સાઉદી અરેબિયામાં T20 લીગ રમાશે:ઓક્ટોબરમાં શરૂ થશે, 6 ટીમ ભાગ લેશે; યુવરાજ સિંહ લીગનો એમ્બેસેડર બન્યો
સાઉદી અરેબિયા આ વર્ષે ઓક્ટોબરમાં તેની પ્રથમ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ લીગ શરૂ કરવા જઈ રહ્યું છે. ડ્યુન્સ લીગ T20 નામની આ લીગ 6 ટીમ સાથે રમાશે. ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, તેમાં એવા ખેલાડીઓ ભાગ લઈ શકે છે, જેણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, પરંતુ હજુ પણ વિશ્વભરની ફ્રેન્ચાઇઝી લીગ્સમાં રમી રહ્યો છે. SACFએ મંજૂરી આપી લીગને સાઉદી અરૈબિયા ક્રિકેટ ફેડરેશન (SACF)ની મંજૂરી મળી ચૂકી છે. મેચ જેદ્દાહ પાસેના તાઈફ શહેરમાં રમાશે. આ લીગને સ્પોર્ટ્સ એશિયન નેટવર્ક અને બે ટેલેન્ટ એજન્સીઓ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. જેમાં યુનિક સ્પોર્ટ્સ ક્લબ અને પ્રોલિથિકનો સમાવેશ થાય છે. યુનિક સ્પોર્ટ્સ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓને મેનેજ કરે છે, જ્યારે પ્રોલિથિક ભારતીય બેટર અભિષેક શર્મા સાથે કામ કરે છે. યુવરાજ એમ્બેસેડર બન્યો પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને લીગના એમ્બેસેડર બનાવ્યો છે. SACF એ ગયા વર્ષે આ લીગની પ્રારંભિક યોજનાની જાહેરાત કરી હતી. બોર્ડે કહ્યું હતું કે તેનો હેતુ સાઉદી અરેબિયાને ગ્લોબલ ક્રિકેટ મેપ પર લાવવાનો અને સ્થાનિક ખેલાડીઓને આગળ વધારવાનો છે. 4 વિદેશી ખેલાડીઓ રમી શકશે રિપોર્ટ અનુસાર, લીગમાં વધુમાં વધુ ચાર એવા ખેલાડીઓ રમી શકશે, જેમણે છેલ્લા બે વર્ષમાં કોઈ ફૂલ-મેમ્બર દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હોય. આનાથી લીગ ICCની તે મર્યાદામાં રહેશે, જ્યાં અલગથી મંજૂરીની જરૂર પડતી નથી. ખેલાડીઓનો સૌથી મોટો પગાર લગભગ એક લાખ ડોલર સુધી જઈ શકે છે. સાઉદીએ સ્પોર્ટ્સની મોટી ટુર્નામેન્ટ્સ કરાવી છેલ્લા 5 વર્ષમાં સાઉદી અરેબિયાએ રમતોમાં મોટું રોકાણ કર્યું છે. ફૂટબોલ, ટેનિસ અને બોક્સિંગ જેવી રમતોમાં મોટી ટુર્નામેન્ટ્સનું આયોજન કર્યું છે. ક્રિકેટમાં સાઉદી અરેબિયાના પ્રવેશને લઈને છેલ્લા ત્રણ વર્ષથી ચર્ચા ચાલી રહી હતી. એવી અટકળો પણ હતી કે તે IPLને ટક્કર આપતી T-20 લીગ લાવી શકે છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશન તરફથી ગ્રાન્ડ સ્લેમ મોડેલની T-20 લીગ્સમાં રોકાણની ચર્ચાઓ પણ સામે આવી હતી. જોકે, સાઉદી અરેબિયાએ ક્રિકેટમાં ધીમે ધીમે પગલાં ભર્યા છે. ICC સાથે સ્પોન્સરશિપ ડીલ, 2024 IPL ઓક્શનની યજમાની અને UAEની ILT20 લીગ સાથે ભાગીદારી તેના ઉદાહરણો છે.
Read Original Article →