સચિન તેંડુલકરે અમદાવાદની 'SRT10 અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડમી'ની મુલાકાત લીધી:ટ્રેનિંગ મેળવી રહેલા યુવા ખેલાડીઓ, તેમના માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે વાતચીત કરી

Sports5/19/2026, 3:02:39 PM
સચિન તેંડુલકરે અમદાવાદની 'SRT10 અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડમી'ની મુલાકાત લીધી:ટ્રેનિંગ મેળવી રહેલા યુવા ખેલાડીઓ, તેમના માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે વાતચીત કરી
અમદાવાદમાં આવેલી SRT-10 અલ્ટેવોલ સેન્ટર ઑફ એક્સીલન્સ સ્પોર્ટ્સ એકેડમીમાં આજે જોરદાર માહોલ જોવા મળ્યો હતો. ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે એકેડમીની મુલાકાત લઈને ત્યાં ટ્રેનિંગ મેળવી રહેલા યુવા ખેલાડીઓ, તેમના માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે વાતચીત કરી હતી. મેદાન પર ક્રિકેટને લગતી વિવિધ પ્રવૃત્તિઓ અને અનૌપચારિક સત્રો દરમિયાન સચિન બાળકો સાથે પોતે જોડાયા હતા. તેમણે યુવા ખેલાડીઓને રમત દ્વારા શિસ્ત, ધીરજ અને શીખવાની ખુશીને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પાયાના સ્તરે રમતગમતનો વિકાસ જરૂરી: સચિન તેંડુલકર કાર્યક્રમ બાદ પોતાના અનુભવો શેર કરતા સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, “કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ નથી કે તે ક્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં તે છે. ભારતનું રમતગમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે આપણે પાયાના સ્તરે કેટલું ગંભીરતાથી રોકાણ કરીએ છીએ અને બાળકોને કોઈપણ ભય કે દબાણ વગર રમતનો આનંદ માણવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે બાળકો મેદાનમાં ઉતરે છે ત્યારે તેઓ માત્ર રમત જ નથી રમતા, પરંતુ શિસ્ત, ટીમવર્ક, સંઘર્ષશીલતા અને આત્મવિશ્વાસ જેવા ગુણો પણ શીખે છે. અમદાવાદના યુવા ખેલાડીઓની ઊર્જા અને જિજ્ઞાસા ખરેખર હૃદયસ્પર્શી હતી. સચિનના સમર્થનથી શરૂ થયેલી ભારતની બીજી એકેડમી એસજી રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા શંકુસ ફાર્મ ખાતે કાર્યરત 'SRT10 અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડમી'ની શરૂઆત આ વર્ષના પ્રારંભમાં કરવામાં આવી હતી. નવી મુંબઈની ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં આવેલી ફ્લેગશિપ એકેડમી બાદ, સચિન તેંડુલકરના સમર્થનથી શરૂ થયેલી આ ભારતની બીજી એકેડમી છે. આ સંસ્થા પ્રોફેશનલ કોચિંગ, આધુનિક ફિટનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વાંગી તાલીમ કાર્યક્રમો દ્વારા પાયાના સ્તરે રમતગમતના વિકાસને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે કામ કરી રહી છે. ખેલાડીઓમાં નવા આત્મવિશ્વાસનો સંચાર એકેડમીના CEO ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, “આજનો દિવસ અમારાં બધાં માટે અત્યંત ખાસ રહ્યો છે. સચિન તેંડુલકર સાથે મેદાનમાં સમય વીતાવવાની તક મળતાં યુવા સપનાદ્રષ્ટાઓમાં આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી છે. આ એકેડમી નમ્રતા, કઠોર પરિશ્રમ, શિસ્ત અને સતત સુધારાના પાયા પર ઊભી છે અને તેમની હાજરીએ આ મૂલ્યોને જીવંત બનાવી દીધા છે.”
Read Original Article →