી હાર્ટ સેલિબ્રેશન; મેચ મોમેન્ટ્સ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવ્યું. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ બનાવ્યા. કોહલીએ અણનમ 105 રનની ઇનિંગ રમી. આ સાથે તે ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો. કોહલીએ IPLમાં 12મી વખત 400+ રનનો આંકડો પણ પાર કર્યો. તે લીગ ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી પણ બન્યો. બેંગલુરુ અને કોલકાતા મેચના ટોપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ… 1. કોહલી IPLમાં સૌથી વધુ મેચ રમનાર પ્લેયર વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો. RCB માટે રમતા તેણે પોતાની 279મી મેચ રમી અને મહેન્દ્ર સિંહ ધોની તથા રોહિત શર્માને પાછળ ધકેલી દીધા. ધોની અને રોહિતે IPLમાં 278-278 મેચ રમી છે. કોહલીના નામે હવે IPLમાં 9000થી વધુ રન થઈ ગયા છે. તેણે 279 મેચમાં 9 સદી અને 66 ફિફ્ટીની મદદથી 9145 રન બનાવ્યા છે. 2. કોહલીએ IPL કરિયરની 9મી સદી ફટકારી કોહલીએ IPLમાં પોતાની 9મી સદી ફટકારી અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડને વધુ મજબૂત બનાવ્યો. જોસ બટલર 7 સદી સાથે બીજા સ્થાને છે. કોહલીએ ટી-20 ક્રિકેટમાં પોતાની 10મી સદી પણ ફટકારી. આ સાથે તે સૌથી વધુ ટી-20 સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં ડેવિડ વોર્નરની બરાબરી પર પહોંચી ગયો છે. ક્રિસ ગેલ 22 સદી સાથે આ ફોર્મેટમાં સૌથી આગળ છે, જ્યારે બાબર આઝમના નામે 13 સદી નોંધાયેલી છે. કોહલીએ રનચેઝ કરતા IPLમાં પોતાની ત્રીજી સદી ફટકારી. આ સાથે તેણે જોસ બટલરની બરાબરી કરી લીધી. IPL ઇતિહાસમાં સૌથી વધુ ચેઝિંગ સેન્ચુરી હવે બટલર અને કોહલીના નામે છે. વિરાટ કોહલી IPLમાં બે અલગ-અલગ ટીમો સામે 2-2 સદી ફટકારનાર બીજો બેટ્સમેન પણ બન્યો. તેણે ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ, બંને સામે બે-બે સદી ફટકારી છે. 3. કોહલી સૌથી ઝડપી 14 હજાર ટી-20 રન બનાવનાર બેટ્સમેન કોહલીએ ટી-20 ક્રિકેટમાં 14 હજાર રન પૂરા કર્યા. આ સાથે તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ આંકડા સુધી પહોંચનાર બેટ્સમેન બન્યો. કોહલીએ આ સિદ્ધિ માત્ર 409 ઇનિંગ્સમાં મંળવી. તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો, જેણે 423 ઇનિંગ્સમાં 14 હજાર ટી-20 રન પૂરા કર્યા હતા. 4. કોહલીએ રોહિત શર્માની બરાબરી કરી કોહલીએ IPLમાં સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં રોહિત શર્માની બરાબરી કરી લીધી છે. કોલકાતા સામે મેચ વિનિંગ સદી ફટકાર્યા બાદ કોહલીને 21મી વખત પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. હવે તેના અને રોહિત શર્મા, બંનેના નામે IPLમાં 21-21 પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ થઈ ગયા છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની 18 એવોર્ડ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ 17-17 એવોર્ડ સાથે સંયુક્ત ચોથા સ્થાને છે. 