મેચ હાર્યા બાદ લાઈવ ઈન્ટરવ્યૂમાં પંતે ગાળો ભાંડી!:વૈભવ સૂર્યવંશીએ ખોલ્યું ‘A’ સ્ટાઈલ સેલિબ્રેશનનું રાઝ, 'Baby Boss'એ રેકોર્ડ્સનો ઢગલો કર્યો; જુઓ મોમેન્ટ્સ

Sports5/20/2026, 3:41:41 AM
મેચ હાર્યા બાદ લાઈવ ઈન્ટરવ્યૂમાં પંતે ગાળો ભાંડી!:વૈભવ સૂર્યવંશીએ ખોલ્યું ‘A’ સ્ટાઈલ સેલિબ્રેશનનું રાઝ, 'Baby Boss'એ રેકોર્ડ્સનો ઢગલો કર્યો; જુઓ મોમેન્ટ્સ
રાજસ્થાન રોયલ્સે IPL 2026ની 64મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. જયપુરમાં રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડ્સનો ઢગલો કરી દીધો. મંગળવારે વૈભવ સૂર્યવંશી એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજા બેટ્સમેન બન્યો. તેણે આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડ્યો. વૈભવે ભારતીય તરીકે એક સીઝનના પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવ્યા. તેના નામે હવે 426 રન થઈ ગયા છે. રાજસ્થાન-લખનઉ મેચના ટોપ-14 રેકોર્ડ્સ 1. વૈભવ સૂર્યવંશીએ સીઝનમાં પાવરપ્લેમાં 426 રન બનાવ્યા વૈભવ IPLની એક સીઝનના પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર બીજા બેટ્સમેન બન્યો. તેણે આ સીઝનમાં પાવરપ્લેમાં 426 રન બનાવ્યા છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ વોર્નર નંબર-1 પર છે. વોર્નરે 2016માં પાવરપ્લેમાં 467 રન બનાવ્યા હતા. 2. સૂર્યવંશી એક સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બીજા બેટ્સમેન વૈભવ એક IPL સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયા છે. તેણે આ સીઝનમાં અત્યાર સુધી 53 સિક્સર ફટકારી છે. વૈભવે આન્દ્રે રસેલ (52 સિક્સર) ને પાછળ છોડ્યો. આ યાદીમાં પ્રથમ સ્થાને ક્રિસ ગેલ છે, જેણે 2012માં બેંગલુરુ માટે 59 છગ્ગા ફટકાર્યા હતા. 3. સૂર્યવંશીએ ત્રીજી વખત એક ઇનિંગમાં 10+ સિક્સર ફટકારી વૈભવ IPLની એક ઇનિંગ્સમાં સૌથી વધુ 10 કે તેથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓમાં બીજા નંબર પર પહોંચી ગયો. તેણે લખનઉ સામે 10થી વધુ સિક્સર ફટકારી. વૈભવે ત્રીજી વખત એક ઇનિંગ્સમાં 10થી વધુ છગ્ગા ફટકારી. આ યાદીમાં ક્રિસ ગેલ નંબર એક પર છે, જેણે 4 વખત આ કારનામું કર્યું છે. ઉપરાંત વૈભવ સૂર્યવંશી બીજા એવો ખેલાડી બની ગયો છે, જેણે IPLની એક જ સીઝનમાં બે વખત 10 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. 4. સૂર્યવંશી સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવનાર બેટ્સમેન વૈભવ IPLની એક સીઝનમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનાર બેટ્સમેન બન્યો. તેણે આ સીઝનમાં 236.3ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ IPLની એક સીઝનમાં ઓછામાં ઓછા 500 રન બનાવનાર બેટ્સમેનોમાં સૌથી વધુ છે. આ પહેલા આન્દ્રે રસેલના નામે આ રેકોર્ડ હતો, જેણે 2019માં 204.8ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. 