IND-AFG વચ્ચે એકમાત્ર ટેસ્ટ:ઈન્ડિયન કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બેટિંગ લીધી; જયસ્વાલ-રાહુલ ક્રિઝ પર
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 7 ઓવરમાં 20/0 છે. ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. આ મેચની મુખ્ય વાતો… બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
Read Original Article →