5. કોહલીએ 12મી વખત કોઈ સિઝનમાં 400+ રન બનાવ્યા કોહલીએ IPL ઇતિહાસમાં સૌથી વધુ સિઝનમાં 400+ રન બનાવવાનો રેકોર્ડ વધુ મજબૂત કર્યો. આ 12મી સિઝન છે, જ્યારે કોહલીએ 400થી વધુ રન બનાવ્યા છે. બીજા નંબરે 9 સિઝન સાથે ડેવિડ વોર્નર છે. 6. કોહલી કોલકાતા સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો કોહલી IPLમાં કોલકાતા સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો. કોલકાતા સામે સદી ફટકાર્યા બાદ આ ટીમ સામે તેના 1126 રન થઈ ગયા. IPLમાં કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. તેમણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 1174 અને દિલ્હી કેપિટલ્સ સામે 1172 રન બનાવ્યા છે. 7. ભુવનેશ્વરે ચહલની બરાબરી કરી ભુવનેશ્વર કુમારે IPLમાં કોલકાતા સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે યુઝવેન્દ્ર ચહલની બરાબરી કરી લીધી છે. બંને બોલરોના નામે હવે 33-33 વિકેટ થઈ ગઈ છે. 8. પાવરપ્લેમાં કોલકાતાએ આ સિઝનમાં 23 વિકેટ ગુમાવી કોલકાતાએ IPL 2026માં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ ગુમાવનારી ટીમોમાં બીજું સ્થાન મેળવ્યું. ટીમે શરૂઆતની 6 ઓવરમાં 23 વિકેટ ગુમાવી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ તબક્કામાં 24 વિકેટ લઈને બીજી સૌથી સફળ બોલિંગ ટીમ બનવાનો રેકોર્ડ બનાવ્યો. 9. કોલકાતાની ઓપનિંગ જોડી રહી ફ્લોપ કોલકાતાના ઓપનરો આ સિઝનમાં સતત સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. ટીમની ઓપનિંગ ભાગીદારીઓએ 11 ઇનિંગ્સમાં માત્ર 248 રન જોડ્યા છે, જે કોઈપણ ટીમમાં સૌથી ઓછા છે. આ દરમિયાન કોલકાતાને માત્ર એક જ વાર 50+ની ઓપનિંગ ભાગીદારી મળી. ટોપ-8 મોમેન્ટ્સ… 1. અંગકૃષે ફિફ્ટી પછી હાર્ટ સેલિબ્રેશન કર્યું કોલકાતાના બેટ્સમેન અંગકૃષ રઘુવંશીએ 14મી ઓવરમાં શાનદાર ફિફ્ટી પૂરી કરી. તેણે જેકબ ડફીની સ્લોઅર બોલને લોંગ ઓફ તરફ રમીને એક રન લીધો અને 32 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ સિઝનની આ તેની ચોથી ફિફ્ટી રહી. ફ્ટી પૂરી કર્યા પછી અંગકૃષે હાર્ટ બનાવીને સેલિબ્રેટ કર્યું. 2. છેલ્લા બોલ પર રનઆઉટ થયો રઘુવંશી કોલકાતાની ઇનિંગ્સની 20મી ઓવરના છેલ્લા બોલ પર અંગક્રિષ રઘુવંશી રનઆઉટ થયો. ભુવનેશ્વર કુમારે શાનદાર યોર્કર નાખી, જેના પર રિંકુ સિંહ માત્ર એક રન જ લઈ શક્યો. ત્યારબાદ રઘુવંશીએ બીજો રન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડીપમાંથી દેવદત્ત પડિક્કલના શાનદાર થ્રો સામે તે ક્રીઝ સુધી પહોંચી શક્યો નહીં. ડાઇવ લગાવવા છતાં રઘુવંશી રનઆઉટ થયો. તેણે 46 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. આ જ રનઆઉટને કારણે રિંકુ સિંહ 49 રન પર અણનમ પાછો ફર્યો. 