5. રાજસ્થાને એક IPL સીઝનના પાવરપ્લેમાં સૌથી વધુ સિક્સર ફટકારી રાજસ્થાન એક સીઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટીમ બની ગઈ. ટીમે લખનઉ સામે પ્રથમ 6 ઓવરમાં 3 સિક્સર ફટકારીને આ સીઝનમાં કુલ 60 સિક્સર પૂરી કરી લીધી. આ પહેલા આ રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદના નામે હતો, જેણે 2024માં 59 છગ્ગા ફટકાર્યા હતા. 6. લખનઉએ સૌથી ઝડપી 50 રન પૂરા કર્યા લખનઉએ IPLમાં પોતાના સૌથી ઝડપી 50 રન પૂરા કર્યા. ટીમે રાજસ્થાન રોયલ્સ સામે 3.3 ઓવરમાં ફિફ્ટી ફટકારી. આ પહેલા લખનઉએ 2023 અને 2026 બંને વખતે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ચેપોક મેદાન પર 3.4 ઓવરમાં 50 રન ફટકાર્યા હતા. 7. લખનઉએ પાવરપ્લેમાં પોતાનો ચોથો સૌથી મોટો સ્કોર બનાવ્યો લખનઉએ IPLમાં પોતાનો ચોથો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ટીમે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રથમ 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 83 રન બનાવ્યા. લખનઉએ આ જ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે એક વિકેટ ગુમાવીને 91 રન બનાવ્યા હતા, જે તેનો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે. 8. રાજસ્થાને એક સીઝનમાં 8મી વખત 200+ રન આપ્યા રાજસ્થાનના બોલરોએ લખનઉ સામે 20 ઓવરમાં 220 રન આપ્યા. આ સીઝનમાં 8મી વખત છે, જ્યારે રાજસ્થાન સામે કોઈ ટીમે 200થી વધુ રન બનાવ્યા. આ યાદીમાં પંજાબ કિંગ્સ નંબર એક પર છે, જેણે આ જ સીઝનમાં 9 વખત 200થી વધુ રન આપ્યા. 9. માર્શ IPLમાં 90-100ની વચ્ચે રનઆઉટ થનાર 5મો બેટ્સમેન મિચેલ માર્શ IPLના 5મા એવા બેટ્સમેન બની ગયો છે, જે 90ના સ્કોર પર રનઆઉટ થયો છે. રાજસ્થાન સામે તેને 96ના સ્કોર પર યશસ્વી જયસ્વાલે ડાયરેક્ટ થ્રો પર રનઆઉટ કર્યો. IPLમાં મનવિંદર બિસલા પહેલા એવા ખેલાડી હતા, જે 90 થી 99ના સ્કોરની વચ્ચે રનઆઉટ થયો હતો. તે 2013માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે 92ના સ્કોર પર રનઆઉટ થયો હતો. 10. માર્શ આ સીઝનમાં બીજી વખત 90થી 100 ની વચ્ચે આઉટ થયો મિચેલ માર્શ આ IPL સીઝનમાં બીજી વખત 90ના સ્કોર પર આઉટ થયો. તે સૌથી વધુ વખત આનો શિકાર થનાર બીજા ખેલાડી છે. આ મામલે ગ્લેન મેક્સવેલ નંબર એક પર છે. 2014માં મેક્સવેલ સૌથી વધુ 3 વખત 90થી 100 ની વચ્ચે આઉટ થયો હતો. 11. મિચેલ માર્શે આ સીઝનમાં 36 સિક્સર ફટકારી મિચેલ માર્શ એક IPL સીઝનમાં લખનઉ માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર ત્રીજા બેટ્સમેન બની ગયા છે. મિચેલ માર્શે રાજસ્થાન સામેની પોતાની ઇનિંગ્સમાં 5 છગ્ગા ફટકાર્યા. તે આ સીઝનમાં 36 છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ યાદીમાં નિકોલસ પૂરન નંબર એક પર છે, જેમણે 2025માં 40 છગ્ગા ફટકાર્યા હતા. 12. રાજસ્થાને ચોથી વખત 220+ નો સ્કોર ચેઝ કર્યો, સૌથી વધુ રાજસ્થાન IPLમાં સૌથી વધુ વખત 220 કે તેથી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ બની ગઈ છે. તેણે ચોથી વખત આ કારનામું કર્યું. પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે 3-3 વખત આવું કર્યું, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે 2 વખત 220થી વધુ રન બનાવ્યા. 