Live Updates
IPLમાં આજે પહેલી મેચ PBKS vs SRH:હૈદરાબાદે પંજાબ સામે છેલ્લી 4 મેચ જીતી, કિંગ્સને છેલ્લી જીત 2023માં મળી હતી
IPLમાં આજે બે મેચ રમાશે. દિવસની પહેલી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. આ મેચ PBKSના હોમ ગ્રાઉન્ડ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટૉસ બપોરે 3:00 વાગ્યે થશે. બંને ટીમની આ સીઝનની ચોથી મેચ છે. પંજાબે 3માંથી 2 મેચ જીતી છે, જ્યારે તેમની છેલ્લી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે વરસાદને કારણે રદ થઈ હતી. બીજી તરફ, હૈદરાબાદને 3માંથી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને એકમાં જીત મળી છે. દિવસની બીજી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રાત્રે 7:30 વાગ્યાથી ચેન્નઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. પંજાબ સામે હૈદરાબાદનો હાથ ઉપર IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે અત્યાર સુધી કુલ 24 મુકાબલા રમાયા છે, જેમાંથી SRHએ 17 મેચમાં જીત મેળવી છે, જ્યારે PBKS માત્ર 7 મેચ જીતી શક્યું છે. છેલ્લી 4 મેચમાં હૈદરાબાદે જીત નોંધાવી છે. પંજાબે હૈદરાબાદને છેલ્લે 2023ની સીઝનમાં હરાવ્યું હતું. IPL 2025માં બંને ટીમ વચ્ચે 1 મેચ રમાઈ હતી, જેમાં SRHએ 8 વિકેટે વિજય મેળવ્યો હતો. કોનોલીએ પંજાબ માટે સૌથી વધુ રન બનાવ્યા કૂપર કોનોલીએ પંજાબ માટે બંને મેચમાં શાનદાર બેટિંગ કરી છે. છેલ્લી મેચમાં વરસાદને કારણે બેટિંગ કરવાની તક મળી ન હતી. તેણે અત્યાર સુધી 108 રન બનાવ્યા છે. વિજયકુમાર વૈશાખ ટીમનો ટૉપ વિકેટ ટેકર બોલર છે. ક્લાસેને છેલ્લી બંને મેચમાં ફિફ્ટી ફટકારી હેનરિક ક્લાસેન સનરાઇઝર્સ તરફથી શાનદાર ફોર્મમાં છે. છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે તેણે 41 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ અગાઉ તેણે કોલકાતા સામે 52 રનની ઇનિંગ રમી હતી. તેણે અત્યાર સુધી 145 રન બનાવ્યા છે. આ મેચમાં પણ તે મિડલ ઓર્ડરમાં ઇનિંગ સંભાળી શકે છે. બોલિંગમાં હર્ષ દુબે ટોચ પર છે, જેણે 3 મેચમાં 4 વિકેટ ઝડપી છે. અહીં બીજી વખત થશે સામનો મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમની પીચ બેટર્સ માટે સાનુકૂળ માનવામાં આવે છે. આ મેદાન પર અત્યાર સુધી 12 IPL મેચ રમાઈ છે. પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમે 6 અને રન ચેઝ કરનાર ટીમે પણ 6 મેચ જીતી છે. અહીં સર્વોચ્ચ ટીમ સ્કોર 228/5 છે, જે ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સ સામે બનાવ્યો હતો. પંજાબ અને હૈદરાબાદ વચ્ચે ન્યૂ ચંદીગઢમાં અત્યાર સુધી એક મેચ રમાઈ છે. 2024માં રમાયેલી આ મેચમાં હૈદરાબાદનો 2 રને વિજય થયો હતો. વરસાદની કોઈ શક્યતા નથી ન્યૂ ચંદીગઢમાં 11 એપ્રિલે હવામાન ગરમ રહેવાની શક્યતા છે. તાપમાન 17 થી 32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. આકાશમાં હળવા વાદળો છવાયેલા રહેશે, જેનાથી થોડી રાહત મળી શકે છે, જોકે વરસાદની શક્યતા ઘણી ઓછી છે. બન્ને ટીમની સંભવિત-12 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, પ્રિયાંશ આર્ય. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, લિયામ લિવિંગસ્ટન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા.
Read Original Article →