વૈભવે કહ્યું- IPLમાં પરિસ્થિતિ પ્રમાણે રમતા શીખ્યો:હવે ફિટનેસ પર ધ્યાન આપીશ; મેચ પછી શાસ્ત્રી-ગાવસ્કર સાથે વાતચીત કરી

Sports6/1/2026, 6:21:48 AM
વૈભવે કહ્યું- IPLમાં પરિસ્થિતિ પ્રમાણે રમતા શીખ્યો:હવે ફિટનેસ પર ધ્યાન આપીશ; મેચ પછી શાસ્ત્રી-ગાવસ્કર સાથે વાતચીત કરી
રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ કહ્યું- 'આ સીઝનમાં મેં શીખ્યું કે દબાણવાળી મેચમાં કેવી રીતે રમવું. સાથે જ પરિસ્થિતિ અનુસાર પોતાની રમતને કેવી રીતે બદલવી.' વૈભવ રવિવારે અમદાવાદમાં ફાઈનલ પછી એવોર્ડ લેવા પહોંચ્યા હતા. વૈભવને ટુર્નામેન્ટનો 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) પસંદ કરવામાં આવ્યો. આ દરમિયાન તેણે સુનીલ ગાવસ્કર અને સ્ટાર સ્પોર્ટ્સના અન્ય એક્સપર્ટ્સ સાથે વાતચીત કરી. વૈભવે કહ્યું- દરેક મેચને એક જ મોડમાં રમી શકાતી નથી વૈભવે કહ્યું- 'તમે દરેક મેચને એક જ મોડમાં રમી શકતા નથી. તમારે રમતની સ્થિતિને સમજવી પડશે અને જરૂરિયાત મુજબ બેટિંગ કરવી પડશે. પ્લેઑફની મેચમાં મને આ વાત ઊંડાણપૂર્વક શીખવા મળી.' 15 વર્ષના વૈભવે ક્વોલિફાયર-2માં ગુજરાત સામે પોતાની સ્વાભાવિક રમતથી વિપરીત બેટિંગ કરી હતી. તેણે 47 બોલમાં 96 રન બનાવ્યા હતા. તેણે શરૂઆતની 2 વિકેટ ઝડપથી ગુમાવ્યા પછી રવીન્દ્ર જાડેજા સાથે ફિફ્ટીની ભાગીદારી કરીને ઇનિંગ્સને સંભાળી હતી. જોકે, તે પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી શક્યો ન હતો. વૈભવ સૂર્યવંશીની ખાસ વાતો- વૈભવે ઓરેન્જ કેપ સહિત 5 એવોર્ડ જીત્યા વૈભવે 16 ઇનિંગ્સમાં 48.50ની સરેરાશ અને 237.30ના સ્ટ્રાઇક રેટથી 776 રન બનાવ્યા. આમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તે આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટર પણ રહ્યો. તેને ઓરેન્જ કેપ મળી. તેમજ તેને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર અને સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન સહિત કુલ 5 એવોર્ડ મળ્યા. આનાથી તેને 40 લાખ રૂપિયા અને એક કાર મળી. જ્યારે, ગુજરાતના કગિસો રબાડાએ 29 વિકેટ લઈને પર્પલ કેપ પોતાના નામે કરી. -------------------------------------------------------------- IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. બેંગલુરુ સતત બીજી વખત IPL ચેમ્પિયન; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPL જીતી લીધું છે. તેણે રવિવારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 18મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. કોહલી 75 રન બનાવી અણનમ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ગુજરાતના આ ધૂરંધરોએ આ વર્ષે ધૂમ મચાવી: જાડેજા-પંડ્યાએ દમદાર પરફોર્મન્સ આપ્યું, ઉર્વિલે ફેન્સના દિલ જીત્યા; બુમરાહ-હાર્દિક માટે આંચકારૂપ સીઝન રહી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રોમાંચક સીઝન પૂરી થઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચીને સતત બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. ક્રિકેટના આ સૌથી મોટા મહાકુંભમાં દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખેલાડીઓ પર ફેન્સની ખાસ નજર હતી. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી પિંક જર્સીના લુકથી લઈને RCBને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપનારા કૃણાલ પંડ્યા સુધી, મેદાન પર આપણા પ્લેયર્સની કરિયરમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જોકે, આ સીઝન જેટલી રોમાંચક રહી, તેટલી જ કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે ચોંકાવનારી પણ સાબિત થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો… 3. ગઢમાં ગુજરાતની હારની ઇનસાઇડ સ્ટોરી: અમદાવાદનો 'પ્રિન્સ' ગિલ ફેલ, પર્પલ કેપ હોલ્ડર રબાડા ફાઇનલમાં ધોવાયો; GT 5 કારણોના લીધે ટ્રોફી ચૂકી સવાલ એ થાય છે કે આખરે શુભમન ગિલ એન્ડ કંપની ફાઇનલ જેવા મોટા મુકાબલામાં એકતરફી રીતે કેમ હારી ગઈ? આ આખી સીઝનમાં જે ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી, પણ ફાઇનલમાં જ ફ્લોપ શૉ જોવા મળ્યો. ચાલો, આપણે જોઈએ ગુજરાત ટાઇટન્સના હાથમાંથી ટ્રોફી સરકી જવાના 5 કારણો વિશે. સંપૂર્ણ સમાચાર વાંચો… 4. IPL PRIZE MONEY: ચેમ્પિયન્સ પર કરોડોનો વરસાદ:રનર્સ-અપ ટીમને પણ બખ્ખા; 15 વર્ષના વૈભવે 5 એવોર્ડ્સમાં 40 લાખ સહિત કાર પણ જીતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ સતત બીજી સીઝનમાં IPLનું ટાઇટલ પોતાના નામે કર્યું. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં RCBએ ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી. ચેમ્પિયન બનવા પર RCBને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની મળી, જ્યારે રનર-અપ ગુજરાત ટાઇટન્સને 12.5 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 5. જય શાહે વૈભવ સૂર્યવંશીનો નંબર લીધો!:કોહલીના વિનિંગ શોટ પર અનુષ્કાએ ફલાઇંગ કિસ આપી, રિયાન પરાગ ઈ-સિગારેટ પીતા પકડાયો; IPL 2026ની ટોપ મોમેન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPLનું ટાઇટલ જીત્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. જીતની સાથે જ મેદાન પર ઉજવણીનો એવો સિલસિલો શરૂ થયો, જેણે કરોડો ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દીધા. સંપૂર્ણ સમાચાર વાંચો…
Read Original Article →