ધોની વગર મેદાનમાં ઉતરેલી CSKને RRએ હરાવી:15 વર્ષના વૈભવ સૂર્યવંશીની 15 બોલમાં ફિફ્ટી; જાડેજા, આર્ચર અને બર્ગરને 2-2 વિકેટ

Sports3/30/2026, 12:54:00 AM
ધોની વગર મેદાનમાં ઉતરેલી CSKને RRએ હરાવી:15 વર્ષના વૈભવ સૂર્યવંશીની 15 બોલમાં ફિફ્ટી; જાડેજા, આર્ચર અને બર્ગરને 2-2 વિકેટ
IPLના 19માં સીઝનમાં એમએસ ધોની વગર મેદાનમાં ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની હાર સાથે શરૂઆત થઈ છે. ટીમને રાજસ્થાન રોયલ્સે 8 વિકેટે હરાવી દીધી. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં RRએ બોલિંગ પસંદ કરી હતી. CSK 19.4 ઓવરમાં 127 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. RRએ 12.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી હતી. તે 52 રન બનાવીને આઉટ થયો. તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા. બોલિંગમાં રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર અને નાન્દ્રે બર્ગરને 2-2 વિકેટ મળી. ચેન્નઈ તરફથી જેમી ઓવરટન ટૉપ સ્કોરર રહ્યો. તેણે 43 રન બનાવ્યા. અંશુલ કંબોજને 2 વિકેટ મળી. ધોની ઇજાગ્રસ્ત થઈને બહાર CSKના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ઇજાના કારણે 2 અઠવાડિયા માટે બહાર થઈ ગયો છે. સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ પણ ઇજાના કારણે 3 મેચ રમી શકશે નહીં. ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યારે સંજુ સેમસનને ઓપનિંગ પોઝિશન મળી છે. બંને પ્રથમ મેચમાં માત્ર 6-6 રન જ બનાવી શક્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11: રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને બ્રિજેશ શર્મા. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ અને ખલીલ અહમદ.
Read Original Article →