Oh my God Rohit...તું તો ઓળખાતો જ નથી!:રોહિતનો નવો અવતાર જોઈને નીતા અંબાણી તેને ઓળખી શક્યા નહીં; રિએક્શનનો વીડિયો વાઇરલ
આવતીકાલથી દુનિયાની સૌથી મોટી લીગ એટલે કે IPL શરૂ થવા જઈ રહી છે. ત્યારે બધી જ ટીમના સ્ટાર પ્લેયર્સ પણ પ્રેક્ટિસ કરવા લાગ્યા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમનાં માલિક નીતા અંબાણીએ ફ્રેન્ચાઈઝીના સ્ટાર બેટર રોહિત શર્મા સાથે દિલ જીતી લે તેવી વાતચીત કરી. જેમાં તેમણે છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિતની ફિટનેસમાં આવેલા ફેરફારના જોરદાર વખાણ કર્યા. નીતા અંબાણી રવિવારે યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તેમની પ્રથમ મેચ પહેલા ટીમને મળવા આવ્યાં હતાં. આ મેચ ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાવાની છે. MIના ઓફિશિયલ X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં નીતા અંબાણીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “Oh my God, રોહિત, હું તો તમને ઓળખી જ ન શકી! તું તો બિલકુલ એક યુવાન છોકરા જેવો દેખાઈ રહ્યો છે.”
નીતા અંબાણીનું રિએક્શન વાઇરલ નીતા અંબાણીનું આ રિએક્શન એટલા માટે સામે આવ્યું છે કારણ કે છેલ્લા કેટલાક સમયમાં રોહિત શર્માએ પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી છે. તેણે પોતાનું વજન ઘણું ઓછું કર્યું છે, જેના કારણે હવે તે ખૂબ જ ફિટ અને યુવાન દેખાઈ રહ્યો છે. આ જ કારણ છે કે નીતા અંબાણી પણ પ્રથમ નજરે તેને ઓળખી શક્યા નહીં અને તેના વખાણ કર્યા છે. IPL 2026 માટે રોહિત શર્મા 2.O તમને જણાવી દઈએ કે રોહિત શર્મા ટેસ્ટ અને T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે ભારત માટે માત્ર વન-ડે ક્રિકેટ રમે છે. આ એક મોટું કારણ છે કે હવે 'હિટમેન' પાસે પોતાની ફિટનેસ પર ધ્યાન આપવા માટે પૂરતો સમય રહે છે. તેણે આ જ સમયનો ફાયદો ઉઠાવીને દુનિયાને 'રોહિત શર્મા 2.0' નો પરિચય કરાવ્યો છે. એવામાં હવે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે હિટમેન પોતાના સુપરફિટ અવતારમાં IPLની 19મી સીઝનમાં કેટલા રન બનાવે છે. મુંબઈ ઈન્ડિયન્સની સ્ક્વોડ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, રોબિન મિન્ઝ, શેરફન રધરફોર્ડ, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, રાજ અંગદ બાવા, કોર્બિન બોશ, વિલ જેક્સ, શાર્દૂલ ઠાકુર, ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કન્ડે, દીપક ચહર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, અલ્લાહ ગઝનફર, જસપ્રીત બુમરાહ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), મયંક રાવત, દાનિશ માલેવાર, અથર્વ અંકોલેકર, મોહમ્મદ ઇઝહાર.
Read Original Article →