Live Updates

IPLમાં આજે RR vs RCB:બન્ને ટીમ અત્યાર સુધી હારી નથી, રાજસ્થાન રોયલ્સ ટેબલમાં ટૉપ પર

Sports4/10/2026, 12:54:00 AM
IPLમાં આજે RR vs RCB:બન્ને ટીમ અત્યાર સુધી હારી નથી, રાજસ્થાન રોયલ્સ ટેબલમાં ટૉપ પર
IPLની 16મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. સીઝનની બે સૌથી શાનદાર ફોર્મમાં રહેલી ટીમ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે ટકરાશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે થશે. રાજસ્થાન તેની શરૂઆતની ત્રણેય મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં સૌથી ઉપર છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સે પણ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે સતત બે જીત મેળવી છે. હેડ-ટુ-હેડમાં બેંગલુરુ આગળ IPLમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અત્યાર સુધી કુલ 34 મેચ રમાય છે. જેમાંથી 17 મેચ RCBએ જીતી છે, જ્યારે RRને 14 મેચમાં જીત મળી છે. જ્યારે 3 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. બરસાપારા સ્ટેડિયમમાં બંને ટીમ પહેલીવાર સામસામે ટકરાશે. રાજસ્થાનની બોલિંગ-બેટિંગ બંને મજબૂત રાજસ્થાન રોયલ્સ આ સીઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ટીમે અત્યાર સુધીના તેના ત્રણેય મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને પોઇન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને યથાવત છે. રાજસ્થાનની બેટિંગ આ સીઝનમાં ઘણી મજબૂત દેખાઈ છે. ટૉપ ઓર્ડર સતત ટીમને સારી શરૂઆત અપાવી રહ્યો છે, જ્યારે મિડલ ઓર્ડર પણ જવાબદારી નિભાવીને મોટા સ્કોર ઉભા કરવામાં સફળ રહ્યો છે. ટીમનો અભિગમ આક્રમક રહ્યો છે. બોલિંગમાં પણ ટીમ સંતુલિત નજરે પડી છે. ટીમમાં નવા બોલથી બોલિંગ કરનારા બોલર્સ વર્લ્ડ ક્લાસ છે. જોફ્રા આર્ચર અને નાન્દ્રે બર્ગર નવા બોલથી બોલિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. એકંદરે, રાજસ્થાન રોયલ્સ આ સીઝનમાં એક મજબૂત અને સંતુલિત ટીમ તરીકે ઉભરી છે. બેંગલુરુનું શાનદાર ફોર્મ યથાવત બેંગલુરુએ અત્યાર સુધી તેના મેચમાં સંતુલિત પ્રદર્શન કર્યું છે અને પોઇન્ટ્સ ટેબલમાં મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. ટીમની બેટિંગ લાઇનઅપ ઘણી મજબૂત છે. ટૉપ ઓર્ડર સતત રન બનાવી રહ્યો છે, જેનાથી ટીમને મજબૂત શરૂઆત મળી રહી છે. મિડલ ઓર્ડર પણ મહત્વના સમયે યોગદાન આપી રહ્યો છે અને ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી છે. બોલિંગમાં પણ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ સીઝનમાં બે મેચ રમાઈ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ છે, જ્યાં પુષ્કળ રન બને છે. IPL 2026માં અત્યાર સુધી બે મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચમાં રોયલ્સે સુપર કિંગ્સ સામે 128 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો. બીજી મેચમાં રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 11-11 ઓવરની મેચમાં 150/3 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 123/9 રન પર જ અટકી ગયું હતું. અહીં અત્યાર સુધી કુલ 8 IPL મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 3 અને બીજી બેટિંગ કરનાર ટીમે 4 મેચ જીતી છે. એક મુકાબલો અનિર્ણિત રહ્યો હતો. અહીં હાઈએસ્ટ ટીમ સ્કોર 199/4 છે, જે રાજસ્થાન રોયલ્સે 2023માં દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. હવામાનની સ્થિતિ ગુવાહાટીમાં શુક્રવારે પણ વરસાદની આશંકા છે. આજે અહીં 56% વરસાદની શક્યતા છે. મેચના દિવસે અહીંનું તાપમાન 17 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: રવિ બિશ્નોઈ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી. ઇમ્પેક્ટ પ્લેયર: સુયશ શર્મા.
Read Original Article →