3. પહેલો રન બનાવીને કોહલીએ કર્યું સેલિબ્રેશન વિરાટ કોહલીએ ઇનિંગ્સની પહેલી ઓવરના છેલ્લા બોલ પર સિંગલ લઈને પોતાનું ખાતું ખોલ્યું. પાછલી બે મેચમાં રન બનાવ્યા વિના આઉટ થયા પછી, કોહલીએ પહેલો રન બનાવતા જ સેલિબ્રેશન કર્યું. 4. બેથેલ આઉટ થયા પછી તેની ચેઇન પડી ગઈ ચોથા ઓવરમાં કાર્તિક ત્યાગીએ પોતાની બીજી જ બોલ પર જેકબ બેથેલને આઉટ કરી દીધો. શોર્ટ બોલ પર બેથેલ પુલ શોટ રમવા ગયા, પરંતુ બોલ બેટના ઉપરના ભાગે અને હેલ્મેટને અડીને હવામાં ઉછળી ગયો. ત્યાગીએ સરળ કેચ પકડી લીધો. આઉટ થવા દરમિયાન બેથેલની ચેઇન પડી ગઈ, જેને બાદમાં દેવદત્ત પડિક્કલે ઉઠાવીને તેને પાછી આપી. 5. 21 રન પર કોહલીને મળ્યું જીવનદાન છઠ્ઠા ઓવરમાં વિરાટ કોહલીને 21 રનના સ્કોર પર જીવનદાન મળ્યું. કાર્તિક ત્યાગીની બોલ પર કોહલીએ ડ્રાઇવ શોટ રમ્યો, પરંતુ બોલ કવર પર ઉભેલા પોવેલના હાથમાંથી નીકળી ગયો. પોવેલે બંને હાથથી કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઝડપી ગતિનો બોલ હાથમાંથી સરકી ગયો. 6. વૈભવ અરોરાએ છોડ્યો પડિક્કલનો સરળ કેચ 8મી ઓવરમાં કોલકાતાના ફાસ્ટ બોલર વૈભવ અરોરાએ દેવદત્ત પડિક્કલનો સરળ કેચ છોડી દીધો. કેમરન ગ્રીનની સ્લોઅર બોલ પર પડિક્કલ પુલ શોટ રમવા ગયા, પરંતુ બોલ બેટ પર બરાબર ન આવ્યો અને ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર હવામાં ઉછળી ગયો. 7. રજતના હેલ્મેટ પર વાગ્યો બોલ 14મી ઓવરમાં કાર્તિક ત્યાગીની ઝડપી બાઉન્સર રજત પાટીદારના હેલ્મેટ પર વાગ્યો. 141.4 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ પરથી પાટીદારે નજર હટાવી લીધી અને બોલ તેમના હેલ્મેટની પાછળ વાગ્યો. ત્યારબાદ ફિઝિયો મેદાન પર આવ્યા અને તેમનો ફરજિયાત કન્કશન ટેસ્ટ કરવામાં આવ્યો. જોકે, રાહતની વાત એ રહી કે પાટીદાર સંપૂર્ણપણે સ્વસ્થ દેખાયો અને હસતા હસતા બેટિંગ ચાલુ રાખી. 8. મનીષ પાંડેએ એક હાથે કેચ પકડ્યો 18મી ઓવરમાં મનીષ પાંડેએ ટિમ ડેવિડનો એક હાથે શાનદાર કેચ પકડ્યો. કાર્તિક ત્યાગીના શોર્ટ બોલ પર ડેવિડે બેકવર્ડ પોઈન્ટની દિશામાં જોરદાર શોટ માર્યો, પરંતુ પાંડેએ પોતાની ડાબી બાજુ ઉડતા એક હાથે બોલ ઝડપી લીધો. કેચ એટલો મુશ્કેલ હતો કે બોલ લગભગ તેમની પાછળથી નીકળી ગયો હતો, પરંતુ તેણે શાનદાર નિયંત્રણ દર્શાવતા તેને પકડી લીધો. થર્ડ અમ્પાયરે પણ ચેક કર્યા બાદ કેચને ક્લીન જાહેર કર્યો. ----------------------------------------------------------- IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… કોહલીની સદીથી બેંગલુરુ જીત્યું, ટેબલ ટોપર બન્યું; કોલકાતાને 6 વિકેટે હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બુધવારે રમાયેલી IPL મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવ્યું. આ જીત સાથે બેંગલુરુ પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુએ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય પુરુ કરી લીધું.
Read Original Article →