રોમાંચક મેચમાં પંજાબે ગુજરાતને 3 વિકેટથી હરાવ્યું:ડેબ્યૂ મેચમાં કૂપર કોનોલીની મેચ વિનિંગ ફિફ્ટી, વિજયકુમાર વૈશાખે 3 વિકેટ ઝડપી

Sports3/31/2026, 12:54:00 AM
રોમાંચક મેચમાં પંજાબે ગુજરાતને 3 વિકેટથી હરાવ્યું:ડેબ્યૂ મેચમાં કૂપર કોનોલીની મેચ વિનિંગ ફિફ્ટી, વિજયકુમાર વૈશાખે 3 વિકેટ ઝડપી
IPLની ચોથી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટથી હરાવ્યું છે. મુલ્લાનપુરમાં મંગળવારે PBKSએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. GTએ 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. પંજાબે 19.1 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ડેબ્યુૂમેચ રમવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાના કૂપર કોનોલીએ પંજાબ તરફથી ફિફ્ટી ફટકારી (44 બોલમાં 72*) હતી. તેની ઇનિંગે જ ટીમને જીત અપાવી હતી. વિજયકુમાર વૈશાખે 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલે 39 અને જોસ બટલરે 38 રન બનાવ્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3 વિકેટ મળી હતી. પંજાબે 109 રન સુધી માત્ર 2 જ વિકેટ ગુમાવી હતી. અહીં પ્રસિદ્ધ બોલિંગ કરવા આવ્યો અને તેણે 2 ઓવરમાં 3 વિકેટ ઝડપી લીધી. પંજાબે 118 રન સુધીમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. 144 રન પર સાતમી વિકેટ પણ પડી ગઈ હતી. અહીંથી કોનોલી અંત સુધી ટકી રહ્યો અને ટીમને જીત અપાવી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રિયાંશ આર્ય, હરપ્રીત બ્રાર, પ્રવીણ દુબે, વિષ્ણુ વિનોદ, સૂર્યાંશ શેડગે. ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, જેસન હોલ્ડર, જયંત યાદવ, માનવ સુથાર, કુમાર કુશાગ્ર.
Read Original Article →