દિલ્હીએ લખનઉને સતત પાંચમી IPL મેચમાં હરાવ્યું:એકાના સ્ટેડિયમમાં 6 વિકેટથી જીત, સમીર રિઝવીની મેચ વિનિંગ ફિફ્ટી; નટરાજન-એન્ગિડીની 3-3 વિકેટ
IPLની પાંચમી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું છે. LSG સામે DCની આ સતત પાંચમી જીત હતી. એકાના સ્ટેડિયમમાં બુધવારે દિલ્હીએ બોલિંગ પસંદ કરી હતી. લખનઉની ટીમ 18.4 ઓવરમાં 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હીએ 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. લખનઉએ 105 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે શાહબાઝ અહમદ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો અને ટીમનો સ્કોર 141 સુધી પહોંચાડ્યો. દિલ્હીએ પણ પાવરપ્લેમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ઇમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીએ ટ્રિસ્ટન સ્ટબ્સ સાથે 76 બોલમાં 119* રનની પાર્ટનરશીપ કરીને ટીમને જીત અપાવી હતી. દિલ્હી તરફથી સમીર રિઝવીએ 70* અને ટ્રિસ્ટન સ્ટબ્સે 39* રન બનાવ્યા હતા. બોલિંગમાં થંગારસુ નટરાજન અને લુંગી એન્ગિડીએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવને 2 વિકેટ મળી હતી. બીજી તરફ લખનઉ તરફથી પ્રિન્સ યાદવે 2 વિકેટ લીધી હતી, જ્યારે મોહસીન ખાન અને મોહમ્મદ શમીને 1-1 વિકેટ મળી હતી. બેટિંગમાં અબ્દુલ સમદે 36 અને મિચેલ માર્શે 35 રનનું યોગદાન આપ્યું હતું. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ. ઇમ્પેક્ટ પ્લેયર: શાહબાઝ અહમદ. દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન. ઇમ્પેક્ટ પ્લેયર: સમીર રિઝવી.
Read Original Article →