13. રાજસ્થાને પોતાનો ચોથો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો રાજસ્થાને IPLમાં પોતાનો ચોથો સૌથી મોટો લક્ષ્ય હાંસલ કર્યો. ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 224, પંજાબ કિંગ્સ સામે 223, લખનઉ સુપર જાયન્ટ્સ સામે 221 અને દિલ્હી કેપિટલ્સ સામે 215 રનનો લક્ષ્ય હાંસલ કર્યો છે. 14. વૈભવે રિયાન પરાગને પાછળ છોડ્યો, માર્શ-જયસ્વાલથી પાછળ છે વૈભવ સૂર્યવંશી IPLની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં નંબર-3 પર આવી ગયા છે. તે આ સીઝનમાં 579 રન બનાવી ચૂક્યા છે. બીજા નંબર પર શોન માર્શ (616 રન) અને પહેલા સ્થાને યશસ્વી જયસ્વાલ (625 રન) છે. અહીંથી ટોપ મોમેન્ટ્સ… 1. મેચ હાર્યા બાદ લાઈવ ઈન્ટરવ્યૂમાં પંતે ગાળો આપી લખનઉની હાર બાદ રિષભ પંત ઈયાન બિશપ સાથે વાત કરવા આગળ આવ્યો. પંતે કોમેન્ટ કરી, 'આર્ચરે જે રીતે મીડિલ ઓવરોમાં બોલિંગ કરી અને ખાસ કરીને તે અંતિમ ઓવર તે ઉત્તમ હતી. અમે તે તબક્કે બીજા 10 રન બનાવી શક્યા હોત, પરંતુ તે અંતિમ ઓવરમાં બન્યું નહીં. જયપુરની પિચ બેટિંગ માટે સારી હતી, જ્યારે અહીં બોલિંગ મુશ્કેલ હતી. આ પરિસ્થિતિમાં અનુભવની જરૂર હતી - જેનો અમારી પાસે ખૂબ જ અભાવ હતો. અનુભવ તમને હાઈ પ્રેશરની ક્ષણોમાં સારું પ્રદર્શન કરવા સક્ષમ બનાવે છે. મને મારી ટીમ પર ગર્વ છે." આ વાતચીત દરમિયાન તે વચ્ચે ગાળ બોલી જાય છે, હવે પંતને દંડનો સામનો કરવો પડી શકે છે. BCCI તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકે છે. 2. વૈભવ સૂર્યવંશીના ‘A’ સ્ટાઈલ સેલિબ્રેશનનો રાઝ મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 23 બોલમાં ફિફટી પૂરી કરી હતી, બાદમાં જે રીતે સેલિબ્રેશન કર્યું તે તેના અગાઉના બધા સેલિબ્રેશનથી અલગ હતું. આ વખતે, વૈભવે ‘A’નું ચિહ્ન બનાવ્યું. આ 'A' ઉજવણી પછી, બધા તેનો અર્થ સમજવાનો પ્રયાસ કરવા લાગ્યા. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે તેણે ભારત 'A' ટીમમાં પસંદગીને કારણે આ રીતે ઉજવણી કરી હતી. મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન, જ્યારે મુરલી કાર્તિકે વૈભવને ઉજવણીના મહત્વ વિશે પૂછ્યું, ત્યારે તેણે કોઈ સ્પષ્ટતા આપ્યા વિના તેને ફગાવી દીધી. જોકે, સત્ય એ છે કે આ હાવભાવનો અર્થ ઘણો ઊંડો હતો; તે 'A' ઉજવણી હકીકતમાં વૈભવની માતા સાથે જોડાયેલી હતી, તેમનું નામ Aથી શરૂ થાય છે. ટીવી પર પૂછ્યું ત્યારે વૈભવે રાઝ ન ખોલ્યું: મેનેજર સાથેની વાતચીતમાં વૈભવ સિક્રેટ ખોલ્યું: ---------------------------------------------- IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત:સતત ત્રણ મેચ હાર્યા પછી જીતતા પ્લેઑફની આશા જીવંત; સૂર્યવંશીના 38 બોલમાં 93 રન IPLમાં મંગળવારે રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલી બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. વાંચો પૂરા સમાચાર
Read Original Article →