રાજસ્થાન જીત્યું તો પ્લેઑફ માટે સ્થાન કન્ફર્મ:આ IPL સીઝનની આજે છેલ્લી ડબલ-હેડર આજે, MI-RR વચ્ચે પહેલી મેચ; વૈભવ vs બુમરાહ પર રહેશે નજર

Sports5/24/2026, 12:54:00 AM
રાજસ્થાન જીત્યું તો પ્લેઑફ માટે સ્થાન કન્ફર્મ:આ IPL સીઝનની આજે છેલ્લી ડબલ-હેડર આજે, MI-RR વચ્ચે પહેલી મેચ; વૈભવ vs બુમરાહ પર રહેશે નજર
IPLમાં રવિવારે સીઝનની છેલ્લી ડબલ હેડર રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. રાજસ્થાન 14 પોઇન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. તેની પાસે પ્લેઑફમાં પહોંચવાની આ છેલ્લી તક છે. બીજી તરફ, મુંબઈ 13 મેચમાં 4 જીત સાથે માત્ર 8 પોઇન્ટ્સ જ મેળવી શક્યું છે. ટીમ નવમા સ્થાને છે અને ટુર્નામેન્ટમાંથી પહેલા જ બહાર થઈ ચૂકી છે. રાજસ્થાનના દ્રષ્ટિકોણથી 2 સમીકરણ IPL 2026નું પોઇન્ટ્સ ટેબલ હેડ-ટુ-હેડ રેકોર્ડ રાજસ્થાન એક મેચ પાછળ રાજસ્થાન અને મુંબઈ વચ્ચે 31 મેચ રમાઈ છે. જેમાંથી 16 મેચ મુંબઈ અને 15 રાજસ્થાને જીતી છે. બન્ને ટીમના ટૉપ પ્લેયર્સ રિકેલ્ટનના સૌથી વધુ રન, ગઝનફર ટૉપ વિકેટ ટેકર મુંબઈ તરફથી રાયન રિકેલ્ટને સૌથી વધુ 436 રન બનાવ્યા છે. અફઘાની સ્પિનર અલ્લાહ ગઝનફરે સૌથી વધુ 14 વિકેટ લીધી છે. ટીમના ભારતીય સ્ટાર્સ આ સીઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા પાસે છેલ્લી મેચમાં મોટી ઇનિંગ રમવાની તક છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ કમબેક કરવા ઇચ્છશે. તે આ સીઝનમાં માત્ર 4 વિકેટ જ લઈ શક્યો છે. તે છેલ્લા 6 મહિનાથી સતત વ્હાઇટ બોલ ક્રિકેટ રમી રહ્યો છે. IPL પછી તેને આરામ આપ્યો છે. RR માટે સૂર્યવંશી ટૉપ સ્કોરર વૈભવ સૂર્યવંશી રાજસ્થાનનો ટૉપ સ્કોરર છે. તેઓ ઓરેન્જ કેપની રેસમાં ચોથા સ્થાને છે. વૈભવ 13 મેચમાં 236.32નાીસ્ટ્રાઇક રેટથી 579 રન બનાવી ચૂક્યા છે. તેના નામે એક સદી અને 3 ફિફ્ટી છે. વૈભવની સાથે યશસ્વી જયસ્વાલ પણ મુંબઈ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. જયસ્વાલે ગુવાહાટીમાં મુંબઈ સામે 32 બોલમાં 77 રન બનાવીને મેચને એકતરફી કરી દીધી હતી. જયસ્વાલે 3 વર્ષ પહેલા વાનખેડેમાં પોતાની પ્રથમ IPL સદી ફટકારી હતી. બોલરોમાં જોફ્રા આર્ચર ટીમ માટે 18 વિકેટ લઈને ટૉપ વિકેટ ટેકર બનેલો છે. પીચ એન્ડ વેધર રિપોર્ટ વાનખેડેમાં 5માંથી 4 મેચમાં 200 રન બન્યા, વરસાદની આગાહી વાનખેડે સ્ટેડિયમમાં વધુ એક હાઈ-સ્કોરિંગ મેચની આશા છે. અહીં આ સીઝનમાં 5 મેચ રમાઈ છે. જેમાંથી 4 મેચની ઓછામાં ઓછી એક ઇનિંગમાં 200 રન બન્યા છે. નાની બાઉન્ડરીના કારણે અહીં વધુ રન બને છે. પાવરપ્લેની શરૂઆતની ઓવરોમાં બોલરોને સ્વિંગ મળે છે. મેચમાં વરસાદ ખલેલ પહોંચાડી શકે છે, કારણ કે મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. એક્યુવેધરના જણાવ્યા અનુસાર રવિવારે 70% વરસાદની સંભાવના છે. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકેલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિલ જેક્સ, કોર્બિન બૉશ, દીપક ચહર, જસપ્રીત બુમરાહ અને રઘુ શર્મા. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવાન ફરેરા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, સુશાંત મહેતા અને બ્રિજેશ શર્મા.
Read Original Article →